Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 201
________________ ૩૯૪ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અધ્યાયમાં આનું વર્ણન આપેલ છે. I૧૩મા વ્યસભવ ઘરે બસો ચાર, બાકી એકેન્દ્રિય ઘાર રે, કરું, કાચ બે ઘડીનો એ કાળ, રે! જન્મ-મરણ વિકરાળ રે, કરું, અર્થ - આગળની ગાથામાં જે સંખ્યા કહી તેમાં ત્રસકાયના બસો ચાર ભવ અને બાકીના બધા છાસઠ હજાર એકસો બત્રીસ ભવ એકેન્દ્રિયના એક અંતર્મુહૂર્તમાં જીવ કરે છે. એક અંતર્મુહૂર્તના અંદરનો કાળ તે કાચી બે ઘડી કહેવાય છે, અને અડતાલીસ મિનિટ પૂરી થયે પાકી બે ઘડી કહેવાય છે. હા! વિકરાળ એવા હજારો વાર જન્મ મરણ જીવ પાપના ફળમાં એક અંતર્મુહૂર્તમાં કરે છે. આ વારંવાર જન્મ મરણ થવાનું મૂળ કારણ જીવનું અનાદિકાળથી ચાલ્યું આવતું સ્વરૂપનું અજ્ઞાન છે અથવા મિથ્યાત્વ છે. “જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” -શ્રીમદ્ રાજચંદ્ર /૧૪મા પારમાર્થિક પુણ્ય કમાતાં, કહું કામ તે કેવા થાતાં રે?- કરું, જીંવ યથાપ્રવૃત્તિકરણેઃ સ્થિતિ-બંઘ-અપસરણે રે, કરું, અર્થ :- હવે એ મિથ્યાત્વને દૂર કરવા જીવ જો પારમાર્થિક એટલે આત્માર્થના લક્ષે પુણ્યની કમાણી કરે તો કેવા કામ થશે તે કહું? જીવ સમ્યક્દર્શન પામી ક્રમે કરી કેવળજ્ઞાન મેળવીને સર્વકાળને માટે સર્વદુઃખથી મુક્ત થઈ જશે. આ મહાકાર્ય એક સમ્યગ્દર્શનથી જ થઈ શકે છે. તે વિષે પરમકૃપાળુદેવ જણાવે છે : “અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યક્દર્શનને નમસ્કાર.” (વ.પૃ.૬૨૫) તે સમ્યગ્દર્શન પ્રાપ્તિ અર્થે પુરુષના બોઘને આજ્ઞાનુસાર જીવ અનુસરે તો યથાપ્રવૃત્તિકરણ સુધી આવીને કર્મોની સ્થિતિ અને બંઘનું અપસરણ એટલે તેમને ખસેડતો જાય. /૧૫ના એક જ અંતર્મુહૂર્ત પ્રતિ સમય શુદ્ધિ અનંત રે, કરું, વશે અનુભાગ પ્રશસ્ત, ઘટે વળી અપ્રશસ્ત રે, કરું અર્થ - યથાપ્રવૃતિકરણમાં આવ્યા પછી એક જ અંતર્મુહૂર્તમાં આત્માની શુદ્ધિ પ્રતિ સમયે અનંતગણી થાય છે. જેથી પ્રશસ્ત ભાવોનો અનુભાગ વધતો જાય છે અને અપ્રશસ્ત ભાવોનો અનુભાગ ઘટતો જાય છે. “પહેલાં અંતર્મુહૂર્ત કાળ સુઘી અઘઃકરણ કે યથાપ્રવૃત્તિકરણ હોય ત્યારે ચાર આવશ્યક (જરૂરની ક્રિયા) બને છે. (૧) સમયે સમયે અનંતગુણી વિશુદ્ધતા હોય. (૨) એક એક સૂક્ષ્મ અંતર્મુહૂર્તે નવા બંઘની સ્થિતિ ઘટતી જાય તે સ્થિતિબંઘ-અપસરણ આવશ્યક થાય. (૩) સમયે સમયે પ્રશસ્ત પ્રકૃતિઓનો રસ અનંતગણો વધે અને (૪) સમયે સમયે અપ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ (રસ) બંઘ અનંતમા ભાગે થાય; એવાં ચાર આવશ્યક થાય.” ઘામૃત ભાગ-૩ પત્રાંક ૨૩૨ (પૃ.૨૩૭) //૧૬ll આ અંતર્મુહૂર્ત-લીલા, કરે અશુભ બંથો ઢીલા રે, કરું, પછી અપૂર્વ-કરણનો કાળ, તે આથી ય ઓછો ભાળ રે, કરું, અર્થ - આ પ્રશસ્તભાવોની એક અંતર્મુહૂર્ત માત્રની લીલા છે. જે કર્મોના અશુભ બંઘોને ઢીલા કરી દે છે. પછી જીવ પુરુષના આશ્રયે કરકડીયા કરીને આગળ વધી અપૂર્વકરણમાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208