________________
૩૧૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
એમ ભગવતી આરાધનામાં પૃષ્ઠ ૮૩૫ ઉપર જણાવેલ છે.
હવે તેરમા સયોગી કેવળી ગુણસ્થાનકમાં આવે છે. આ તેરમા ગુણસ્થાનકના અંતમાં શુક્લધ્યાનનો ત્રીજો ભેદ સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામનો હોય છે. ત્યાં બધી ક્રિયાઓને સૂક્ષ્મ કરી ચૌદમા અયોગીકેવળી ગુણસ્થાનકમાં આવે છે. આ અયોગી ગુણસ્થાનકમાં ભુપતક્રિયાનિવૃત્તિ નામનો શુક્લધ્યાનનો ચોથો પ્રકાર હોય છે. તે વડે બધી ક્રિયાઓથી આત્મા નિવૃત્ત થાય છે. આ અંતિમ ગુણસ્થાનકમાં સર્વ કમને ટાળી આત્મા મોક્ષગમનની તૈયારી કરે છે. સંપૂર્ણ કર્મોની નિર્જરાને અહીં સાધ્ય કરવાથી આત્મા સિદ્ધદશાને પામી ઉદ્ધગમન કરે છે. અનાદિની કમેકેદમાંથી છૂટતાં જ આત્મા શીધ્ર ઉપર ઊઠી સિદ્ધશિલા પર જઈને સર્વકાળ માટે શાશ્વત સુખમાં બિરાજમાન થાય છે. માટે સર્વ જીવો પોતાના આત્માને અજવાળી એટલે કર્મમેલથી સંપૂર્ણ શુદ્ધ કરી પરમપદસ્વરૂપ એવા મોક્ષપદને મેળવી શાશ્વત સુખશાંતિને પામો. ૧૬
નથી નિર્જરા કે સંવર ત્યાં આસ્રવહેતુ-અભાવે રે મિથ્યાત્વાદિ રહ્યાં નથી તો શાથી કર્મો આવે રે? આસ્રવ વિના બંઘ ન હોય તો ઉદયે શું આવે રે?
ઉદય વિના ના કોઈ નિર્જરા, ક્રમ ક્યાંથી તો લાવે રે? ૧૭ અર્થ - મોક્ષસ્થાનને પામ્યા પછી ત્યાં કોઈ કર્મોની નિર્જરા કરવાની નથી કે કોઈ આવતા કર્મોને રોકવાના નથી. કેમકે કર્મો આવવાના કારણો આમ્રવના દ્વાર છે તેનો જ ત્યાં અભાવ છે. કર્મો આવવાના કારણો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ છે. તે કારણો મોક્ષ પામ્યા પછી રહ્યાં નથી તો કર્મો કેમ આવી શકે ? કર્મોનો આસ્રવ ન હોય તો કર્મ બંઘ પણ ક્યાંથી હોય? કર્મ બંઘ ન હોય તો ઉદયમાં શું આવે? તથા કર્મના ઉદય વિના કર્મોની નિર્જરા કરવાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. તેથી નિર્જરાનો ક્રમ આરાઘવાની પણ કોઈ આવશ્યકતા રહેતી નથી. //૧૭ના
કર્મ કરજ સમ થોડે થોડે પૂરું પતી ગયું જો રે, કરી નિર્જરા, સંવર સાથી, ખાતું વસ્લ થયું તો રે, આસ્રવ-હેતું સર્વ નિવાર્યા, દેવું નવું થતું ના રે,
તો હપતા ભરવાના શાના? શાશ્વત સુખ જતું ના રે. ૧૮ અર્થ :- કર્મ એ કરજ સમાન છે. જે થોડે થોડે સમભાવે ભોગવતા બધું પતી ગયું. જૂના કમની નિર્જરા જ્ઞાન ધ્યાનના બળે સમભાવે ભોગવીને કરી લીધી અને નવા કર્મોને રાગદ્વેષાદિ ભાવોમાં તણાઈને બાંધ્યા નહીં, પણ તે આવતા કર્મોને સંવર તત્ત્વવડે રોકી લઈ જૂના કર્મોનું ખાતું ચૂકતે કરી દીધું. કર્મ આવવાના કારણો જે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ હતા તે સર્વને નિવાર્યા, જેથી નવું કર્મનું દેવું થતું નથી; તો કર્મ કરજ ચૂકવવા માટે સંયમરૂપ પુરુષાર્થ કરી હવે હપ્તા ભરવાના હોય નહીં. તથા આત્માનું જે સ્વાભાવિક શાશ્વતસુખ, નિર્જરાનો સંપૂર્ણ ક્રમ આરાઘવાથી પ્રાપ્ત થયું છે તે પણ હવે કોઈ કાળે જવાનું નથી. માટે મોક્ષમાં આત્મા સર્વકાળ શાશ્વત સુખમાં જ બિરાજમાન રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. ૧૮ાા.