________________
બુદ્ધિ ઈમોશનલ કરાવે. ઈમોશનલ થાય એટલે જાગૃતિ રહે નહીં. જે ઈમોશનલ બિલકુલ ના હોય તો ત્યાં જ્ઞાતા-દ્રષ્ટાપણું સંપૂર્ણ એ જ સાહજિકતા. એના કામ હંડ્રેડ પરસેન્ટ થાય. ચંદુભાઈ શું કરે છે એ જોયા કરવાનું, એના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું છે. સુધારવા જાય, કરવા જાય તો બગડે અને જોયા કરે તો સુધરે. એક અવતારનો બધો હિસાબ લઈને આવેલા છે. લોટ તૈયાર લઈ આવેલો છે, ફરી લોટને દળવાની જરૂર નથી. ‘હું કરું છું” એ ગાંડપણથી બગડે છે, નહીં તો આ શરીરમાં અંદર તો બહુ જબરજસ્ત સાયન્સ (વૈજ્ઞાનિક રીતે) ચાલ્યા કરે છે. ડખો કરવાની જરૂર જ નહીં.
બુદ્ધિ તો ભેદ પાડે, આ સારું અને આ ખોટું, એ ઈમોશનલ કરાવે. એ કામનું જ નહીં. જાગૃતિના ભેદ પાડેલા કામ લાગશે કે આ હું ને આ હોય હું. આ હિતકારી ને આ હિતકારી હોય, એમ સૂઝ પડ્યા જ કરે. એ કામ લાગે. બુદ્ધિ અજંપો કરાવે. પ્રશામાં અજંપો ના હોય. સહેજ પણ અજંપો થાય તો જાણવું કે બુદ્ધિનું ચલણ છે. સૂર્યનું અજવાળું થાય પછી મીણબત્તીની જરૂર નહીંને, એવું આત્માના જ્ઞાનપ્રકાશ પછી બુદ્ધિપ્રકાશની જરૂર નહીં.
મહાત્માઓને ભરેલા માલના પરિણામે વખતે ગૂંચાઈ જાય છે, ત્યાં જ્ઞાનીની જાગૃતિથી વાળે કે આ તો પારકા પરિણામ છે, ડિસ્ચાર્જ છે. એને સાથ ના આપે, એને જોયા જ કરે, તો પોતે મુક્તતા ભોગવે. આવી જાગૃતિથી ચિત્તની શુદ્ધિ થયા જ કરે અને ચિત્તની શુદ્ધિ સંપૂર્ણ થતાં સુધી આ યોગ આ જમાવવાનો છે.
સહજ અહંકારથી, ડિસ્ચાર્જ અહંકારથી આ સંસાર સહજ ચાલે એવો છે. પણ આ જીવતો અહંકાર લઢે, ઝઘડે ને કર્મ ચાર્જ કરે. એથી આ ગૂંચવાડો છે. આ મનુષ્યો અહંકારનો ઉપયોગ કરી અધોગતિ બાંધે છે. અહંકાર એ તો ઘોર અજ્ઞાનતા છે. આ જ્ઞાન લીધા પછી જેનાથી સંસાર ઊભો થતો હતો એ અહંકાર ઊડી ગયો પણ આ ડિસ્ચાર્જ અહંકાર ખાલી કરવાનો છે. આ ક્રોધમાન-માયા-લોભ જે ભરેલા છે, તે ડિસ્ચાર્જ અહંકારથી ખાલી થાય છે. સ્થળ દેહમાં વણાયેલો અને સૂક્ષ્મ અંતઃકરણનો અહંકાર, એ ભમરડા જેવો છે, ડિસ્ચાર્જ છે, એ નડતો નથી. જે સૂક્ષ્મતર, પોતાપણાનો અહંકાર છે તે ડખલ કરનારો છે. એ જાય એટલે સહજ થાય.
૧૯
અહંકાર આંધળો છે, એ કામ પૂરું સફળ થવા દેતો નથી ને આવતો ભવ બાંધે છે. આ અજ્ઞાન દશામાં દરેક ક્રિયા કરે છે, એમાં ‘હું કરું છું’ એ ભાન સજીવ અહંકાર છે. જ્ઞાન દશામાં પોતે ફક્ત નક્કી કરવાનું છે, પછી વ્યવસ્થિત કાર્ય પૂરા કરાવશે. પણ પોતે ‘હું કરું છું, મારા વગર કોઈ ના કરી શકે” કહે તો બગાડે બધું.
દરેક જીવંત વસ્તુમાં આત્મા સહજ સ્વભાવનો હોય છે અને પ્રકૃતિ પણ સહજ સ્વભાવમાં હોય છે. આ મનુષ્યમાં બુદ્ધિ-અહંકારે ડખલ કરીને પ્રકૃતિને વિકૃત કરી નાખી છે. વિકૃત પ્રકૃતિ એને લીધે આત્મામાં ફોટો વિકૃતતાનો પડે. પછી આત્માય (વ્યવહાર આત્મા) વિકૃત થઈ જાય. જ્યારે ઊંધ આવે ત્યારે ચોટલી બાંધીને જાગે, આમ અસહજ થાય છે. મનુષ્ય એકલાએ સહજ થવાની જરૂર છે.
આ ક્રોધ-માન-માયા-લોભ, અહંકાર એ સંજોગોના દબાણથી, અજ્ઞાનથી, અંધારાથી ઊભા થઈ ગયેલા છે. જે જ્ઞાન થતાંની સાથે અજવાળાથી એમ ને એમ સહજાસહજ બંધ થઈ જાય એવા છે. બાકી ગમે તેટલા કષ્ટ સેવે તોયે આ વંશાવળી જાય એમ નથી. પોતે વિકલ્પી જાતે નિર્વિકલ્પી કેવી રીતે થઈ શકે ? મુક્ત પુરુષના શરણે જાય તો સહજ રીતે કામ થાય એવું છે.
સંસારની ક્રિયા થઈ રહી છે એનો કોઈ વાંધો જ નથી. એમાં જે ચંચળતા ઉત્પન્ન થાય છે, જે સાહજિકતા તૂટે છે, એનાથી કર્મ બંધાય છે. આ જ્ઞાન પછી ક્રિયા બહાર એની મેળે થાય. પોતાની સહેજ ડખલ નથી હોતી. એનાથી સહજતા રહે, આ ચંચળતા ઊડી ગઈ, એનું નામ સાહજિકતા.
નવા કર્મો બાહ્ય પ્રકૃતિથી થાય છે ? ના. એ તો અજ્ઞાનદશામાં પોતાનો જીવતો અહંકાર અને આજની સમજણ ને જ્ઞાન ઉપર આધાર રાખે છે. તેનાથી કર્મ અવળા કે સવળા બંધાય અને પછી પ્રકૃતિ આપણને તેના ફળ સ્વરૂપે એવા સંજોગોમાં રાખે. બંધાયેલા કર્મ છોડવા માટે કોઈકની જરૂર તો ખરી ને ? તે આ પ્રકૃતિની બાહ્ય ક્રિયા એ તો થવાની, એ કર્મ છૂટવા માટેની ક્રિયા છે. એને માટે ડિસ્ચાર્જ અહંકાર જોઈએ, પણ તે કર્મ બાંધી શકે નહીં.
પોતે પોતાના આત્માના ભાનમાં આવી ગયો, કર્તાપણું છૂટી ગયું પછી
૨૦