Book Title: Sahajta Author(s): Dada Bhagwan Publisher: Mahavideh Foundation View full book textPage 8
________________ તે પૂર્ણાહુતિ નથી. નિયમથી શરૂઆતમાં પ્રકૃતિ સહજમાંથી અસહજ થાય. એકએક પુદ્ગલ પરમાણુનો અનુભવ કરે. પછી એ જ પાછો શાની પાસે કે તીર્થંકર પાસે આત્મજ્ઞાન પામે અને પોતાની અસહજતાને ખાલી કરતા કરતા સંપૂર્ણ સહજ થાય અને પછી મોક્ષે ચાલ્યો જાય, આ પ્રાકૃત સહજ એવી વસ્તુ છે કે એમાં બિલકુલ જાગૃતિ હોતી નથી. મહીંથી જે ઉદયમાં આવ્યું તે ઉદય પ્રમાણે ભટકવું, એનું નામ સહજ કહેવાય. પ્રાણીઓ અને બાળકને લિમિટેડ બુદ્ધિ ત્યાં સહજ સ્વભાવ અને જ્ઞાનીને તો બુદ્ધિ જ ખલાસ થઈ હોય, એટલે જ્ઞાની તો બિલકુલ સહજ હોય. આ અજ્ઞાનતામાં સહજ છે, તેમાંથી જેમ જેમ ક્રોધ-માન-માયા-લોભ વધતા જાય, તેમ તેમ અસહજ વધારે થતો જાય. અસહજતામાં ‘ટૉપ’ પર જાય ત્યાર પછી બળતરા પૂરી જુએ-અનુભવે, ત્યારે નક્કી કરે કે આ પૈસામાં સુખ નથી, સ્ત્રીમાં સુખ નથી, છોકરામાં સુખ નથી, માટે હવે અહીંથી ભાગો જયાં કંઈક મુક્ત થવાની જગ્યા છે ત્યાં. તીર્થંકરો મુક્ત થયા, એ રસ્તે હેંડો. આ સંસાર હવે ના પોસાય, પછી મોક્ષે જવાનો ભાવ થઈ જાય. [3] અસહજતો મૂળ ગુનેગાર કોણ ? મૂળ આત્મા સહજ જ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ પછી પોતે આ જ્ઞાનમાં રહે તો પ્રકૃતિ સહજ થતી જાય. સ્થૂળ પ્રકૃતિ રાગ-દ્વેષવાળી છે જ નહીં, એ તો પૂરણ-ગલન સ્વભાવની છે. આ તો અજ્ઞાનતાથી અહંકાર ઊભો થયો છે અને એ અહંકાર, ‘ગમે' એની ઉપર રાગ કરે છે ને ‘નથી ગમતું તો બ્રેષ કરે છે, તેથી પ્રકૃતિ અસહજ થઈ જાય છે. જ્ઞાન મળવાથી પ્રકૃતિ જુદી થઈ ગઈ પણ ડિસ્ચાર્જ રૂપે રહી, એને ‘વ્યવસ્થિત'ને તાબે છે કહેવાય. મૂળ આત્મા છે, એ નિશ્ચચ આત્મા શુદ્ધ જ છે. આ સંજોગોના દબાણથી અજ્ઞાનતામાં વિભાવ જે ઊભો થયો, ‘હું ચંદુ છું', એ વ્યવહાર આત્મા છે. એ પ્રતિષ્ઠા કરે છે કે “આ હું છું, હું કરું છું.” એ ભાવથી આવતા ભવનો પ્રતિષ્ઠિત આત્મા ઊભો થાય છે. આ વ્યવહાર આત્માને જ્ઞાનવિધિમાં ભાન થયું કે 'હું ચંદુ નથી પણ હું શુદ્ધાત્મા છું, હું કર્તા નથી, વ્યવસ્થિત કર્તા છે.” ત્યારથી જીવતો અહંકાર ગયો. હવે માત્ર મડદાલ અહંકાર રહ્યો. અજ્ઞાનતાથી પર્વે ચાર્જ કરેલો તે આજે ‘ચંદુ સ્વરૂપે ડિસ્ચાર્જ થાય છે, તે નિશ્ચેતન-ચેતન છે, તે જ આજનો પ્રતિષ્ઠિત આત્મા છે. એનો નિકાલ કરવાનો છે. વ્યવહાર આત્મામાં અંશ જાગૃતિ ઉત્પન્ન થઈ, છતાં જે હજી અજાગૃતિ છે, જે મડદાલ અહંકાર સ્વરૂપે છે, તે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મામાં તન્મયાકાર થઈ જાય છે. પાંચ આજ્ઞાની જાગૃતિ રાખે તો વ્યવહાર આત્મા તન્મયાકાર ના થાય તો ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એની મેળે સહજ રીતે છૂટે, ગલન થઈ જાય. પ્રતિષ્ઠિત આત્માની ડખોડખલને પ્રજ્ઞામાં રહીને જોયા કરે તો પછી દેય છૂટો અને આત્માય છૂટી. શુદ્ધાત્મા સિવાય બીજો કયો ભાગ રહ્યો ? ચંદુ અને ચંદુની પ્રકૃતિ રહી. ચંદુની પ્રકૃતિ જે કરતી હોય તેમાં આપણે ‘તું જોશથી કર કે તું ના કરીશ’ એમ નહીં કહેવાનું. આપણે જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું તો પ્રકૃતિ ખાલી થાય. અગર તો ‘આપણાથી આ ના થાય’ એમ બ્રેક મારી કે ખેંચ કરી તોય બધું અસહજ થઈ ગયું. ત્યાં ખેંચ ના કરે તો સહજ થાય. એટલે પ્રકૃતિની ક્રિયા ડિસ્ચાર્જ છે જે સહજ ઉકલી રહી છે. એમાં પોતે ‘રાગ-દ્વેષથી કરવા જેવું છે, નથી કરવા જેવું સારું છે, ખરાબ છે', એમ ડખલ કરે છે. તેનાથી પ્રકૃતિ અસહજ થાય છે. “જોનાર” રહો તો પ્રકૃતિનું સારું-ખરાબ હોતું નથી, ‘જોનાર’ થયો એટલે જ્ઞાની થયો. પ્રકૃતિના ઉદય સ્વરૂપમાં ચંદુભાઈ તન્મયાકાર રહે, તેને આપણે જાણવાનું છે. એનાથી પ્રકૃતિની પોતાની ખોટો જાતે જ પૂરી થઈ જવાની. હજુ કોઈ વખત અજાગૃતિથી ડખલ થાય, તેને પ્રજ્ઞામાં બેસીને જાણવાની કે આ અસહજ થયું, તો ધીમે ધીમે અંતે સહજ થતું જશે. પ્રકૃતિ સહજ થાય એટલે બહારનો ભાગ પણ લોકોને ભગવાન જેવો દેખાય. સહજ ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, કોઈ પણ બહારની ચીજની અસર નહીં, પોતાપણું ના હોય, એવા ગુણો ઉત્પન્ન થઈ જાય. [૪] આજ્ઞાતો પુરુષાર્થ, બતાવે સહજ જ્ઞાન મળ્યા પછી નિરંતર લક્ષ રહે એ સહજ આત્મા થયો કહેવાય. હવે મન-વચન-કાયા સહજ કરવા માટે આજ્ઞા જેમ જેમ પળાતી જાય, તેમ તેમ ૧૩ ૧૪Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 95