Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 204
________________ (૯૧) દર્શન-સ્તુતિ ૩૯૭ એક અંતર્મુહર્ત માત્ર પ્રભુ કૃપાએ આત્મામાં સ્થિરતા થાય તો જીવ સમ્યગ્દર્શનને પામે છે. એના વિના જપ, તપ, ક્રિયા આદિ સર્વ, એકડા વગરના મીંડા જેવા છે. શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન પ્રાપ્ત થયે પણ જીવની કેવી દશા થાય તથા તે આગળ વધતો આત્મ અનુભવ કરીને ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી જાય છે. તે સર્વનું વર્ણન આ પાઠમાં કરે છે તે નીચે પ્રમાણે છે : (૯૧) દર્શન-સ્તુતિ (કવાલિ-ગઝલ. ચલાવા રાજતંત્રોને નીમે રાજા દીવાનોને–એ રાગ) વીતી સૌ કૃષ્ણ રજનીઓ, ઊગ્યો આ રાજતો ચંદ્ર, નમાવે શિર કર જોડી, જનો ઉર ઘાર આનંદ. ૧ અર્થ - કૃષ્ણપક્ષ સમાન અજ્ઞાનરૂપ અંધકારની સર્વ રાત્રિઓ જેની વ્યતીત થઈ ગઈ છે એવા પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનો શુક્લપક્ષમાં કાર્તિક પૂર્ણિમાના દિવસે જન્મ થવો તે પૂર્ણિમાના ચંદ્ર સમાન હતો. તે રાજચંદ્ર પ્રભુને જોઈ ભત્રોએ હૃદયમાં આનંદ પામી હાથ જોડીને પરમકૃપાવતારને નમસ્કાર કર્યો કે હવે અમારો પણ અજ્ઞાનરૂપ અંધકાર એમના દ્વારા અવશ્ય નાશ પામશે. ||૧|| બતાવે આંગળીથી કો, કહે : “જો સૂક્ષ્મ-દ્રષ્ટિથી” રચાતી સ્તુતિઓ ગાતાં, ઝીલે સૌ રાગ-પુષ્ટિથી. ૨ અર્થ - પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી જેવા આંગળીથી પરમકૃપાળુદેવને બતાવી આત્માર્થીને પ્રેમપૂર્વક કહે છે કે હવે તારી પર્યાયદ્રષ્ટિ મૂકી દઈ સૂક્ષ્મદ્રષ્ટિથી એટલે અંતરંગ ગુણોને જોવાની દ્રષ્ટિથી જો, તો એ પરમપુરુષ તને જ્ઞાનાવતાર લાગશે, ઘરમાં બેઠા છતાં વીતરાગ લાગશે. અનેક ભવ્યો એમના વિષે રચાયેલી સ્તુતિઓને-પદોને ભક્તિ ભાવપૂર્વક ગાય છે, અને તેને પુષ્ટિ આપવા બીજા મુમુક્ષુઓ પણ તે ભક્તિ-રાગોને પ્રેમપૂર્વક ઝીલે છે. રા. સુદર્શન સપુરુષોનું, કળિ-કાળે ગણો એવું, સફળ નેત્રો થયા તેનાં, પત્યું રે ! પાપનું દેવું. ૩ અર્થ - હવે સમ્યગ્દર્શનના ગુણગાન કરે છે. સમ્યગ્દર્શનને પામેલા એવા પુરુષોના આ કળિકાળમાં જેને દર્શન થયા તેના નેત્રો સફળ થઈ ગયા. તથા પરમકૃપાળુદેવ પ્રત્યે જો સાચી શ્રદ્ધા થઈ ગઈ તો અનાદિકાળનું પાપનું દેવું હતું તે પતી ગયું એમ જાણજો. આવા મળ્યા જો સંત ને સુયું કથન સાચું કહ્યું તેનું, અને જો માની લીધું તે, પતે તો પૂર્વનું લેણું. ૪ અર્થ - પૂર્વના પુણ્ય જો આત્મજ્ઞાની સંતપુરુષો મળી ગયા અને એકાગ્રચિત્તે તેમનું કહેલું સાચું કથન જો ભાવભક્તિપૂર્વક સાંભળીને હૃદયમાં માન્ય કરી લીધું તો તેના પૂર્વકર્મનું પાપપુણ્યનું લેણું જરૂર પતી જશે, અર્થાત્ તે બોઘથી આત્મા સમભાવને પામી કાલાંતરે સર્વકમનો નાશ કરશે. “અનાદિકાળના

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208