________________
(૭૩) મુનિ-સમાગમ (રાજમુનિ) ભાગ-૩
૨ ૩૫
અર્થ :- બ્રહ્મચર્યનું પાલન, જિન-ધ્યાન એટલે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવું તથા કષાયોની મંદતા સાથે પરમાં જતી ઇચ્છાઓને રોકી તપ કરવું તે શુદ્ધ તપ નિર્જરાનું કારણ છે. બાકી તો બધા માત્ર લંઘન ગણાય છે. II૮૯ાા
સુઘા, અને તન-કૃશતા, તપ-લક્ષણ ના જાણ;
બ્રહ્મચર્ય, ગુણિ, ક્ષમા, જ્ઞાને તપ પિછાણ. ૯૦ અર્થ – સુઘા એટલે માત્ર ભૂખ સહન કરવી કે શરીરને કુશ કરવું તે તપનું લક્ષણ નથી. પણ જ્ઞાનસહિત બ્રહ્મચર્ય, ત્રણ ગુપ્તિ અને ક્ષમાને ઘારણ કરી તપ કરવું તે સાચું તપ છે. અને તે તપ દ્વારા સાચી કર્મની નિર્જરા છે. તેને તું પિછાણ અર્થાત્ તે પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કર. /૯૦ના
પ્રભાવના કે ભક્તિથી પુણ્ય બહું બંઘાય,
પણ નિઃસ્પૃહ તપસ્વીને માત્ર નિર્જરા થાય. ૯૧ અર્થ - ઘર્મની પ્રભાવના કે ભગવાનની ભક્તિથી અશુભ કર્મની નિર્જરા થઈ પુણ્યાનુબંઘી પુણ્યનો ઘણો બંઘ થાય. પણ આત્મજ્ઞાની નિઃસ્પૃહી તપસ્વીઓને તો માત્ર કર્મોની નિર્જરા થાય. ૯૧ાા
કર્મ ખપાવે જ્ઞાન-તપ ક્ષણમાં દીર્ઘ સમૂહ,
ટળે ન જે કોટી ભવે, કર્યો ક્રિયાનો વ્યુહ. ૯૨ અર્થ :- આત્મજ્ઞાનસહિત તપ કરનારા ક્ષણમાં કર્મના દીર્ઘ એટલે ઘણા સમૂહને ખપાવે છે. જે કરોડો ભવ સુધી અનેક પ્રકારની ક્રિયાઓનો વ્યુહ એટલે રચના કરીને પણ ખપાવી શકાય નહીં. સારા
શ્રેણિરૂપ જે ધ્યાન-તપ દહે નિકાચિત કર્મ,
પ્રગટાવીને પૂર્ણતા આપે શિવપદ-શર્મ. ૯૩ અર્થ - આઠમા ગુણસ્થાનથી ધ્યાનરૂપી તપની શ્રેણિ માંડી નિકાચિત કમોને પણ બાળી નાખે છે. પછી કેવળજ્ઞાનરૂપ પૂર્ણતાને પ્રગટાવી તે શિવપદ એટલે મોક્ષપદના શર્મ એટલે સુખને પામે છે. ૯૩ાા
આત્મા સાથે કર્મનો ખીર-નર જેવો યોગ
(બંઘ ચાર ભેદે કહ્યો, ભાવ-બંઘ ઉપયોગ. ૯૪ અર્થ - હવે બંઘતત્ત્વ વિષે જણાવે છે કે આત્મા સાથે કર્મનો ક્ષીરનીર એટલે દૂઘ અને પાણી જેવો સંબંધ છે. દ્રવ્યકર્મનો બંઘ તે પ્રદેશબંઘ, પ્રકૃતિબંઘ, સ્થિતિબંઘ અને અનુભાગબંઘ એમ ચાર પ્રકારે કહ્યો છે. જ્યારે આત્માનો શુભાશુભ ભાવમય રાગદ્વેષ સહિત ઉપયોગ તે ભાવબંઘ કહેવાય છે. ૯૪
અશુદ્ધ ઉપયોગે પડે બંઘ સ્થિતિ. અનભાગ:
પ્રકૃતિ, પ્રદેશ યોગથી; સમજો જો સદભાગ્ય. ૯૫ અર્થ - આત્માના કષાયમય અશુદ્ધ ઉપયોગથી કર્મનો સ્થિતિબંઘ અને અનુભાગ બંધ પડે છે. અને પ્રકૃતિબંઘ તથા પ્રદેશબંઘ તે મનવચનકાયાના યોગથી પડે છે. જો સભાગ્યનો ઉદય થાય તો આ વાતને જરૂર સમજી જીવનમાં ઉતારવા યોગ્ય છે, અર્થાત્ કષાયો ઘટાડવા યોગ્ય છે. II૯પા
સર્ષ કૂંડાળું જો વળે વીંટાય આપથી આપ, તેમ જીવ નિજ ભાવથી રચે બંઘ-સંતાપ. ૯૬