Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 10
________________ વશ વર્તે. મન વશ વર્તી એટલે શું કે આપણે જે કહીએ તે આપણા કહ્યા પ્રમાણે એનું મન એડજસ્ટ જ થઈ જાય. વાણી એ ટેપરેકર્ડ છે, એ સાહજિક વસ્તુ છે. સાહજિકપણા માટે પોતે જ્ઞાતા-દ્રા રહે તો સાહજિકપણું આવે. જે કર્તા છે એને કર્તા રહેવા દો અને રજ્ઞાતા છે અને જ્ઞાતા થવા દો. જેમ છે એમ થવા દો તો રાગે પડી જાય. આ જ્ઞાનનું સરવૈયું જ એ છે. આત્મા આત્માની ફરજ બજાવે, ચંદુભાઈ ચંદુભાઈની ફરજ બજાવે, બન્નેનો જ્ઞાતા-જોયનો સંબંધ રહેવો જોઈએ. પાંચ ઈન્દ્રિયોના ધર્મને જાવ્યા કરવું. અને ત્યારે જ મનની, વાણીની અને શરીરની સહજતા આવે. એવી સહજતા આવે ત્યારે પૂર્ણાહુતિ કહેવાય. દેહ સહજ થયો તેનું માપદંડ શું ? તો કહે, ‘દેહને કોઈ કંઈ પણ કરે તો આપણને રાગ-દ્વેષ ના થાય. સહજ એટલે સ્વભાવિક, એમાં વિભાવિક દશા નહીં, પોતે હું છું એવું ભાન નહીં. જ્ઞાનીઓની ભાષામાં દેહ સહજ થાય એટલે દેહાધ્યાસ ગયો. ઉદય આવે એટલું જ કરે. પોતાપણું ના રાખે. અને લોકોનું તો હજુ પોતાપણું કેવું છે કે પ્રકૃતિનું રક્ષણ તો કરે પણ ઊલટું એટેક હઉ કરે. પ્રકૃતિનું રક્ષણ કરવું એ જ પોતાપણું. એ રક્ષણ કરે તેથી સહજ નથી થતું. એટલે હવે મૂળ વસ્તુ પામ્યા પછી અહંકારનો રસ ખેંચી લેવાનો છે. બધાને અપમાન ના ગમે પણ એ તો બહુ હેલ્ડિંગ છે. એટલે સહજ જો થવું હોય તો ડિસ્ચાર્જ ક્રોધ-માન-માયા-લોભ, અહંકારનું રક્ષણ કરવું નહીં. ભરેલો માલ તો ગમતો પણ નીકળે, ના ગમતો પણ નીકળે, તેને આપણે ‘જોઈએ તો સહજ છીએ. પ્રકૃતિ સહજ થશે, બન્ને સહજ થશે ત્યારે ઉકેલ આવશે. [૬] અંતઃકરણમાં ડખલ કોની ? બુદ્ધિ સંસારમાં ચંચળ બનાવે, શંકા કરાવે. જ્યારે જ્ઞાનથી ‘વ્યવસ્થિત’ છે એવી અથવા એ જાગૃતિ રહે તો સહજ રહેવાય. જ્ઞાનથી બુદ્ધિને બાજુએ બેસાડે તો સહજ સુખ વર્ત. ૭ આ મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર એ ચાર જ અંતઃકરણ રૂપે છે, એનો વ્યવહારમાં વાંધો નથી પણ વધારાની એકસ્ટ્રા બુદ્ધિ છે તેનો ડખો છે. પોતાપણાનો સૂક્ષ્મતર અહંકાર છે, તેની જોડે જે બુદ્ધિ છે તે એકસ્ટ્રા બુદ્ધિ છે, વિશેષ બુદ્ધિ છે. પોતે નક્કી કરે કે આ બુદ્ધિની વેલ્યુ નથી, તો એ ઓછી થતી જાય. લોકો તો બુદ્ધિ વધે એવા ધંધા ખોળી કાઢે છે અને આ સંસાર જ બુદ્ધિનો ડખો છે. બુદ્ધિ ના ઊભી હોત તો આવો સંસાર રહેત જ નહીં. આ અક્રમ જ્ઞાનથી તો નર્યો આનંદ વર્તે તેમ છે, પણ બુદ્ધિ ગયા પછી. પણ બુદ્ધિ છે તો એ ડખલ કરે છે. બુદ્ધિ સંસારમાં રૂપાળું કરી આપે, મોક્ષ ના જવા દે. આ જ્ઞાન પછી પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે, જે ઠેઠ મોક્ષે લઈ જાય. પ્રજ્ઞા કહે છે, જે હાર્ટિલી માણસ હોય તેને હું હેલ્પ કરીશ, મોક્ષે લઈ જઈશ. અંતઃકરણની બુદ્ધિ સંસારમાં જ્યાં જ્યાં એની જેટલી જરૂર છે, એટલો એનો સહજ પ્રકાશ આપે જ છે ને સંસારના કામ થઈ જાય છે, પણ આ વિપરીત બુદ્ધિ વાપરે તો સર્વ દુઃખો ઈન્વાઈટ (આમંત્રિત) કરે. સમ્યક્ બુદ્ધિ થઈ તો સર્વ દુ:ખો કપાય. મનુષ્ય બુદ્ધિનો દુરુપયોગ કર્યો, તેથી નિરાશ્રિતપણે ભોગવે છે. જ્યારે મનુષ્ય સિવાયના કરોડો જીવો છે પણ તેઓ આશ્રિત છે, સહજ આનંદમાં છે. આત્મજ્ઞાનીના દર્શન કર્યા હોય ને ત્યાં શ્રદ્ધા બેસી હોય તો સમ્યક્ બુદ્ધિ ઉત્પન્ન થાય અને પછી સહજભાવે મોક્ષમાર્ગ મળી આવે જ. માણસ ક્રિયા કરે તે ક્રિયાની હરક્ત નથી, એમાં બુદ્ધિ વપરાય કે તરત કૉઝિઝ ઉત્પન્ન થાય. બુદ્ધિ વગરની ક્રિયા સહજ કહેવાય. સામો માણસ ગાળ દે ત્યારે બુદ્ધિ વપરાય, ‘મને કેમ દીધી’ એટલે ક્રોધ ઉત્પન્ન થાય, દ્વેષ કરે એ કૉઝિઝ છે. તમે ખાવ એ કૉઝ નથી, “મજા ના આવી’, એ ખરાબ બોલ્યા તે કૉઝ છે અગર ખુશ થાય તો તે કૉઝ છે. આ જ્ઞાન પછી બુદ્ધિ ડખોડખલ કરે છે, એવી ખબર પડી જાય, તો આપણે તેના પક્ષમાં ના રહેવું. દૃષ્ટિ ફેરવી લેવી, એના ડખોડખલના વિરોધમાં રહેવું. તો એ ધીમેધીમે બંધ થઈ જશે. આ તો એને માન આપે, એક્સેપ્ટ (સ્વીકાર) કરે, એની સલાહ માને, ત્યાં સુધી બુદ્ધિ ડખોડખલ ર્યા જ કરે. ૧૮

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95