Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 195
________________ ૩૮૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ કામપાલ નર કાપીને ફાંસી તુર્ત જિવાડે રે, સુણી વાત વસંતની હિત-વિશ્વાસ પમાડે રે - ૯૭ અર્થ :- નજીકમાં રહેલ કામપાલે આવી તે ફાંસીને તુર્ત કાપી તેને જિવાડ્યો. શા માટે તું મરણ પામે છે એ વાત જાણી તેને હિત કરે એવા વચનો કહી શાંતિ પમાડી. અને કહ્યું કે કોઈ પણ કામ માટે કદી મરવું નહીં; પણ તે કાર્ય સિદ્ધ કરવા પ્રયત્ન કરવો. કારણ જીવતા નર ભદ્ર પામે એમ કહ્યું છે. શા ‘હિંમત હાર નહીં હજી, કામ-મંદિરે આજે રે, આ જ વને તે આવશે કુલાચારને કાજે રે.”૯૮ અર્થ - તું હજી હિંમત હાર નહીં. કેસરા કુલાચાર પ્રમાણે આજે આ વનમાં રહેલા કામદેવના મંદિરમાં દર્શન કરવા આવશે. II૯૮. કામ-પ્રતિમા પાછળે, સંતાયા તે સાંજે રે, કન્યા અંદર એકલી પેઠી પૂજા કાજે રે. ૯૯ અર્થ :- એમ વિચારી બેય જણા સાંજે તે કામદેવના મંદિરમાં જઈ કામદેવની પ્રતિમાની પાછળ સંતાઈ ગયા. કન્યા કેસરા એકલી પૂજા કરવા માટે તે મંદિરની અંદર પેઠી. પલા દ્વાર બંઘ કરૈ તે કહે: ‘વસંત ભર્તા થાજો રે, મરવા તૈયારી કરે, પ્રગટ વસંત જ થાતો રે. ૧૦૦ અર્થ - પછી મંદિરના દ્વાર બંઘ કરી તે દેવને કહેવા લાગી. ભવાંતરમાં પણ મારો ભર્તાર વસંત થજો. એમ કહી જ્યાં મરવાની તૈયારી કરે છે તેટલામાં ત્યાં વસંત જ પ્રગટ થવાથી તે હર્ષ પામી. II૧૦૦ના ઘન-જીંવ કામપાલ આ, ઘનપતિ મદિરા જાણો રે; મદિરા મામા-પુત્રી છે, કેસરની મન આણો રે. ૧૦૧ અર્થ - પૂર્વભવનો વણિક મિત્ર ઘનદનો જીવ જ આ ભવમાં કામપાલ થયેલ છે. અને પૂર્વભવનો વણિક ઘનપતિ મિત્ર માયા કરવાથી આ ભવમાં મદિરા નામે સ્ત્રી અવતાર પામેલ છે. મદિરા તે કેસરાના મામાની જ પુત્રી છે તે પણ અહીં કેસરાના લગ્નમાં આવી છે. ૧૦૧ કામપાલ ને કેસરા કપડાં બદલી લે છે રે, કામપાલ નીચે મુખે, જઈ સખી-સંગ મળે છે રે. ૧૦૨ અર્થ - હવે કાર્યસિદ્ધ કરવાની યુક્તિ વિચારી કામપાલે કેસરાના કપડાં પહેર્યા અને કેસરાએ કામપાલનો પુરુષવેષ ઘારણ કર્યો. કામપાલ કેસરાના કપડાં પહેરી લજ્જાથી મુખ ઢાંકી નીચે મુખે મંદિરમાંથી બહાર નીકળી સખીઓની સાથે મળી ગયો. અને વસંત અને કેસરા થોડા સમય પછી મંદિરમાંથી નીકળી દૂર પલાયન કરી ગયા. /૧૦રા ઘેર જઈ એકાંતમાં બેઠો ત્યાં જ મદિરા રે, સગી કેસરાની હતી, તે કહે બની અથીરા રે-૧૦૩ અર્થ - ઘેર જઈ કામપાળ કેસરાના વેષે એકાંતમાં બેઠો ત્યાં મદિરા જે કેસરાના મામાની દીકરી બહેન હતી તે આવીને અધીરી થઈ કહેવા લાગી. ||૧૦૩

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208