________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
ૐ હૈં નમઃ
ૐ હ્રીં નમઃ
શ્રી અનંત લબ્ધિનિધાનાય ગૌતમ સ્વામિને નમઃ
પૂજ્યપાદ દાદાગુરૂદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.નો મિતાક્ષરી પરિચય
યસ્ય દૃષ્ટિઃ કૃપાવૃષ્ટિ, ગિરઃ શમસુધાકિરઃ । તસ્મૈ નમઃ શુભજ્ઞાન, ધ્યાનમગ્નાય યોગિને
સ્વનામ ધન્ય બહુશ્રુત ગીતાર્થ જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ કવિકુલકિરીટ સમગ્ર જૈન સંઘના મૂર્ધન્ય, અજાતશત્રુ, મહાપુરુષ પૂજ્યપાદ લબ્ધિસૂરીશ્વરજી મહારાજા કે જેઓની જન્મ શતાબ્દી, દીક્ષા શતાબ્દીની ઉજવણી બાદ આજ વર્ષે જેમના સ્વર્ગારોહણની અર્ધશતાબ્દી સમગ્ર ભારતના જૈન સંઘોમાં અપૂર્વ બહુમાન સાથે ઉજવાઈ.. તે જૈન સંધના જવાહીર સમા પૂજ્ય દાદા ગુરુદેવશ્રીજીનો.. જન્મ.. ધનધાન્ય સદાચાર અને સંસ્કારથી સમૃદ્ધિ ગુજરાત દેશના ભદ્રિક પરિણામી સુંવાળપંથકના ભોયણીતીર્થથી નિકટ રહેલા બાલશાસનની પાવનભૂમિમાં થયો હતો.
શ્રીમાળી જ્ઞાતિના શ્રેષ્ઠી શ્રીયુત પીતાંબરદાસના શીલ સદાચાર સંસ્કારથી શોભતા ગરવા શેઠાણી મોતીબેનની કુખે વિ. સં. ૧૯૪૦ પો. સુ. ૧૨ના મંગલ દિવસે ઉચ્ચ રાશિનો ચંદ્ર અને ઉચ્ચનો ગુરુ ને કર્ક લગ્નની મંગલ ઘડીમાં થયો હતો. માતાપિતાને ફોઈબા દ્વારા તેઓશ્રીનું નામ લાલચંદ રાખવામાં આવ્યું હતું.
Jain Educationa International
F
For Personal and Private Use Only
www.jainelibrary.org