________________
[૧] સહજ ‘લય' સ્વરૂપનું, અક્રમ થકી !
સહજતા
પ્રયત્ન ત્યાં અનુભવ નહીં ક્રમિક માર્ગમાં કેટલો પ્રયત્ન કરે ત્યારે આત્માનું લક્ષ ખ્યાલમાં આવે. એ લક્ષ તો બેસે જ નહીં. એ પોતે લક્ષમાં રાખ્યા કરે. જેમ આપણે ધંધો હોયને, ધંધાની બાબત લક્ષમાં રાખવાની હોય ને, એવું આત્માને લક્ષમાં રાખ્યા કરે, આવો છે આત્મા. તે એને પ્રતીતિ બેસે ત્યારે આવું લક્ષમાં રહી શકાય. એને ગુણ પર પ્રતીતિ બેસે. બાકી આ આપણો તો આત્માનુભવ કહેવાય. કારણ કે સહજતા એનું નામ અનુભવ કહેવાય, જે એની મેળે પ્રાપ્ત થાય અને પ્રયત્ન કરવો પડે, એનું નામ અનુભવ નહીં. ક્રમિકમાં એમને પ્રતીતિ એ બધું કરવું પડે. પ્રતીતિમાં પ્રયત્ન કરવો પડે.
પણ તમારો આત્માનુભવ એ અંશ અનુભવ છે અને અક્રમથી તમને સહજ પ્રાપ્ત થયેલો છેને, તે તમને એમાં લાભ થાય પણ હજુ પ્રગતિ માંડશો ને તેમ અનુભવ વધતો જશે. જેમ જેમ જાગૃતિ ઉત્પન્ન થાય ત્યાર પછી આખી વાત સમજવી પડે. પરિચયમાં રહીને જ્ઞાન સમજી લેવાનું છે બધું.
પ્રશ્નકર્તા : જ્ઞાનને સ્થિર કરવા શું સાધન કરવું પડે ?
દાદાશ્રી : સાધન કરવાનું ના હોય. જ્ઞાનને સ્થિર કરવા સમજવાની જ જરૂર. કરવું પડે તો સ્થિર ના થાય. કરવું પડે ત્યાં સહજતા જતી રહે, સ્થિર ના થાય. સમજવું પડે તો સ્થિર થાય.
આજ્ઞામાં રહેવું ત્યાં પ્રયત્ન, પુરુષાર્થ. એ પુરુષાર્થવાળી વસ્તુ છે. બીજે બધે સહેજ હોય, એની મેળે જ આવે એનું ફળ.
એક શેઠ મોટરમાં જતા હોય, તે કોઈ ક્ષણે અકસ્માત થાય, તેને દવાખાનામાં લઈ જાય, પગ કાપવો પડે અને પછી ચાલવા માટે લાકડીનો ટેકો રાખવો પડે. હવે તે ઊંઘી જાય છે. ઊંઘમાંથી તે જાગે કે તુર્ત જ તેને પોતાને સહજ ભાવે ખ્યાલમાં આવે, સૌ પ્રથમ તેને લાકડી યાદ આવશે. એવો સહજ ખ્યાલ બેસવો એ છે ‘કેવળ દર્શન'.
એક ફેરો કૉલેજમાં પાસ થયા પછી ભૂલાય ખરું ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : એવું આ એક ફેરો તમે શુદ્ધાત્મા થયા એ શી રીતે ભૂલાય ? અને કૉલેજમાં નાપાસ થયા તેય શી રીતે ભૂગ્લાય ? પાસ થયા તેય શી રીતે ભૂલાય ?
આત્મદષ્ટિની જાગૃતિ પ્રશ્નકર્તા ઃ ચંદુભાઈ અને આત્મા જુદા છે, એ સહજ રીતે ખબર પડવી જોઈએ કે આપણે પ્રયત્ન કરવો જોઈએ, પ્રેક્ટિકલથી ?
દાદાશ્રી : ના, એ તો જાગૃતિ જ કરી આપે. જાગૃતિ રહ્યા જ કરે એ. જેમ આપણે એક દાબડીમાં છે તે હીરો મૂક્યો હોય તો જ્યારે દાબડી ખોલી હતી, તે દહાડે હીરો જોયો હતો. પણ પછી દાબડી વાસેલી હોય ને પડેલી હોય તોય મહીં આપણને હીરો દેખાય. ન દેખાય ?
પ્રશ્નકર્તા: દેખાય.
દાદાશ્રી : આ ‘દેખાય છે” એનો અર્થ શું છે ? પછી તમને હીરો કાયમ ખ્યાલમાં રહેને કે આ દાબડીની મહીં હીરો છે. આ દાબડી જ છે એવું કહો કે પછી આ દાબડીમાં હીરો છે એવું બોલો ?
પ્રશ્નકર્તા : પણ દાદા, એવું બને છે કે રસ્તામાં જઈએ અને શુદ્ધાત્મા
સહજ ખ્યાલ તે કેવળ દર્શત
પ્રશ્નકર્તા : શુદ્ધાત્માનો ખ્યાલ રાખવા એનો અભ્યાસ કરવો જરૂરી છે ?
દાદાશ્રી : અભ્યાસ કરવો એનાથી ખ્યાલ જતો રહે ઊલટો. ખ્યાલ તો સહજ સ્વભાવી છે. સૂર્યનારાયણ ઊગે એટલે સૂર્યનારાયણના મનમાં એમ થાય કે બધે અજવાળું મારે ફેંકવું પડશે ને ? ના, તમે ઊગશો એ બહુ થઈ ગયું. તમે ફેંકશો નહીં, કહીએ. માથાકૂટ ના કરશો. એ માથાકૂટમાં તમે ક્યાં પડો, કહીએ ? તમે આવો એટલે બહુ થઈ ગયું અમારે. એટલે આ તો હોય જ. એને પ્રયત્ન ના કરવાના હોય. સહજ વસ્તુ, સ્વાભાવિક વસ્તુ છે. અમારી