Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 199
________________ ૩૯૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ iાં કેવળજ્ઞાન પામ્યા. તેમ અનંતા પૂર્વે અંતકત કેવળી ભગવંતો શુક્લ ધ્યાનની શ્રેણીએ ચઢી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. તે સર્વ મહાન આત્માઓ ઘન્યવાદને પાત્ર છે. પણ બહુ અંતર્મુહૂર્તા ખોયાં, સુદર્શનાદિ નહીં જોયાં રે, કરું, ઉરે આજ્ઞા દૃઢ ઘારું, હવે ગણું ન બીજું સારું રે, કરું, અર્થ - પૂર્વકાળમાં અનેક અંતર્મુહૂર્તી ખોયા. “ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વહી ગયો છતાં સિદ્ધિ થઈ નહીં. કારણ સુદર્શનાદિ એટલે સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રાદિની પ્રાપ્તિ થઈ નહીં. સમકિત નવિ લહ્યું રે એ તો રૂલ્યો ચતુર્ગતિ માટે.” હવે હૃદયમાં સત્પરુષની આજ્ઞાને દ્રઢપણે ઘારણ કરું. કારણ કે – “અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાઘક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.” (વ.પૃ.૨૩) “અનંતકાળથી જીવ રખડે છે, છતાં તેનો મોક્ષ થયો નહીં. જ્યારે જ્ઞાનીએ એક અંતર્મુહૂર્તમાં મુક્તપણું બતાવ્યું છે! જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તો અંતર્મુહૂર્તમાં મુક્ત થાય છે.” (વ.પૃ.૭૬૬) માટે હવે પુરુષની આજ્ઞાથી વિશેષ બીજા પ્રત્યે પ્રેમભાવ રાખું નહીં. જેથી જીવને સમ્યક્દર્શનની પ્રાપ્તિ થાય. “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસે; વહ કેવળકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભૌ બતલાઈ દિયે.” -શ્રીમદ્ રાજચંદ્ર કા. હન ઉપયોગ એક પળનો, કૌસ્તુભ ગયાથી વધુ કળવો રે, કરું, ઘડી સાગુણી જતી એવી, હાનિકારક ગણી લેવી રે, કરું, અર્થ :- મનુષ્યભવની એક પળનો હીન ઉપયોગ કરવો તે કૌસ્તુભમણિ ખોવા કરતાં પણ વિશેષ ગણવા યોગ્ય છે. દુર્લભ એવો કૌસ્તુભ મણિ શ્રી કૃષ્ણને પ્રાપ્ત હતો, જેમાંથી સોનું ઝરે. એક પળની આટલી કિંમત છે તો ૬૦ પળની એક ઘડી એટલે ૨૪ મિનિટ થાય અને ૬૦ ઘડીના ૨૪ કલાક એટલે એક દિવસ થાય. એમ એક દિવસ જીવનો પ્રમાદમાં જાય તો કેટલી બધી આત્માને હાનિ થાય તેનો વિચાર જીવે કરવો જોઈએ. એક પળનો હીન ઉપયોગ તે એક અમૂલ્ય કૌસ્તુભ ખોવા કરતાં પણ વિશેષ હાનિકારક છે, તો તેવી સાઠ પળની એક ઘડીનો હીન ઉપયોગ કરવાથી કેટલી હાનિ થવી જોઈએ? એમ જ એક દિન, એક પક્ષ, એક માસ, એક વર્ષ અને અનુક્રમે આખી આયુષ્ય સ્થિતિનો હીન ઉપયોગ એ કેટલી હાનિ અને કેટલાં અશ્રેયનું કારણ થાય એ વિચાર શુક્લ હૃદયથી તરત આવી શકશે.” (વ.પૃ.૪૮૬) //શી દિન, માસ, વર્ષ ને આયુ હીન ઉપયોગે ગળાયું રે, કરું, તો મહાન હાનિ ગણાય, અશ્રેયનું કારણ થાય રે, કરું, અર્થ :- દિવસ, માસ, વર્ષ અને મનુષ્યનું સંપૂર્ણ આયુષ્ય જો સંસારના કામોમાં જ વ્યતીત થયું અને આત્માર્થ ન સધાયો તો જીવને મહાન હાનિ થઈ અર્થાત્ ચાર ગતિરૂપ સંસારની વૃદ્ધિ થઈને આત્માનું અત્યંત અશ્રેય એટલે અકલ્યાણ થશે માટે “જેમ બને તેમ યત્ના અને ઉપયોગથી ઘર્મને સાધ્ય કરવો યોગ્ય છે. સાઠ ઘડીના અહોરાત્રમાં વીશ

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208