Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 205
________________ ૩૯૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર ‘સત્” મળ્યા નથી. “સ” સુચ્યું નથી, અને “સત્” શ્રધ્યું નથી, અને એ મળે, એ સુયે અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” (વ.પૃ.૨૪૬) //૪ો. “Èટું છૂટું અરે! ક્યારે?” થશે ભણકાર એ ઉરે, ગમે ના સુખ સંસારી, પ્રથમ તો પાપ તે ચૂરે. ૫ અર્થ :- પુરુષનો બોઘ હૃદયમાં પરિણમવાથી હવે હું આ દુઃખમય સંસારથી ક્યારે છૂટીશ. એવા છૂટું છૂટુંના ભણકારા અંતરમાં થયા કરશે. તેને સંસારના કહેવાતા ક્ષણિક ઇન્દ્રિયસુખો ગમશે નહીં. તેથી પ્રથમ તે પાપનો ચૂરો કરતાં વૈરાગ્યભાવમાં આગળ વધશે. પા. ગણે બંઘન સમા બંધુ, કનક કીચડ સમું લાગે, ગણે નારી નરક-બારી, સ્તુતિ નિજ સુણતાં ભાગે. ૬ અર્થ:- તે બંધુ એટલે ભાઈઓને બંઘન કરાવનાર જાણશે, કનક એટલે સોનું તેને કીચડ સમાન લાગશે. “કિચસો કનક જાકે.” તે સ્ત્રીને નરકમાં જવાની બારી સમાન માનશે. સ્ત્રીમાં દોષ નથી પણ પોતાને મોહનું પ્રબળ નિમિત્ત હોવાથી તેને નરકમાં લઈ જનાર જાણશે. અને પોતાની સ્તુતિ એટલે પ્રશંસા કરતા સાંભળીને તેથી દૂર ભાગશે. કા. ઠરે ના ચિત્ત મિત્રોમાં, ન પુત્રો પ્રીતિ ઉપજાવે, ભૂલે ના ભક્તિના ભાવો, ઉરે ગુણ ગુરુના લાવે. ૭ અર્થ :- તેનું મન મિત્રોમાં વિશ્રામ પામશે નહીં. ન તેને પોતાના પુત્રો પ્રીતિનું કારણ થશે; પણ પ્રભુ ભક્તિના ભાવોને તે કદી ભૂલશે નહીં. અને હૃદયમાં હમેશાં શ્રી ગુરુના ગુણોને સંભાર્યા કરશે. એ ખરા પ્રભુ ભક્તની દશા છે. "प्रेम लग्यो परमेश्वर सों तव, भूलि गयो सिगरो घरु बारा । ज्यों उनमत्त फिरे जितही तित, नेक रही न शरीर संभारा ॥ श्वास उसास उठे सब रोम, चलै दग नीर अखंडित धारा । સુંદર ન કરે નવધા વિધિ, વિકપ રસ પી મતવારા ” -પ્રવેશિકા પૃ.૪૧ ||શા સજળ નેત્રે સ્તુતિ ગાતાં, ભેંલે સંસાર સો ભાવો, ઘરે દૃઢતા અતિ ઉરે, ડગે ના કષ્ટ સૌ આવો. ૮ અર્થ - અશ્રુસહિત ભાવપૂર્વક ભગવાનની સ્તુતિ ગાતાં તે બઘા સંસારી ભાવોને ભૂલી જશે. સપુરુષના વચન પ્રત્યે અતિ વૃઢ વિશ્વાસ હોવાથી ગમે તેવા કષ્ટો આબે પણ તે ચલાયમાન થશે નહીં. Iટા ડરે સંસાર-વાસે તે, ગમે જ્ઞાની તણી સેવા; મરણ તે નિત્ય સંભારે, ચહે નિજ હિત કર લેવા. ૯ અર્થ:- આવો ઉત્તમ વૈરાગ્યવાળો જીવ સંસારમાં નિવાસ કરતાં ભય પામે છે કે રખેને મને ક્યાંય મોહ ન થઈ જાય. તેને જ્ઞાની પુરુષોની સેવા અર્થાત આજ્ઞા ઉઠાવવી પ્રિય લાગે છે. કાલે હું મરી ગયો તો સાથે શું આવશે એમ મૃત્યુને નિત્ય સંભારી પ્રથમ પોતાના આત્માનું હિત કરવાની જ ઇચ્છા મનમાં રાખે છે. લા

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208