________________
સહજતા
સહજતા
[૧] સહજ “લક્ષ' સ્વરૂપતું, અક્રમ થકી !
અહીં પ્રાપ્ત સ્વતો સાક્ષાત્કાર દાદાશ્રી : ‘હું શુદ્ધાત્મા છું' એનું નિરંતર લક્ષ રહે છે ?
પ્રશ્નકર્તા : નિરંતર રહે છે, દાદા. ‘હું શુદ્ધાત્મા છું'નું લક્ષ હંમેશા રહ્યા કરે છે, ચોવીસ કલાક.
દાદાશ્રી : એ આપણા લક્ષમાં રહ્યા જ કરે. એ આત્મધ્યાન કહેવાય છે, એ શુક્લધ્યાન કહેવાય છે. નહીં તો એક ઘડીવાર આત્મા યાદ ના રહે. “ શુદ્ધાત્મા છું' એ યાદગીરી નથી આ. આ તો સાક્ષાત્કાર છે અને અભેદતા છે.
આ આત્મજ્ઞાન મળ્યા પછી ‘પોતે’ હવે સમ્યક દૃષ્ટિવાળો થયો. પહેલાં ‘પોતે' મિથ્યાદૃષ્ટિવાળો હતો. જ્ઞાની આ રોંગ બિલીફો (મિથ્યા દૃષ્ટિ) ફ્રેક્ટર કરી નાખે, ત્યારે રાઈટ બિલીફ બેસે. રાઈટ બિલીફ એટલે સમ્યક્ દર્શન. એટલે પછી ‘હું ચંદુભાઈ“ ન હોય, હું શુદ્ધાત્મા છું', એવી બિલીફ બેસી જાય.
બંને અહંકારની જ દૃષ્ટિ છે. પેલી રિલેટિવ દૃષ્ટિ એ દેશ્યને જોતી હતી, ભૌતિક વસ્તુને અને આ રિયલ દૃષ્ટિ ચેતન વસ્તુને જુએ. ચેતન છે તે દ્રષ્ટા છે અને પેલું બીજું બધું દેશ્ય છે. ચેતનના દ્રા અને જ્ઞાતા બન્ને ગુણ છે. * ચંદુભાઈની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.
પ્રશ્નકર્તા : દૃષ્ટિ એ દ્રશ્યનું કાર્ય છેને ? દાદાશ્રી : ના. પ્રશ્નકર્તા : તો દૃષ્ટિ શું છે ?
દાદાશ્રી : દૃષ્ટિ તો અહંકારને છે. આત્માને દૃષ્ટિ ના હોય. આત્માને તો સહજ સ્વભાવે મહીં દેખાયા કરે, મહીં અંદર ઝળકે ! પોતાની અંદર જ બધું ઝળકે !
પ્રશ્નકર્તા તો પછી આ આત્માને જાણનાર કોણ છે ? આત્મજ્ઞાન થાય છે તે કોને થાય છે ?
દાદાશ્રી : એ અહંકારને દૃષ્ટિ થાય છે. પેલી મિથ્યાદૃષ્ટિ હતી, તેના કરતાં ‘આમાં વધારે સુખ પડ્યું એટલે પછી એ અહંકાર ધીમે ધીમે આમાં ઓગળતો જાય છે. અહંકાર શુદ્ધ થયો કે એ શુદ્ધાત્મા જોડે ઓગળી જાય છે, બસ ! જેમ સાકરની પૂતળી હોય ને તેલમાં નાખીએ તો ઓગળે નહીં, પણ પાણીમાં નાખીએ તો ઓગળી જાય, એવી રીતે છે. એટલે શુદ્ધાત્માની દૃષ્ટિ થઈ કે બધું ઓગળવા માંડે. ત્યાં સુધી અહંકાર છે.
સહજ થયા કરે એ વિજ્ઞાન પ્રશ્નકર્તા : ‘હું શુદ્ધાત્મા છું' એ જ્ઞાન છે ?
દાદાશ્રી : ના, એ જ્ઞાન તો વિજ્ઞાન કહેવાય. જ્ઞાન તો આ શબ્દમાં લખેલું છે, જે કરવું પડે, એને જ્ઞાન કહેવાય અને કરવું ના પડે, એની મેળે સહજ થયા કરે એ વિજ્ઞાન.
પ્રશ્નકર્તા: સહજ ભાવે આત્માની દશા માટે ધ્યાનમાં બેસવું કે ના બેસવું?
દાદાશ્રી : સહજ ભાવ જ એને કહેવામાં આવે છે કે કશા પ્રયત્ન સિવાય ઊંઘમાંથી જાગો ત્યારે તમને ‘હું શુદ્ધાત્મા છું'નો ખ્યાલ આવે છે એની મેળે ?
પ્રશ્નકર્તા : આવે.