________________
[૧] સહજ ‘લક્ષ' સ્વરૂપનું, અક્રમ થકી !
સહજતા
ઊંચી સામાયિક કહેવાય.
આ અભ્યાસ બતાવે સહજ પ્રશ્નકર્તા: રિયલ-રિલેટિવ મોટે ભાગે આમ તો રહે છે પણ અમુક વખતે પાછું જતું રહે. એવું થયા કરે.
દાદાશ્રી : એ તો એવું છેને, ઘણા કાળનો અવળો અભ્યાસ એટલે એ થયા કરે. પછી આપણે એમ કરતાં કરતાં આ અભ્યાસ મજબૂત થયો એટલે સહેજ થઈ જાય. અવળો અભ્યાસ અત્યાર સુધી અનંત અવતારથી હતો. એટલે આ અભ્યાસ કરતાં કરતાં કરતાં થઈ જાય. અભ્યાસ કરવો પડે. પહેલાં પાંચસાત દહાડા અભ્યાસ કર કર કરીને પછી છે તે સહજ થઈ જાય. આ બહાર રિલેટિવ ને રિયલ જોવાનો અભ્યાસ પાડવો પડે પહેલાં. અભ્યાસી હોય પછી થાય.
ર્તા તે દ્રષ્ટા છૂટા, ત્યાં સહજતા પ્રશ્નકર્તા : પણ દાદા, તમે કહો છો ને તમને સહજ થઈ ગયેલું છે પછી અભ્યાસની શી જરૂર ?
દાદાશ્રી : આ સહજ તો એટલે કહેવા માંગે છે કે અસહજ થયેલું છે, એ જો સહજ થાય, એની એ જ ક્રિયા પાછી થાય અને આપણને કંઈ વગર મહેનતે થાય, ત્યારે આપણે જાણીએ કે ઓહોહો ! આ તો સહજ થઈ ગયું. માટે સહજ સ્વરૂપ ઉત્પન્ન થઈ ગયું, નહીં તો સહજસ્વરૂપે ના થાય. એય ચાનો પ્યાલો લાવ્યો ને લઈ ગયો ને મેલ્યો ને કર્યો ને, અત્યારેય બધું થાય, તે ચંદુભાઈ કરે, તમારે શું લેવાદેવા ? ચંદુભાઈને તમે જાણો છો, ચંદુભાઈએ આ કર્યું ને તે કર્યું. હવે અસહજ શાથી હતો ? ત્યારે કહે, કર્તા હતો ને જ્ઞાતાદ્રષ્ટા, બેઉ પોતે હતો. ‘મેં આ કર્યું’ અને ‘આ મેં જાણ્યું.” અલ્યા મૂઆ, એ બે ધારાઓ જુદી છે ને પાછી એક જ કરી નાખી, ભેગી કરી આ લોકોએ. એ કયાયનો સ્વાદ આવે છે. આ સંસારનો સ્વાદ કેવો આવે છે ? બે ધારાઓ ભેગી થઈને એટલે કષાયનો આવે છે અને બે જુદી થાય એટલે મીઠું લાગે. હવે જુદી થવી એનું નામ સહજ.
પ્રશ્નકર્તા : તો અભ્યાસથી પછી બધું સાહજિક થઈ જાય ?
દાદાશ્રી ઃ જ્ઞાન લીધા પછી સહજ થવાની શરૂઆત થાય. જે અસહજતા આવી હતી તે સહજ થવાની શરૂઆત થાય. અને મહીં પરિણામ સહજ હોય, અને બહાર ઈફેક્ટ સહજ હોય. અને પોતાનું પરિણામ છે તે સહજ થવાની ક્રિયામાં હોય. એટલે કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના દે એવું બધું હોય.
શુદ્ધ ઉપયોગ એ જ પુરુષાર્થ પ્રશ્નકર્તા : એક એવી વાત નીકળી હતી કે અજ્ઞાનનો જેટલો સજ્જડ અનુભવ થયો છે એવો જ્ઞાનનો સજ્જડ અનુભવ થવો જોઈશે. - દાદાશ્રી : જ્ઞાનનો ગાઢ અનુભવ થાય એટલે પછી ઉપયોગ દેવાનો રહ્યો નહીં, એમ ને એમ રહ્યા કરે. ગાઢ અનુભવ ના થયો હોય ત્યાં સુધી ઉપયોગ દેવો પડે. ઉપયોગ એ પુરુષાર્થ કહેવાય છે. અને પુરુષાર્થ એ પૂરો ક્યારે પહોંચે ? ગાઢ પહોંચ્યું એટલે પુરુષાર્થ પૂરો થઈ ગયો.
પ્રશ્નકર્તા ઃ તો અજ્ઞાનતાનો અનુભવ ઊભો થાય છે, ત્યારે એ ઉપયોગ દેવાની જરૂર છે ?
દાદાશ્રી : ઉપયોગ ત્યારે જ દેવાનો હોયને ! પ્રશ્નકર્તા : એટલે એ અનુભવની અસરમાં પોતે ના લપટાય.
દાદાશ્રી : પોતાનો ઉપયોગ પાછો રાખેને, તો અજ્ઞાનતાના અનુભવની અસરમાં લપટાય નહીં. એ ટાઈમ પોતાનો કહેવાય છે, સમયસાર કહેવાય. એ સમયસાર વગરનો ના થાય. નહીં તો સમયસાર ના કહેવાય, પરસમય. કહેવાય. આત્માનો ઉપયોગ રહ્યો, એ સમયસાર બધો. જે સમય સ્વને માટે ગયો એ બધો સમયસાર અને જે સમય પરને માટે ગયો એ બધો પરસમય.
પ્રશ્નકર્તા : અજ્ઞાનનો અનુભવ કોને થાય છે અને જ્ઞાનનો અનુભવ કોને થાય છે ?
દાદાશ્રી : આ અજ્ઞાનનો અનુભવ બુદ્ધિને થાય અને અહંકારને થાય