Book Title: Sahajta
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 6
________________ સંપાદકીય શ્રીમદ્ રાજચંદ્ર (કૃપાળુદેવે) કહ્યું છે કે જીવની સહજ સ્થિતિ થવી તેને જ શ્રી વીતરાગ ભગવંતોએ મોક્ષ કહ્યો છે. આવી સ્થિતિ પ્રાપ્ત કરવી છે, એને માટે લોકોએ અથાગ પ્રયત્નો આદર્યા છે. મારે કર્મો ખપાવવા છે, મારે કષાયો કાઢવા છે, મારે રાગ-દ્વેષ કાઢવા છે, મારે ત્યાગ કરવો છે, મારે તપ કરવા છે, ધ્યાન કરવું છે, ઉપવાસ કરવા છે અને એ માર્ગ ખોટો પણ નથી. પણ તીર્થંકર ભગવાન હાજર હોય તો એમને આધીન ઘર, વ્યવહાર સર્વ પરિગ્રહ છોડી લોકો ભગવાનના શરણમાં પહોંચી જતા અને ભગવાનની આજ્ઞાના આરાધને કેવળ જ્ઞાન પામી મોશે પહોંચી જતા. ક્રમિક માર્ગનો રિવાજ જ છે કે પરિગ્રહ છોડતા જાવ તેટલી મમતા છૂટે, કષાય છૂટે, તેમ કરતાં કરતાં ક્રોધ-માન-માયા-લોભને ખલાસ કરતાં કરતાં, અહંકારમાં ક્રોધ-માન-માયા-લોભનું એક પરમાણું પણ ના રહે ત્યારે એ શુદ્ધ અહંકાર કેવળ આત્મામાં અભેદ થઈ પૂર્ણાહુતિ પામે છે. તે ચોથા આરામાં (શકય!) થઈ જતું હતું. પરમ પૂજ્ય દાદાશ્રીએ એવી શોધખોળ કરી કે આ કાળમાં મન-વચનકાયાનો એકાત્મયોગ છૂટી ગયો છે. બાહ્ય દ્રવ્ય ને અંતર ભાવની એકતા તૂટી ગઈ છે, તો આ કાળમાં રાગદ્વેષ, કષાયો કાઢતાં કાઢતાં પોતાનો દમ નીકળી જાય. તો બીજો શો ઉપાય ? મૂળ આત્મા સહજ છે, શુદ્ધ જ છે. આ વ્યવહાર આત્મા અજ્ઞાનતાથી અસહજ થઈ ગયો છે. તેથી પ્રકૃતિ, મન-વચન-કાયા અસહજ થઈ ગયા છે. માટે વ્યવહાર આત્માને એવું શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન આપો કે તેથી એ પોતે સહજ થાય. પછી પ્રકૃતિ સહજ કરવા માટે પાંચ આજ્ઞા આપી કે ધીમે ધીમે આ આજ્ઞામાં રહેવાથી પ્રકૃતિ સહજ થતી જાય. જેમ તળાવમાં સ્થિર પાણી હોય ને તેમાં એક પથ્થર નાખ્યો તો પાણી ઊંચું નીચું, ઊંચું નીચું થઈને વમળો થઈ હલાહલી થઈ જશે. હવે પાણીને સ્થિર કરવું હોય તો શું કરવું પડે ? નવા પથરા નાખીએ તો જલદી સ્થિર થાય ? પાણીને બધાએ પકડવું પડે ? ના. કંઈ જ ના કરવાથી એ સ્થિર થઈને ઊભું રહેશે. તો પોતે શું કરવું ? જોયા કરવું, તો ઓટોમેટિક સ્થિર થઈ જશે જ. કુદરતનો નિયમ છે, પોતે એક ફેરો જ દડો નાખે છે, તેના પચ્ચીસ ગણા, પચાસ ગણા, સો ગણા રિબાઉન્સ થઈને દડાના ટપ્પા પડ્યા કરે છે. તેમાં પોતે ગૂંચાઈ જાય છે અને દડાને જેમ પકડીને સ્થિર કરવા જશે તેમ તેમ દડો વધુ ઉછળશે ને સ્થિર નહીં થાય. તો એનો ઉપાય શું ? શું બને છે જોયા કરો. દડાને સ્થિર કરવાનો પ્રયત્ન કરવાનો નથી. તો એની મેળે એ થોડા ટપ્પા પડ્યા પછી જાતે જ સ્થિર થશે. એમ પરમ પૂજ્ય દાદાશ્રીની અદ્ભુત શોધખોળ છે કે પ્રકૃતિની અસહજતાનું મૂળ કારણ પોતાની અજ્ઞાનતા છે. અજ્ઞાનતાથી પ્રકૃતિમાં ડખોડખલ થઈને પ્રકૃતિની અસહજતા થઈ ગઈ છે. હવે આમાંથી સહજ થવાનો ઉપાય શો ? પહેલા પોતે શાન પામે તો નવા સ્પંદન બંધ થાય. પહેલો પોતે સહજાત્મા થાય. પછી ધીમે ધીમે પ્રકૃતિ સહજ થાય. જ્ઞાન પછી દાદાશ્રી પાંચ આજ્ઞા એવી આપી છે કે જે પાળવાથી પ્રકૃતિમાં ડખલ બંધ થતી જાય છે. ને પોતાનું જ્ઞાતા-દ્રષ્ટા પદ શરૂ થતું જાય છે અને અંતે પોતે કમ્પ્લિટ જ્ઞાનમાં રહેવાથી આ બાજુ પ્રકૃતિ સંપૂર્ણ સહજ થાય છે ને બને સહજ થઈ ગયા એટલે પૂર્ણ દશાની પ્રાપ્તિ થઈ ગઈ. સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ એવા કારુણ્યમૂર્તિ પરમ પૂજ્ય દાદા ભગવાનના શ્રીમુખે સહેજ સરેલી આ પ્રત્યક્ષ સરસ્વતીને અત્રે ‘સહજતા’ ગ્રંથમાં સંકલિત કરી છે, પ્રસ્તુત સંકલનમાં શુદ્ધાત્મા પદમાં સ્થિત થયા પછી અપ્રયત્ન દશામાં પુરુષાર્થ માંડી પૂર્ણ દશા પ્રાપ્ત કરવાના સુધીના સૌપાને પરમ પૂજય દાદાશ્રીની જ્ઞાનવાણીમાં ખુલ્લા થયા છે. મહાત્માઓએ તો છેલ્લી દશાનું ચિત્ર સમજી લેવાનું છે અને જીવનના અંતિમ ધ્યેય તરીકે લક્ષમાં રાખવાનું છે કે જ્યારે ત્યારે આવી સહજ, અપ્રયત્ન દશા પ્રાપ્ત થાય. ત્યાર વગર પૂર્ણાહુતિ થવાની નથી. ત્યાં સુધી શાનીનું જ્ઞાન અને આજ્ઞાની આરાધના પ્રગતિના ઉપરના પગથિયાં ચઢાવ્યા કરશે. અનેક મુમુક્ષુઓ, મહાત્માઓ સાથે વર્ષોથી જુદા જુદા ક્ષેત્રે નિમિત્તાધીન નીકળેલી વાણીને અત્રે સંકલિત કરી એકધારી સળંગ બનાવવાના પ્રયાસો થયા છે. સુજ્ઞ વાચકને ક્યાંક કંઈ ક્ષતિ લાગે તો તે સંકલનની ખામીને કારણે છે. કારણ કે જ્ઞાની પુરુષની અવિરોધાભાસ, સ્યાદ્વાદ વાણી, સહજતાની પૂર્ણ દશામાં વર્તન માલિકી વગરની વાણી છે. તેથી તેમાં કોઈ ક્ષતિ હોઈ શકે જ નહીં. - દીપક દેસાઈ ૧૦

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 95