Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 197
________________ ૩૯ ૦ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ કરી ખૂબ હર્ષ પામ્યા. શ્રી શાંતિનાથ ભગવાનના ગુણગાન કરવાથી સર્વે પુણ્યની કમાણી કરી ગયા. ૧૦૯ાા શ્રી શાંતિનાથ ભગવાન પૂર્વે સમ્યદર્શનને પામી આ ભવમાં કેવળજ્ઞાનને પામ્યા. તેમ હે પ્રભુ! અમને પણ એક અંતર્મુહૂર્ત કાળ પર્યત સમ્યક્દર્શન આપો. જેથી અમે પણ કાળક્રમે કેવળજ્ઞાન પામી શાશ્વત એવા મુક્તિસુખને મેળવીએ. મુહૂર્ત એટલે અડતાલીસ મિનિટ. અંતર્મુહૂર્ત એટલે અડતાલીસ મિનિટમાં એક સમય ઓછો હોય ત્યાં સુધી અંતર્મુહૂર્ત કાળ કહેવાય. તે અંતર્મુહૂર્ત નવ સમયથી શરૂ થાય છે. તેને જઘન્ય અંતર્મુહૂર્ત કહે છે. તેટલા જઘન્ય કાળ સુધી પણ જીવ સમ્યગ્દર્શનને પામે, અને વમે નહીં તો પંદર ભવમાં તેનો મોક્ષ નિશ્ચિત છે. વમે તો પણ તેનો મોક્ષ અર્થપુદ્ગલ પરાવર્તનકાળમાં તો અવશ્ય થાય છે. તે અંતર્મુહૂર્ત સંબંધી અત્રે સમજ આપે છે : (૯૦) અંતર્મુહૂર્ત (સ્વામી સુજાત સુહાયા, દીઠા આનંદ ઉપાયા રે, મનમોહના જિનરાયા–એ દેશી) શ્રી રાજચંદ્ર ગુરુ ઉરે, આનંદ અનુપમ પૂરે રે, કરું વંદના બહુ ભાવે. - કળિકાળે અતિ ઉપકારી, મળી સત્ય સહાય તમારી રે, કરું, અર્થ - પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુવર્યના વચનામૃતો મારા હૃદયમાં અનુપમ આનંદને આપનાર હોવાથી તેમને હું પરમ ભક્તિભાવે પ્રણામ કરું છું. આ ઠંડાઅવસર્પિણી કળિકાળમાં આપ અમારા અત્યંત ઉપકારી છો. સત્ય મોક્ષમાર્ગ બતાવવામાં આપની અમને પરમ સહાય મળી છે માટે હું આપના ચરણકમળમાં કોટીશઃ પ્રણામ કરું છું. ના. અંતર્મુહૂર્ત અમોને, પ્રભુ સમ્યગ્દર્શન ઘોને રે, કરું, સત્સંગ વશિષ્ઠ ઋષિનો, અંતર્મુહૂર્ત સુઘીનો રે, કરું અર્થ:- હે પ્રભુ! પૂર્વે અનંત અંતર્મુહૂર્તો વ્યર્થ ખોયા. પણ હવે આપ પ્રભુનો અમને ભેટો થયો છે તો એક અંતર્મુહૂર્ત માત્ર પણ અમને સમ્યગ્દર્શન આપો અર્થાત્ આત્માનો સાક્ષાત્ અનુભવ કરાવો; જેથી અમારો મોક્ષ નિશ્ચિત થાય. જેમ એક અંતર્મુહૂર્ત સુઘીનો વશિષ્ઠ ઋષિનો સત્સંગ કેટલો બળ આપનાર થયો તેમ અમને પણ આપનો સમાગમ સમકિત આપનાર સિદ્ધ થાઓ. |રા રહો રહો રે રસભર દો ઘડીયા, દો ઘડીયા દિલસે અડિયા, રહો રહો રે રસભર દો ઘડીયા.” ઘરણી અથ્થર ઘરી રાખે, અતિ આશ્ચર્યકારી ભાખે રે, કરું, રે! સમ્યગ્દર્શન તેવું, ભવ-ભાર હરે, ગણી લેવું રે, કરું, અર્થ - વશિષ્ઠ ઋષિનો અલ્પ સમાગમ પૃથ્વીને અથ્થર ઘરી રાખે એ કેવું આશ્ચર્યકારી છે. તેમ શ્રી ગુરુની કૃપાથી જો સમ્યક્દર્શન પ્રાપ્ત થયું તો તે સંસારની ત્રિવિધ તાપાગ્નિ કે જન્મમરણના સર્વ

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208