Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 12
________________ ઉદય સ્વરૂપ રહે, એ એની મેળે ચાલ્યા કરે. એટલે દેહાધ્યાસ જતો રહે એટલે દેહ દેહના કામમાં, આત્મા એના કામમાં, એ જ સહજ દશા. જ્ઞાન પછી જીવતો અહંકાર જાય છે, પછી ડિસ્ચાર્જ અહંકારેય પૂરો થાય. ત્યાર પછી દેહ ક્રિયા કરે, એ તદન સહજ ક્રિયા કહેવાય. તે ઘડીએ આત્માય સહજ, બન્ને સહજ. પુદ્ગલને જો ડખોડખલ ના થાય તો ચોખ્ખું થયા જ કરે. આ એન્જીનમાં કોલસા બધું ભરીને રાખ્યું હોય ને ડ્રાયવર ના હોય તો એ ચાલ્યા જ કરે એવો એનો સ્વભાવ. પણ મહીં ડખલ કરનારો બેઠો હોય તો ઊભી રાખે, ચાલુ કરે. ડખોડખલ કરનારા કોણ ? અજ્ઞાન માન્યતા ને વાંધા-વચકા. [૭] જ્ઞાની પ્રકાશે અતોખા પ્રયોગો ભણેલા-બુદ્ધિશાળીઓ ભેગા થયા હોય તો ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો’ કેટલા બોલે ? એકુય ના બોલે. કારણ કે બુદ્ધિ એવી વધી કે શુકલ અંતઃકરણ ઊડી ગયું. આ શાથી તાળીઓ પાડીને ગાવાનું ? અસહજતા કાઢવા માટે. દાદા ભગવાન આવાં અનોખા પ્રયોગો અસહજતાની ખોટ પૂરવા માટે કરાવતા. આ જ્ઞાન તો મળી ગયું પણ હવે પૂર્ણ સહજતા હોવી જોઈએ ને ? મંદિરમાંથી દર્શન કરીને આવીએ તો નવા બૂટ ઊપડી ગયા હોય, અગર તો રસ્તામાં કપડા કાઢી લે તોય આપણને સંકોચ રહે તે જ અસહજતા. માટે અંદરથી તૈયારી, ગોઠવણી કરીને સંકોચ પહેલેથી દૂર કરો ને સહજતા લાવો. આ જગતનો કોઈપણ પ્રકારનો ભય ના રહેવો જોઈએ. ગમે તેવી સ્થિતિમાં સહજ થશે તો મોક્ષ થશે. અસહજતાથી આ એટિકેટના ભૂતાં છે. પૂર્ણ સહજને જે ભજે તો તેય સહજ થશે. તાળીઓ પાડવાથી મોક્ષે જવાય કે ના પાડવાથી મોક્ષે જવાય, એવો નિયમ નથી. મોક્ષે જવા માટે તો માણસ કેટલો સહજ રહે છે એ નિયમ છે. સૂનમૂન બેસી રહેવું, તાળીઓ ના પાડવી, એટિકેટમાં રહેવું, એવી બધી ચીઢ પેસી ગયેલી હોય છે. એ ચીઢ કાઢવા માટે દાદાજી ગરબા કરાવે, ભક્તિ કરાવે, માતાજીના દર્શન, મહાદેવજીના દર્શન, મંદિરોમાં કરાવે, મસ્જિદોમાં દર્શન કરાવે, એનાથી અસહજતા ખાલી થતી જાય. આપણું વિજ્ઞાન શું કહે છે, જે તે રસ્તે સહજ થાવ. ૨૧ સહજ એટલે શું કે લોકોથી ડરવું નહીં. કો'ક જોઈ જશે તો ? ગાયોભેંસોથી ભડકતા નથી, તો લોકોથી કેમ ભડકો છો ? આત્મા તો બધામાં સરખો છે. પણ મનુષ્યોથી શરમ આવે. આ અસહજતાનો રોગ કાઢવા દાદા કોઈ વખત કોઈને ‘ગળામાં હાર પહેરીને ઘેર જાવ કહેતા, જાત્રામાં મોટા સ્ટોપ હોય ત્યાં સ્ટેશને ઉતરીને ગરબા ફરવાનું કરાવે. તે મુક્ત મને બધા કરે. તે કોઈથી દબાયેલા નહીં, શરમેય નહીં. આમ સહજ દશામાં આવે. બધા કરે એવું પોતેય કરે. પોતાનું જુદું નહીં. પોતાપણું જ ના રાખવું જોઈએ, તો સહજતા ઊભી થાય. બધા ગાતા હોય તે ઘડીએ પોતે ગાવા લાગે. એટલે મારાથી આવું ના થાય એવી બધી આંટીઓ નીકળી જાય ને સહજ થવાય. સત્સંગમાં બધા જેવું કરે એવું કરવાથી જુદાઈ ના પડે. જુદો ફોટો ના પડવો જોઈએ. બધામાં મળતા થઈ જાય. પોતાની ડિઝાઈનમાં ઉતરે નહીં. પોતાનું કંઈ જુદું નહીં એ સહજ. પોતાનું ડ્રોઈંગ જુદું ચીતરે તો એ સહજતા ચૂક્યા કહેવાય. આ જ્ઞાન પહેલા જં કંઈ રાગ-દ્વેષ કર્યા હોય, આપણને ના ગમતું હોય, કંટાળો આવે, આ ખોટું છે, આવું ના કરાય, આવા બધા રોગ ભરેલા હોય, તે બધા તૂટી જવા જોઈએ. અહીં સત્સંગમાં જે જે થાય, એ ઉદયમાં ચંદુ ભળે અને પોતે એને જોયા કરે, તો અસહજતાનો રોગ ખલાસ થતો જાય ને સહજ થઈને ઊભું રહે. એટિકેટના રોગ ગયા સિવાય ધર્મેય પરિણામ ના પામે ને ! લોકોનું જોઈને એટિકેટની નકલો કરી છે ને આ રોગ પેસી ગયો છે. તે રોગ કાઢવા દાદાશ્રીએ કળા કરી છે, જે ભણેલા-ગણેલાને સહજ બનાવી નાખે. તાળીઓ ના પડવી એક જાતનો અહંકાર છે અને આ ભક્તિ-ગરબા, તાળી પાડીને અસીમ જય જયકાર કરે તો અહંકારને નાશ કરી દે. કારણ કે આ પોતે કર્તા નથી, ચંદુભાઈ કરે છે ને. એટલે અહીં બધી ક્રિયાઓ રોંગ બિલીફને છોડાવનારી છે. આપણે તો ચંદુ શું કરે છે, ચંદુ કેવા થબાકા માર્યા, કેવા ગરબા ફર્યા' જોવાનું છે. આ તો ચીઢ-તિરસ્કાર કરેલા પહેલા, તે આ પ્લસ-માઈનસ થઈને ખલાસ થઈ જાય. આખી પ્રકૃતિનો જો ભાગ હોય તો માતાજી છે, જે આદ્યશક્તિ સ્વરૂપ ૨૨

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95