Book Title: Sahajta Author(s): Dada Bhagwan Publisher: Mahavideh Foundation View full book textPage 7
________________ ઉપોદ્ધાત [૧] સહજ “લક્ષ' સ્વરૂપતું, અક્રમ થકી ‘સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ” એવા જ્ઞાની પુરુષ દાદાશ્રીની કૃપાથી બે કલાકમાં ‘આ’ આત્મજ્ઞાન મળ્યા પછી ‘પોતે' સમ્યક્ દૃષ્ટિવાળો થયો. પહેલાં ‘પોતે' મિથ્યા દૃષ્ટિવાળો હતો. જ્ઞાની આ રોંગ બિલીફો (મિથ્યા દૃષ્ટિ) ફ્રેક્ટર કરી નાખે, ત્યારે રાઈટ બિલીફ બેસે. રાઈટ બિલીફ એટલે સમ્યક દર્શન. એટલે પછી ‘હું ચંદુભાઈ ન હોય, હું શુદ્ધાત્મા છું', એવી બિલીફ બેસી જાય. પછી ‘હું શુદ્ધાત્મા છું'નો ખ્યાલ એની મેળે જ આવે, એ સહજ કહેવાય. આમાં ‘હું શુદ્ધાત્મા છું', એ રટણ કે સ્મરણ નથી, એ તો અંશ અનુભવ છે. જે અક્રમથી સહેજ પ્રાપ્ત થાય છે. જેમ જેમ જાગૃતિ ઉત્પન્ન થાય, ત્યાર પછી આખી વાત સમજવી પડે. પછી જ્ઞાનીના પરિચયમાં રહી, જ્ઞાન સમજી લેવાનું છે. હજુ પ્રગતિ માંડશો તેમ તેમ અનુભવ વધતો જશે. જ્ઞાનીની આજ્ઞામાં રહેવાનો પુરુષાર્થ કરવાનો છે અને ના રહેવાય તો મહીં ખેદ રાખવાનો કે એવા તે મહીં શું કર્મના ઉદય લાવ્યા કે આપણને જંપીને બેસવા દેતા નથી. પોતાનો દૃઢ નિશ્ચય અને આજ્ઞા પાળવાનો અભ્યાસ એને પ્રગતિ કરાવશે. આ રિલેટિવ-રીયલ જોવાનો પાંચ-સાત દહાડા અભ્યાસ કર કર કરવાથી એ જોવાનું સહજ થઈ જાય. હવે પ્રશ્ન થાય કે એક બાજુ દાદા કહે છે કે તમને તમારું સ્વરૂપ સહજ પ્રાપ્ત થઈ ગયું છે, હવે અભ્યાસ કે રટણ કરવાની જરૂર નથી અને બીજી બાજુ દાદા કહે છે કે સામાના શુદ્ધાત્મા જોવાનો થોડો અભ્યાસ કરો, પછી સહજ થઈ જશે. દેખીતી રીતે આ બન્ને વાત વિરોધાભાસ લાગે પણ ના, બન્ને વાત એની જગ્યાએ યોગ્ય જ છે. સ્વરૂપના લક્ષ માટે જ્યારે જ્ઞાન આપવામાં આવે છે ત્યારે કૃપાથી જ સહજ પ્રતીતિ બેસી જાય છે. જે પોતે જાતે કરીને ઉખાડે નહીં તો મોક્ષે જતાં સુધી આ સહજ પ્રતીતિ નહીં જાય અને જ્યારે સામાને શુદ્ધાત્મા જોવાનો વ્યવહાર આવે છે ત્યારે ભરેલો માલ આડો આવે છે, એટલે અભ્યાસની જરૂર પડે છે. પહેલા અજ્ઞાનતા હતી, તેથી આ કર્યું અને આ મેં જાણ્યું.” એમ પોતે કર્તા ને દ્રષ્ટા બેઉ થઈ જતો હતો. તેથી અસહજ હતો. તે જ્ઞાન લીધા પછી સહજ થવાની શરૂઆત થાય છે. આ કૃપાથી જે પ્રાપ્ત થયું એ શુદ્ધાત્મા પદ છે, એ પ્રાપ્ત થયું ત્યારથી મોક્ષ થવાનો સિક્કો વાગી ગયો. હવે જ્ઞાનીની આજ્ઞા પાળો કે ધીમે ધીમે નિરાલંબ થઈને ઊભું રહેશે. જ્ઞાન પ્રાપ્તિ પછી આત્મદર્શન થયા પછી નિરાલંબની તૈયારીઓ થયા કરે, અવલંબનો ઓછા થતા જાય. મહાત્માઓએ આ વાત જાણી રાખવા જેવી છે કે જ્ઞાનમાં ઘણી ઊંચી દશા રહેતી હોય, દાખલા તરીકે નિરંતર શુદ્ધાત્માનું લક્ષ સહજ રીતે રહેતું હોય, ચિંતા, ક્રોધ-માન-માયા-લોભ વ્યવહારમાં ના થતા હોય, તોય એ મૂળ આત્મા સુધી પહોંચ્યાની દશા નથી. આ શુદ્ધાત્મા એ શબ્દાવલંબન છે. મોક્ષના પહેલા દરવાજામાં પેઠા છીએ. મોક્ષ થશે જ એમાં બે મત નથી. પણ નિરાલંબ મૂળ આત્મા પામવો, વિજ્ઞાન સ્વરૂપ પદ, તે હજી આગળના ધ્યેય સ્વરૂપે લક્ષમાં રાખવાનું છે. આ પાંચ આજ્ઞા પાળવાથી ધીમે ધીમે શબ્દાવલંબન છૂટતું જાય અને મૂળ ‘કેવળજ્ઞાન સ્વરૂપ” દર્શનમાં દેખાતું જાય. એ દેખાતું દેખાતું દેખાતું પોતાના સેલ્ફમાં જ અનુભવ રહ્યા કરશે એ છેલ્લી દશા. દાદાશ્રી પોતે આ કાળમાં આવી મુક્ત દશામાં વર્તતા હતા ! [] અજ્ઞ સહજ - પ્રજ્ઞ સહજ જેટલો સહજ થાય તેટલું ઐશ્વર્ય પ્રગટ થાય. આ જાનવરો, પશુ-પક્ષીઓ બધા સહજ છે, બાળક પણ સહજ છે અને અહીંની સ્ત્રીઓ કરતાં ફોરેનવાળા (આમાં અપવાદ હોઈ શકે) વધારે સહજ છે. કારણ કે એમના ક્રોધ-માન-માયા-લોભ ફુલ્લી ડેવલપ થયા નથી. એટલે એમની સહજતા અજ્ઞાનતાથી છે. અન્ન સહજ એટલે જે પ્રકૃતિ સ્વભાવ છે તેમાં તન્મયાકાર રહેવું, ડખલ નહીં કરવી તે. પ્રાકૃતિક ડેવલપમેન્ટમાં અથવા અજ્ઞાનતામાં પ્રકૃતિ એકદમ સહજ લાગે, કોઈ વેર-ઝેર નહીં, ડખો નહીં, ભેગું કરવાની વૃત્તિ નહીં, જેમ છે તેમ બોલી દે, જાણે આત્મજ્ઞાની જેવો સરળ વ્યવહાર હોય તેવો જ લાગે. છતાંય ૧૧Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 95