________________
વ્યવહાર તને વળગ્યો છે ? એ તો વ્યવહારનો ટપટ નિકાલ કરી નાખે. અને વ્યવહાર કેટલો રહે ? આવશ્યક. હવા, પાણી, ખોરાક, પણ વધારાની જંજાળ જે અઆવશ્યક કહેવાય, તે ઉપાધિ કરાવે ને અસહજ બનાવે અને આવશ્યકેય બધું વિચાર્યા વગરનું સહજ થવું જોઈએ. એની મેળે, આમ છેલ્લી દશાનું ચિત્રપટ લક્ષમાં હોય તો એની પેરવીમાં રહેવાનું છે. આવશ્યક, અને
અનાવશ્યક, બેનું લિસ્ટ બનાવી, અનાવશ્યક ચીજો વળગી પડી હોય તો ધીમે ધીમે કેમ કરીને છોડી દેવી, એની પેરવીમાં રહેવાનું છે. પણ આ જ્ઞાન જાણી રાખવાનું છે, કરવા મંડી પડવાનું નથી. આપણને અંદરની જાગૃતિ એવી હોવી જોઈએ કે આ વસ્તુઓ દુ:ખદાયી લાગ્યા કરે. અનાવશ્યક ચીજવસ્તુઓ પ્રત્યે પોતાના ભાવ, પોતાના કરાર ઉપાડી લેવાના છે. પછી ચીજવસ્તુને વ્યવસ્થિત એના ટાઈમે ખેરવી નાખશે. આ જ્ઞાન પછી પરિગ્રહ માત્ર ડિસ્ચાર્જ છે. ડિસ્ચાર્જ ભલે રહ્યું. પણ ડિસ્ચાર્જમાં પોતાનો મોહ છોડી દેવાનો છે, મમતા ઓગાળી નાખવાની છે. રાજા ભરત ચક્રવતી જેવું, પરિગ્રહ હોવા છતાં સંપૂર્ણ અપરિગ્રહી. અપરિગ્રહવાળો જ હું, બીજું બધું હોય મારું, આ સ્થિતિ દાદાશ્રીને વર્તે છે. ત્યાં સુધી આ ભવમાં પહોંચવાનું છે. છેવટે આ દેહને સહેજ કરવાનો છે.
[૯] ન કરવાનું કાંઈ, કેવળ જાણવાનું સહજતા એટલે અપ્રયાસ દશા. પ્રયાસ કરનારો ખલાસ થયો પછી આત્મા (પ્રજ્ઞા) જાણ્યા કરે છે અને મન-વચન-કાયા કર્યા કરે છે. પહેલા ‘હું કર્તા છું' એ ભાનથી અસહજતા હતી. ‘હું કર્તા નથી’ એ ભાનથી અપ્રયત્ન દશા શરૂ થઈ અને એ પ્રયાસ કરનારો, ડખલ કરનારો જ ખલાસ થઈ જાય છે, પછી કેવળ જાણપણું જ રહે છે. મન-વચન-કાયા કામ કરનારા છે, પણ પ્રયાસ કરનારાની ગેરહાજરી એ સહજ દશા. ક્રિયાનો વાંધો નથી, પ્રયાસ કરનારાનો વાંધો છે, ત્યાં સુધી એ અસહજ દશા.
મન-વચન-કાયા અને અંતઃકરણ વ્યવસ્થિતને આધીન ડિસ્ચાર્જ થયા કરવાના. એના કાર્યમાં કોઈ ચેન્જ થવાનો નથી, જો પ્રયાસ કરનારો ના હોય તો. પ્રયાસમાં ડખલ છે. પોતે કંઈ કરી શકતો નથી. થઈ રહ્યું છે એમાં રોંગ બિલિફથી ‘હું કરું છું” માને છે, ડખો કરે છે અને પ્રયાસ કરવાની રોંગ બિલીફ છૂટી જાય, જ્ઞાન હાજર રહે તો પછી અપ્રયાસ દશા. સહજ થઈ ગયો એ
૨૫
દાદાશ્રીની સ્થિતિએ પહોંચી ગયો.
સહજ દશામાં જે અંતરાયો આવે છે એને રોકવાના નથી, એને જોવાના છે. ખસેડવામાં તો ખસેડનારો જોઈએ ને સંજોગોને ખસેડવા એ ગુનો છે. કારણ કે એ પોતે જ કાળ પાકશે એટલે વિયોગ પામશે. સંજોગો વિયોગી સ્વભાવના છે. માટે સંજોગોને જોવાનો પુરુષાર્થ કરવાનો છે.
સ્વભાવિક દશામાં આવવા માટે પોતે શું કરવું ? દાદાશ્રી કહે છે કે વિભાવિક પુરુષાર્થ કરે તો ના થાય. ગાંડો માણસ જાતે પુરુષાર્થ કરીને ડાહ્યો ના થાય. એ તો ડાહ્યાને શરણે ગયો. કહેવું કે કૃપા કરો, તો ફેરફાર થાય.
પોતાની ડખલને લઈને તો નવા સંજોગો ઊભા થાય છે. જો પોતાની ડખલ મટી, સહજમાં રહ્યો તો સંજોગો પાછલા છે તે છૂટતા જાય. મહાત્માઓને પાંચ આજ્ઞાનો પુરુષાર્થ જ સહજ બનાવે. સહજતા પોતાની છે અને સંજોગો પર છે ને પરાધીન છે.
મહાત્માઓને અત્યારે જોવાનો પુરુષાર્થ કરવો પડે છે. એ જોવાના કાર્યમાં પડ્યા કહેવાય. એ જોવાનું કાર્ય સહજ હોવું જોઈએ. અત્યારે જોનાર બને છે, એને પણ જાણનારો ઉપર છે. છેલ્લે ઉપરીને જવું પડે નહીં, સહજ દેખાયા જ કરે. વચલો ઉપયોગ પ્રજ્ઞાશક્તિનો છે, એને પણ જુએ છે એ મૂળ સ્વરૂપ. જેમ અરીસામાં દેખાય, તે અરીસાને જોવા જવું ના પડે, સહજ સ્વભાવે ઝળકે.
મહાત્માઓને મોક્ષે જવાની ઈચ્છા થઈ એટલે આ સંસારભાવ તૂટ્યો, એની મેળે જ. અમદાવાદ તરફ ચાલવા માંડ્યા એટલે મુંબઈ એની મેળે જ છૂટી જાય. ભાવ ત્યાગ વલ્ય એના પરિણામે ભરેલો માલ ખરી પડે જ ! આજ અક્રમ વિજ્ઞાન છે ! ભરેલો માલ એની મેળે ખરી પડશે, કાઢવાનો નથી.
[૧૦] ‘સહજ’તે નિહાળતા, પ્રગટે સહજતા. આત્મા સહજ છે, હવે પુદ્ગલને સહજ કર, પણ થાય શી રીતે ? સહજાત્મ સ્વરૂપ જ્ઞાનીને જોવાથી, એમની સહજ ક્રિયાઓને જોવાથી સહજ થઈ જવાય. કોઈ ગાળો ભાંડતું હોય ને તેવા પ્રસંગે જ્ઞાનીની સહજતા જોવામાં આવે તો પોતાને તરત એવી સહજતા આવડી જાય. જ્ઞાનીને જોવાની દૃષ્ટિ અને અહોભાવ થાય કે તેવા ગુણ પોતાનામાં પ્રગટ થઈ જાય. જેમ ગજવા કાપવાનો એકસ્પર્ટ બનાવવો