Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
(૯૦) અંતર્મુહૂર્ત
કાળના ભારને સંપૂર્ણપણે હ૨વા સમર્થ છે એમ ગણી લેવું.
વશિષ્ઠ ઋષિના સત્સંગનું દૃષ્ટાંત – વશિષ્ઠ ઋષિને મળવા વિશ્વામિત્ર આવ્યા ત્યારે વશિષ્ઠ ઋષિએ કહ્યું “આવો રાજર્ષિ' એટલે વિશ્વામિત્રે વિવાદ ચાલુ કર્યો કે મને રાજર્ષિ કેમ કહ્યો ? એટલે બન્ને જણે નક્કી કર્યું કે આપણે મહાદેવ પાસે ન્યાય માંગીએ. મહાદેવ પાસે જઈને પૂછે છે કે વશિષ્ઠ ઋષિએ મને રાજર્ષિ કહ્યો તે યોગ્ય છે?’' મહાદેવ વિચારમાં પડી ગયા. થોડી વાર પછી વિચારીને મહાદેવે કહ્યું “આનો ઉત્તર વિષ્ણુ પાસેથી મળશે. હું આપી શકું એમ નથી.’ ત્યાંથી ત્રણે જણ વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુએ પણ મહાદેવની જેમ બ્રહ્મા પાસે જવાનું કહ્યું. ચારેય જણ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ પણ તેવી જ રીતે શેષનાગ પાસે જવાનું કહ્યું.
પાંચે જણ શેષનાગ પાસે જઈને પ્રશ્ન પૂછ્યો ત્યારે શેષનાગે કહ્યું “આ મારે માથેથી ભાર થોડો ઓછો થાય તો હું ઉત્તર આપી શકું.'’ તે ભાર પુણ્ય આપો તો ઓછું થાય.'' મહાદેવ કહે મારા તપનું જે ફળ હોય તે તને પ્રાપ્ત થાઓ.’’ પણ શેષનાગના માથેથી ભાર ઓછો થયો નહીં. તેમ બ્રહ્મા વિષ્ણુએ પણ પોતપોતાના તપનું ફળ આપ્યું પણ કંઈ ભાર ઓછો થયો નહીં. પછી વિશ્વામિત્ર કહે “મારા ૧૦,૦૦૦ વર્ષના તપનું ફળ તને પ્રાપ્ત થાઓ.’’ તોપણ કંઈ ફેર પડ્યો નહીં. પછી ૩૦,૦૦૦ વર્ષનાં તપનું ફળ કહ્યું પણ કંઈ ફેર પડ્યો નહીં. છેવટે ૬૦,૦૦૦ વર્ષનાં તપનું ફળ તને પ્રાપ્ત થાઓ. એટલામાં શેષનાગે જોરથી બૂમ પાડી અરે ભાઈ હવે બસ કરો. આ તો મારો ભાર ઘટવાને બદલે વધી ગયો. હવે તપનું ફળ નથી જોઈતું. પછી શેષનાગે વશિષ્ઠને કહ્યું ‘‘હવે તમે ગમે તેમ કરીને આ ભાર ઓછો કરો. ત્યારે વશિષ્ઠે કહ્યું ‘‘મેં તો ફક્ત લવ (અંતર્મુહૂર્ત) સત્સંગ કરેલ છે, તેનું જે ફળ હોય તે તને પ્રાપ્ત થાઓ.’’ આટલું કહેતા જ શેષનાગના માથેથી આખી પૃથ્વી અધ્ધર થઈ ગઈ. આ છે લવ સત્સંગનું માહાત્મ્ય. લવ સત્સંગનું ફળ પણ આશ્ચર્યકારી આવે છે, માટે આત્માર્થીએ સદા સત્સંગ જ કર્તવ્ય છે. ગા
ચિંતામણિ નરભવ તેથી, હિત પૂર્ણ સધાતું એથી રે, કરું એક અંતર્મુહૂર્ત માત્ર, ક૨ે જીવને મુક્તિ-પાત્ર રે, કરું
૩૯૧
અર્થ :– આ મનુષ્યભવને ચિંતામણિ કેમ કહ્યો? આ મનુષ્યભવમાં જીવ પુરુષાર્થ કરી મોક્ષ મેળવવા ચિંતવે તો પણ મળી શકે એમ છે. જે બીજી કોઈ ગતિમાં પ્રાપ્ત થઈ શકે એમ નથી. આત્માનું સંપૂર્ણ હિત મુક્તિ મેળવવામાં છે. એક અંતર્મુહૂર્ત માત્ર સદ્ગુરુ આજ્ઞાએ યથાર્થ પુરુષાર્થ કરી જીવ સ્વરૂપમાં સ્થિરતા કરે તો સમ્યક્દર્શનને પામી મુક્તિ મેળવવાને પાત્ર તે બની જાય છે. સમ્યક્દર્શન એ કેવળજ્ઞાન પ્રગટાવવા માટે બીજ સમાન છે. ।।૪।।
વરે ભરત કેવળજ્ઞાન, જ્યાં પ્રગટ્યું શુક્લ ધ્યાન ૨, કરું એક અંતર્મુહૂતૅ જાતા જીવ મોક્ષ, ઘન્ય ગણાતા રે, કરું
અર્થ :– ભગવાન ઋષભદેવની સદા આજ્ઞામાં રહેનાર તેમના પુત્ર શ્રી ભરત મહારાજાએ અપૂર્વ આત્મપુરુષાર્થ બળે અરીસા ભુવનમાં આત્મોપયોગની અખંડ એકધારાથી આગળ વઘી શુક્લધ્યાનની શ્રેણિ વડે અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટ કર્યું. ઈલાયચી કુમારે નાટકનો ખેલ કરતાં શુક્લધ્યાનમાં આવી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન મેળવ્યું. આ એમના અપૂર્વ આત્મપુરુષાર્થનું બળ છે.
ગજસુકુમાર જેવા પ્રભુ નેમિનાથની આજ્ઞાને શિરોધાર્ય કરી સ્મશાનમાં શુક્લધ્યાન પ્રગટાવી

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208