________________
હિટ ફિ ટ ટ ટ ટ ટ ટ વીર કિ જ ફિ હિ હ હ કિ ઈહિ 8 ]િ
સં. ૧૯૫૯ કા. વ. ૬ના દિવસે ૧૯ વર્ષની વયે પૂ. કમલસૂરીશ્વરજી મ.સા.ના પાવન હસ્તે બોરુ મુકામે સત્ત્વશાળી લાલચંદે ચારિત્ર રત્નગ્રહણ કર્યું ને તેઓનું લબ્ધિ.. લબ્ધિ. ને લબ્ધિ. ફેલાવે તેવું લબ્ધિવિજય એવું નામ ગુરૂદેવશ્રી કમલસૂરીશ્વરજી મ.સાહેબે આપ્યું.
સંબંધીઓના સ્નેહથી પ્રજવલિત થયેલ કોપાગ્નિને.. ત્યારબાદ શાંત ઉપદેશધારાથી તેઓશ્રીએ શાંત પાડ્યો. ને. તેઓ સંયમની શુદ્ધ આરાધના પૂર્વક, ગુરૂસેવા ને શાસ્ત્રાભ્યાસમાં મગ્ન બની ગયા.
પ.પૂ.આ.ભ. કમલસૂરિશ્વરજી મ.સા. નૂતન દીક્ષિત મ.સા.ને લઈને વિહાર કરીને ઊંઝા પધાર્યા હતા ત્યારે ત્યાં પૂ. આત્મારામજી મ.સા.ના ૩૨ સાધુ ભગવંતો ભેગા થયા હતા. “ઊંઝા બત્રીસી” તરીકે આજે પણ લોકો અનુમોદના કરે છે અને નૂતન મુનિ લમ્બિવિજયજીની વડી દીક્ષા કરી હતી.
બહુ અલ્પ દીક્ષા પર્યાયમાં જ પૂ. ગુરૂદેવની નિશ્રામાં રહીને પૂ. ગુરૂદેવ (કમલ સૂ.મ.સા.) પાસેથી સંસ્કૃત-પ્રાકૃત-વ્યાકરણ-કાવ્યકોશ-પ્રકરણ ગ્રંથો ૪૫ આગમો નિર્યુક્તિ-ચૂર્ણ વૃત્તિ-ભાગ્ય-ટીકા ન્યાયનો અભ્યાસ કર્યો. પોતાના પ્રચંડ જ્ઞાનાવરણીય ક્ષયોપશમના કારણે થોડા વર્ષોમાં સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રમાં તેઓએ પ્રગભ પાંડિત્ય પ્રાપ્ત કર્યું અને અપાર ગુરૂકૃપાના તેઓ મહાપાત્ર બન્યા. એટલું જ નહિં પણ પોતાને પ્રાપ્ત પ્રબળ ગુણાનુરાગથી અજાતશત્રુ બન્યા અને સહાયક ભાવથી વિશાળ સાધુ સમુદાયના પરમ પ્રીતિપાત્ર તેઓ બન્યા.
તેઓશ્રીના તત્ત્વરસના મધુર ઝરણા સમાન પ્રથમ પ્રવચનથી જ ભરૂચના બહુશ્રુત વિદ્વાન સુશ્રાવક અનોપચંદભાઈ મુગ્ધ બની ગયા
શિક વહ વટ થી 8 કિ હીટ થી કિ વીર ર ર થી કિ કિ ફિ વરિ ર ર
I)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org