Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 203
________________ ૩૯૬ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨ અને ચારિત્રમોહનીની અનંતાનુબંધી કષાય સંબંધીની ચાર પ્રકૃતિ ક્રોઘ, માન, માયા, લોભ; એમ કુલ સાત પ્રકૃતિઓનો જે ઉપશમ કરે તે ઉપશમ સમકિતને પામે છે. જે દર્શનમોહને હટાવે છે તે વ્રતરહિત હોય તો પણ સ્વરૂપ-રમણતારૂપ સમ્યક્ચારિત્રને પામે છે. પછી સમકિત સહિત દેશવ્રતી હોય તો પાંચમા દેશવ્રતી ગુણસ્થાનકને અને સંપૂર્ણવ્રત ગ્રહણ કરી આત્મજ્ઞાની મુનિ બન્યા હોય તો છઠ્ઠા સર્વવિરતિ ગુણસ્થાનકને પામે છે. ા૨ા છદ્મસ્થ ઉપયોગ અપ્રમત્ત, રહે છે અંતર્મુહૂર્ત રે, કરું તે સાતિશય અપ્રમત્ત થયે થતો શ્રેણી-૨ક્ત રે, કરું અર્થ – સાતમા અપ્રમત્ત ગુણસ્થાને રહેલ છદ્મસ્થ આત્મજ્ઞાની મુનિનો ઉપયોગ અંતર્મુહૂર્ત માત્ર ટકે છે. પછી સાતિશય એટલે અપ્રમત્ત આત્મસંયમના યોગ સહિત તીક્ષ્ણ આત્મોપયોગવંત બનતા આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકમાં આવી અપૂર્વ આત્મશક્તિના બળે ક્ષપક શ્રેણીનો આરંભ કરે છે. ।।૨૧।। ચઢી અંતર્મુહૂર્ત શ્રેણી, બને અમમ, કેવળજ્ઞાની રે, કરું શૈલેશી-કરણ-યોગે, અયોગી સિદ્ધતા ભોગે રે, કરું અર્થ :— હવે ક્ષપક શ્રેણી પર ચઢેલ મહાત્મા શુકલ આત્મધ્યાનના પ્રચંડ બળે સર્વ ઘાતીયા કર્મોની પ્રકૃતિઓને જડમૂળથી સર્વથા નષ્ટ કરતો કરતો ૮,૯,૧૦ અને ૧૨માં ગુણસ્થાનકને શીઘ્ર વટાવી જઈ એક અંતર્મુહૂર્ત માત્રમાં તે તેરમા સયોગી કેવળી ગુણસ્થાનકે પહોંચી અમમ એટલે સર્વથા મમતારહિત કેવળજ્ઞાની બને છે. સયોગી કેવળી અવસ્થામાં આયુષ્ય પ્રમાણે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશે ઉણા એક પૂર્વ કોટિ વર્ષ સુઘી સ્થિતિ કરી રહે છે. અને આયુષ્યના અંતમાં શૈલેશીકરણ એટલે મેરુ પર્વત જેવી મન, વચન, કાયાની નિષ્કપ અડોલ સ્થિતિ કરવાથી ચૌદમા અયોગી કેવળી ગુણસ્થાનમાં આવે છે. ત્યાં પાંચ હ્રસ્વ અક્ષર તે અ,ઇ,ઉ,ઋ,લૂ બોલીએ તેટલો કાલ સ્થિતિ કરી સર્વ કર્મથી રહિત થયેલ તે શુદ્ધ આત્મા પોતાનો ઉર્ધ્વગામી સ્વભાવ હોવાથી ઉપર સિદ્ધાચલમાં જઈ વિરાજમાન થાય છે. ।૨૨।। કૃતકૃત્ય થતા તે અંતે, રહે શાશ્વત સુખ અનંતે રે, કરું ત્યાં દર્શન-જ્ઞાન અનંત, સુખ-વીર્યાદિ અનંત રે, કરું અર્થ :— આત્માના અપૂર્વ સામર્થ્ય યોગે અનંતકાળના કર્મોનો સામટો ગોટો વાળી નાખવાની પ્રક્રિયા એક અંતર્મુહૂર્તમાં કરવાથી અંતે કૃતકૃત્ય બની જઈ હવે મોક્ષમાં આત્માના શાશ્વત સુખમાં સર્વકાળ બિરાજમાન રહેશે; એવા અનંતજ્ઞાન, દર્શન, સુખ, વીર્યના સ્વામી પરમાત્માને અમારા કોટિશઃ પ્રણામ હો. ।।૨૩।। માટે અંતર્મુહૂર્ત કરી સફળ વ્યો સમ્યક્ત્વ રે, કરું તો નરભવ આવ્યો લેખે, તેથી સૌ શિવપદ દેખે રે, કરું અર્થ :— માટે હે ભવ્યો ! આ માનવદેહ પામીને સદ્ગુરુ કૃપાએ એક અંતર્મુહૂર્ત સ્વરૂપમાં સ્થિરતા કરી સમ્યક્દર્શનને પ્રાપ્ત કરી લ્યો તો આ તમારો મનુષ્યભવ અવશ્ય સફળ થયો એમ માનો. આ સમ્યક્દર્શનથી અથવા આત્મજ્ઞાનથી જ સર્વે આત્માઓ મોક્ષપદને પામ્યા છે. તેથી શ્રીમદ્ભુએ કહ્યું : “સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે.” ।।૨૪।।

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208