________________
માત્ર ૪ વર્ષની ઉંમરે સ્વપ્રમાં ચતુર્મુખ જિનયુક્ત ભવ્ય સમવસરણના એમને દર્શન થયા હતા. પ્રભાતે બાલ લાલચંદના મુખથી પ્રભુના દર્શનને સમવસરણના વર્ણન સાંભળી સહુ આભા બની ગયા હતા. બાળપણથી પરમાત્મતત્ત્વની કૃપા ધારાથી અભિષિક્ત બાલ લાલનું ભાવિ ઘણું જ ઉજ્જવળ છે એવી સૂચના જાણે મળી હતી.
બાલશાસનમંડન પદ્મપ્રભુસ્વામીની ભક્તિથી કુશાગ્ર બુદ્ધિમાન લાલચંદે પોતાના રૂપ, ધૈર્ય, ચાતુર્ય ને કંઠ માધુર્યથી સમગ્ર બાલશાસનના મન મોહી લીધા હતા... તો.. સર્વ શિક્ષકોને પણ પોતાની તીવ્રમેઘાથી શીધ્ર અભ્યાસ દ્વારા માત્ર ૧૧ વર્ષની ઉંમરે પ્રસન્ન કર્યા હતા.
એકવાર ન્યાયાભાનિધિ પૂજ્યપાદ વિજયાનંદસૂરિજી મ.સા. (આત્મારામજી મ.સા.)ના પટ્ટાલંકાર સદ્ધર્મ સંરક્ષક કમલસૂરીશ્વરજી મ.સા. બાલશાસનમાં પધાર્યા. તેમની ઓજસ્વી પ્રભાવક વાણી અને એમની પવિત્ર આશિષધારાથી સહુ પ્રથમ લાલચંદના માનસમાં વૈરાગ્યબીજની વાવણી થઈ.
આગળના વિદ્યાભ્યાસ માટે દલીફોઈના ઘરે માણસા મુકામે લાલચંદ આવ્યા. વિદ્યાભ્યાસમાં તો નક્ષત્રની જેમ ઝળહળી ઉઠેલા લાલચંદ સરખે સરખા મિત્રો સાથે ગામના મલાઈ તળાવમાં તરણકળામાં પણ અપૂર્વકુશળ થયા. તળાવની ૭ કોઠાની વાવમાં, ઉપરથી કૂદકો મારી છેક ૭ મા કોઠાની માટી હાથમાં લઈને આપતા ને કલાકો સુધી કરી શકતા હોવાથી લાલચંદ “મલાઈના મગર” કહેવાયા.
હિટ ફિ કિ કિ હ હ હ હ ર દિ 9
ક વીર વહિ ક વીર ર ર ર ર
|
C
G
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org