________________
[૧] સહજ ‘લક્ષ' સ્વરૂપનું, અક્રમ થકી !
સહજતા
દાદાશ્રી : એનું નામ સહજ કહેવાય અને બીજું બધું અસહજ કહેવાય. આ સહજ કહેવાય, ‘હું શુદ્ધાત્મા છું’ એની મેળે જ આવે અને બીજે ગુરુ મહારાજ મંત્ર સ્મરણ આપે છે, તે યાદ આવે ને ના આવે. એને માટે પ્રયત્ન કરવો પડે ને આ તો તમને સહજ થઈ ગયેલું છે. સહજાત્મસ્વરૂપ તમારું થઈ ગયું છે. તમારો આત્મા સહજ થઈ ગયો છે, હવે દેહને સહજ કરવાનો છે. તે પાંચ આજ્ઞા પાળવાથી થઈ શકે સહજ. બન્ને સહજ થઈ ગયા, એનું નામ
મોક્ષ.
સહજ વર્તે લક્ષ, શુદ્ધાત્માનું પ્રશ્નકર્તા : સમકિત પ્રાપ્ત જીવને આત્માનું સ્મરણ કેવી રીતે રહે ?
દાદાશ્રી : સમકિતી જીવને “શુદ્ધાત્મા છું’ એ ભાને એની મેળે આવે અને પેલા બીજા લોકોને કશું ઠેકાણું ના હોય. તે એને થોડું ઘણું કોઈ વાર ખ્યાલ આવે કે આ ‘હું આત્મા છું', પણ સમકિતીને તો એની મેળે આવે. અને સ્મરણ તો કરવું પડે, એમાં બહુ ફેર. સ્મરણ કરીએ તો વિસ્મરણ થાય. વિસ્મરણ થયેલું હોય, તેનું સ્મરણ કરવાનું. એટલે આ બધા ચઢવાના રસ્તા છે. એટલે રટણ તમારે બોલવાનું (કરવાનું) નહીં. રટણ કરોને, તો પેલું મૂળ સહજ બંધ થઈ જશે. સહજ મહીં આવે, સહજાસહજ આવે, ‘હું શુદ્ધાત્મા છું લક્ષ જ રહ્યા કરે.
પ્રશ્નકર્તા : તો ‘હું શુદ્ધાત્મા છું” એવું બોલવાનું નહીં ?
દાદાશ્રી : બોલવું હોય તો બોલો. ના બોલવું હોય તો કંઈ જરૂર નથી એની. એ નિરંતર ચોવીસ કલાક લક્ષમાં જ રહે. રોજ રાતે ‘હું શુદ્ધાત્મા છું' બોલતાં બોલતાં સૂઈ જવું. અને આ પાંચ આજ્ઞા પાળવી, બહુ થઈ ગયું. અહીંથી જ મુક્તિ થઈ ગઈ. સર્વ દુઃખોનો અભાવ થઈ ગયો. સંસારી દુઃખ અડે નહીં હવે.
રટણ અને ભગવાનનું નામસ્મરણ, એ બેમાં શું ફેર ?
દાદાશ્રી : ઓહોહો, રટણની તો બહુ જરૂર જ નથી હોતી. રટણ તો રાત્રે થોડીક વાર માટે કરીએ પણ કંઈ આખો દહાડોય, ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' એવું ગા ગા કરવાની જરૂર હોતી નથી.
પ્રશ્નકર્તા : એવું કરે નહીં પણ ‘હું શુદ્ધાત્મા છું’ એ એની મેળે આવી જાય છે.
દાદાશ્રી : ના, પણ રટણ કરવાની જરૂર નથી. રટણ કરવું અને આવી જવું એ બેમાં ફેર છે. એની મેળે આવે અને રટણ કરવામાં ફેર ખરો કે નહીં ? શો ફેર ?
પ્રશ્નકર્તા : પેલું સહજ આવે.
દાદાશ્રી : હા, સહજ આવે. એટલે એ સહજ જે આવે છે તમને, એ તો બહુ કિંમતી છે. રટણ કરવું એ ચાર આના કિંમતી હોય તો આની કિંમત તો અબજો રૂપિયા છે. એટલા બધા ફેરવાળી વાત આ બે ભેગી તમે મૂકી. અત્યારે તમારા ધ્યાનમાં ‘હું ચંદુભાઈ છું' એવું રહે છે કે ખરેખર ‘હું શુદ્ધાત્મા છું’ એ રહે છે ?
પ્રશ્નકર્તા : હું શુદ્ધાત્મા છું.
દાદાશ્રી : તો એ શુકલધ્યાન કહેવાય. તમારા ધ્યાનમાં શુદ્ધાત્મા છે, એને શુકલધ્યાન કહ્યું છે. અને શુકલધ્યાન એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. એટલે તમારી પાસે જે સિલક છે, એ અત્યારે હિન્દુસ્તાનમાં, આ વર્લ્ડમાં કોઈ જગ્યાએ નથી, એવી છે ! માટે આ સિલકને સાચવીને વાપરજો. અને એને આની જોડે સરખામણી ના કરશો. તમે કોની જોડે સરખામણી કરી ?
પ્રશ્નકર્તા : ભગવાનનું નામસ્મરણ.
ત હોય આ સ્ટણ શુદ્ધાત્માનું પ્રશ્નકર્તા : “જ્ઞાન” લીધા પછી, ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું' એનું
દાદાશ્રી : એ તો જાપ કહેવાય ને જાપ તો એક પ્રકારની શાંતિને માટે જરૂરી, જ્યારે આ તો સહજ વસ્તુ છે.