Book Title: Sahajta Author(s): Dada Bhagwan Publisher: Mahavideh Foundation View full book textPage 3
________________ સમર્પણ ત્રિમંત્ર અહો, કળિકાળે, અદ્ભુત આશ્ચર્ય સર્જાયા, જ્ઞાની કૃપાએ, સ્વરૂપના લક્ષ પમાયા. આત્મા-અનાત્માના, સિદ્ધાંતિક ફોડ સમજાયા, આતમજ્યોત પ્રકાશ, મોક્ષે કદમ મંડાયા. પ્રકૃતિથી જુદા થઈ, પુરુષ પદે સ્થિર થયા, પ્રતિષ્ઠા બંધ થઈ, ‘પ્રતિષ્ઠિત'ના જ્ઞાતા થયા. નિજ અપ્રયાસે, મન-વાણી-કાયા નોખા નિહાળ્યા, અહમ્-બુદ્ધિ વિલયે ડખોડખલ બંધ ભાળ્યા. ‘વ્યવસ્થિત’ ઉદયે, ડિસ્ચાર્જના જ્ઞાતા રહ્યા, સહજ પ્રકૃતિ થાતા, નિરાલંબ પોતે થયા. સહજ ‘આ’ અનુભવે, ‘સહજ’ના મર્મ સમજાયા, સર્વજ્ઞ’ સ્વરૂપ ‘આ’ જ્ઞાની, સહેજે ઓળખાયા. જ્ઞાનીની સહજ વાણીના, શાસ્ત્રો રચાયા, કેવી કરુણા જગ કલ્યાણે ! સહેજે સમર્પયા.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 95