Book Title: Sahajta Author(s): Dada Bhagwan Publisher: Mahavideh Foundation View full book textPage 5
________________ પ્રસ્તાવના પરમ પૂજ્ય દાદાશ્રીની જ્ઞાનવાણીનું સંકલન એટલે જ વ્યવસ્થિત શક્તિથી સંયોગો જ નિમિત્તોની સંકલનાનું પરિણામ. અનંત અવતારના પરિભ્રમણમાં જ્ઞાની પુરુષ પરમ પૂજય દાદાશ્રીને થયેલા અનેક અનુભવો નિર્મોહી દશાને લઈને તાદશ્ય વર્તાયા કરતા હતા, તે આ ભવે નિમિત્ત આધીન સહજ જ્ઞાનવાણી નીકળતા આત્મા-અનાત્માના સાંધા પરના ગુહ્ય રહસ્યના સૂમ ફોડ પડતા ગયા. પૂજય નીરૂમાએ આ જગત ઉપર અસીમ કૃપા કરી કે પરમ પૂજય દાદાશ્રીના તમામ શબ્દેશબ્દ ટેપરેકર્ડ દ્વારા ઝીલી લીધા. - પૂજ્ય નીમાએ દાદાની વાણીના સંકલન કરી ચૌદ આપ્તવાણીઓ તથા પ્રતિક્રમણ, વાણીનો સિદ્ધાંત, મા-બાપ, છોકરાનો વ્યવહાર, પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર, આપ્તસૂત્ર, હિન્દી આપ્તવાણી, નિજદોષ દર્શનથી નિર્દોષ, પૈસાનો વ્યવહાર, સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આદિ અનેક પુસ્તકો તેમજ તેના સંક્ષિપ્ત, તેમજ અનેક પુસ્તિકાઓ કરેલ હતી. અને એમની સ્થૂળ દેહની અનુપસ્થિતિમાં આ જવાબદારી આવી પડી છે, પણ ઘણા બધા બ્રહ્મચારી ભાઈઓ-બહેનો તથા સેવાર્થી મહાત્મા ગણના આધારે આ વાણીની પુસ્તકોમાં સંકલનની કાર્યવાહી આગળ થઈ રહી છે. હવે જેમ કારખાનામાં માલસામાન ભેગો થઈ ફાઈનલ પ્રોડક્ટ બને, એવી રીતે જ્ઞાનવાણીના કારખાનામાં દાદાના જ્ઞાનવાણીના પુસ્તકો બને છે. કેટલાય મહાત્માઓની ગુપ્ત મૌન સેવાથી કેસેટોમાંથી દાદાશ્રીની વાણી ઉતરાય છે. વાણી ઉતરી ગયા પછી ચેકીંગમાં થાય ને પાછું રિચેકીંગ થઈ શુદ્ધતા જેમ છે તેમ વાણીની જાળવણીનો પૂર્ણ પ્રયાસ કરવામાં આવે છે. પછી સજેક્ટ પ્રમાણે કલેક્શન થાય, કલેશન પાછું વિવિધ દૃષ્ટિકોણવાળી વાતોમાં પાછું વિભાજન થાય અને એક વ્યક્તિની સાથે પરમ પૂજ્ય દાદાશ્રી સત્સંગની વાતચીત કરતા હોય, તેવા ભાવપૂર્વક અજ્ઞાનથી, જ્ઞાનના અને કેવળજ્ઞાન સુધીના સાંધાના સર્વ ફોડને આપતી વાણીની સંકલના થાય. છેવટે પ્રફ રિડીંગ થઈને પ્રિન્ટીંગ થાય છે. અને આમાં સૂક્ષ્મમાં પરમ પૂજ્ય દાદાશ્રીની કૃપા, પૂજ્ય નીરુમાના આશીર્વાદ, દેવ-દેવીઓની સહાયતાથી અને દરેક ડિપાર્ટમેન્ટમાં અનેક મહાત્માગણની સેવાના નિમિત્તથી અંતે આ પુસ્તક આપના હાથમાં આવી રહ્યું છે. દાદાશ્રીએ અનેક મહાત્માઓ-મુમુક્ષુઓ સાથે ૨૦ વર્ષમાં ઘણાં બધાં સત્સંગો કર્યા છે, તેમાંથી કેટલાંય ટુકડાઓને અન્ને એવી રીતે સંકલિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જાણે તે એક જ વ્યક્તિ સાથે સત્સંગ થઈ રહ્યો હોય. જેમ એક ફિલ્મ માટે પ્રોડ્યુસર, ડાયરેક્ટર જુદી જુદી ક્લિપો બનાવે છે, એક કલાકારના જીવનમાં બાળપણ, લગ્ન, મૃત્યુ કાશ્મિરમાં હોય, તો એક સાથે બધું ફિલ્મ પાડીએ, પછી સ્કૂલ, યુવાની, ધંધો વગેરે દિલ્હીમાં હોય, ફરવા પેરિસ, સ્વીઝરલેન્ડ ગયા હોય. આમ અનેક ક્લિપો હોય પણ પછી એડીટીંગ થઈને આપણને નાનપણથી મૃત્યુ સુધીના સીન (દશ્યો) જોવા મળે. એમ દાદાશ્રી એમની વાણીમાં એક સજેક્ટ માટે બિગિનિંગથી એન્ડ (શરૂઆતથી અંત) સુધીની બધી વાતો કહી ગયા છે. જુદા જુદા નિમિત્તે, જુદા કાળે, જુદા ક્ષેત્રે નીકળેલી વાણી અત્રે હવે આપણને આ એડીટીંગ (સંકલિત) થઈને પુસ્તક રૂપે મળે છે. આત્મા-અનાત્માના સાંધા ઉપર રહીને આખો સિદ્ધાંત ખુલ્લો કર્યો છે. આપણે આ વાણી વાંચીને સ્ટડી કરીએ કે જેથી એમણે જે અનુભવ્યું, તે આપણને સમજાય ને અંતે અનુભવાય. - દીપક દેસાઈPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 95