Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 207
________________ ૪ ૦ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ તેમના જેવો વિષય-કષાયથી રહિત પવિત્ર શુદ્ધાત્મા બની શકું એમ છું. ૧પના ચહે સંસાર-વૃદ્ધિ જે, નથી દર્શન કર્યા તેણે, નથી જ્ઞાની તણી વાણી સુણી, એવું કહ્યું જિને. ૧૬ અર્થ:- જે જીવ સ્પષ્ટ પ્રીતિથી સંસારની વૃદ્ધિને ઇચ્છે, તેણે જ્ઞાની પુરુષના દર્શન કર્યા નથી. તેણે જ્ઞાનીપુરુષના વચન પણ સાંભળ્યા નથી. એમ જિનેશ્વર ભગવાને કહ્યું છે. “સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો તે પુરુષ જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાનીપુરુષનાં દર્શન પણ તેણે કર્યો નથી, એમ તીર્થકર કહે છે.” (વ.પૃ.૩૭૬) //૧૬ વચનફૅપ લાકડી વાગ્યે ફેંટે સંસાર-રસ-ગોળો, પ્રથમની દોડ છોડી દે, રહે જો ભાવ, તો મોળો; ૧૭. અર્થ :- સપુરુષના વચનરૂપ લાકડીનો પ્રહાર થાય તો આ સંસારરૂપ રસનો ગોળો ફૂટી જાય, અર્થાત્ સંસારની મોહ મીઠાસ મટી જાય. પહેલા જે ભાવે વિષયાદિમાં રક્ત હતો તે દોડ છોડી દઈ સંસારમાં સુખ છે એ ભાવ તેનો મોળો પડી જાય. “જેની કેડનો ભંગ થયો છે, તેનું પ્રાયે બધું બળ પરિક્ષીણપણાને ભજે છે. જેને જ્ઞાનીપુરુષનાં વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિષે તે પ્રકારે સંસાર સંબંથી બળ હોય છે, એમ તીર્થકર કહે છે.” (વ.પૃ.૩૭૬) I/૧૭થા. પછી સત્સંગના રંગે ઉદાસીનતા વઘે જ્યારે, શરીર નારીતણું શબ શું નિહાળે સ્નેહ પણ ત્યારે. ૧૮ અર્થ - પછી સત્સંગના યોગથી જ્યારે વૈરાગ્યનો રંગ વધી જાય ત્યારે નારીના શબ જેવા શરીરને સ્નેહરહિત થયેલો એવો તે જીવ શું નિહાળે? “જ્ઞાનીપુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી, એમ તમે જાણો. જ્ઞાનીપુરુષના વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં.” (વ.પૃ.૩૭૬) ૧૮ાા ઠરે જ્ઞાની વિના મન ના બીજે ક્યાંયે ઘડી વારે, નિહાળી અલ્પ ગુણ પરના પ્રીતિ તેમાં અતિ ઘારે. ૧૯ અર્થ :- તેનું મન જ્ઞાની પુરુષ વિના બીજે ક્યાંય ઘનાદિ સંપત્તિમાં ઘડીવાર પણ સ્થિરતા પામે નહીં. પણ બીજાના અલ્પ ગુણ જોઈ તેમાં અત્યંત પ્રીતિ ઘરી તેનું મન સુખ પામે. ખરેખર પૃથ્વીનો વિકાર ઘનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. જ્ઞાનીપુરુષ સિવાય તેનો આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિષે ઇચ્છે નહીં.” (વ.પૃ.૩૭૬) I/૧૯ સ્વદોષો અલ્પ પણ ખૂંચે, ચહે તે ટાળવા ખંતે; ટળે દોષો, પ્રયત્નોને વઘારે જ્ઞાનના પંથે. ૨૦ અર્થ – એવા ઉત્તમ આત્માર્થી પુરુષોને પોતાના અલ્પ દોષો પણ બહુ ખેંચે છે. તેને તે ખંતપૂર્વક ટાળવા ઇચ્છે છે. તે દોષો ટળી જવાથી જ્ઞાનીપુરુષના બોઘેલા મોક્ષમાર્ગમાં તે વિશેષ પુરુષાર્થ વઘારે છે. “સર્વથી સ્મરણજોગ વાત તો ઘણી છે, તથાપિ સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પગુણમાં પણ પ્રીતિ, પોતાના અલ્પદોષને વિષે પણ અત્યંત ક્લેશ, દોષના વિલયમાં અત્યંત વીર્યનું સ્ફરવું, એ વાતો

Loading...

Page Navigation
1 ... 205 206 207 208