________________
(૮૬) ઉન્મત્તતા
૩૩ ૫
જાય છે. તેમની આજ્ઞાથી જીવ રંગાતો જાય છે. અને ચરણાનુયોગ, દ્રવ્યાનુયોગ વડે આત્મા આગળ વધતો જાય છે. પછી સંયમ વર્ધમાન થવાથી કર્મના આવરણ નાશ પામે છે. તેના ફળસ્વરૂપ આત્માનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. એ વાત આત્માર્થી જીવો સારી રીતે જાણે છે. “જેમ જેમ સંયમ વર્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ સમ્યક્રદર્શનનું નિર્મલત્વ છે, તેનું કારણ પણ ‘દ્રવ્યાનુયોગ થાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૮૬૬ (પૃ.૬૩૨) I/૧૬ના
અવધિ, મન:પર્યાય, કેવળ સુંનામનાં જ્ઞાન ગણો પ્રત્યક્ષ; ફળ એ સુઘર્મના. ઇન્દ્રિય, મનન સહાય નથી તે જ્ઞાનમાં, કેવળ જ્ઞાન જ પૂર્ણ, વિકલ બે જાણવાં. ૧૭
અર્થ - અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ ત્રણેયને પ્રત્યક્ષ જ્ઞાન માનો. સમ્યક ઘર્મની આરાધનાના ફળસ્વરૂપ આ જ્ઞાન પ્રગટે છે. આ ત્રણેય જ્ઞાનમાં ઇન્દ્રિય કે મનની સહાયતા નથી. એ જ્ઞાનો ઇન્દ્રિયાતીત છે. જેમાં કેવળજ્ઞાન એ સંપૂર્ણ પ્રત્યક્ષ છે અને અવધિજ્ઞાન તથા મન:પર્યયજ્ઞાન એ બે જ્ઞાન અંશે પ્રત્યક્ષ છે. ૧૭થી
સુઅવધિ-કુઅવઘિ ભેદ સુદૃષ્ટિ થયે-ગયે, બાકીનાં બે જ્ઞાન જ્ઞાનીનાં હૃદયે. શાસ્ત્ર-આજ્ઞા પરોક્ષ, મળે ફળ યોગ્યતા; જ્ઞાનીની પ્રત્યક્ષ, દે અહો! મુક્તતા. ૧૮
અર્થ - સુઅવધિ અને કુઅવધિ એ અવધિજ્ઞાનના બે ભેદ આત્મા સમ્યગ્દષ્ટિ થયે મટી જાય છે. પછી તે જે જાણે તે સમ્યક હોય છે. બાકીના મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન, એ બે જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં સંયમની અત્યંત વિશુદ્ધિ થયે પ્રગટ થાય છે.
જ્ઞાન પ્રાપ્તિ માટે શાસ્ત્રોમાં જે આજ્ઞાઓ કહી છે તે પરોક્ષ આજ્ઞાઓ છે. તેનું ફળ જ્ઞાનપ્રાપ્તિની યોગ્યતા આવે છે. જ્યારે જ્ઞાનની પ્રત્યક્ષ આજ્ઞા જીવને અહો! શીધ્ર મુક્તિ અપાવે છે.
“શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાઘવી જોઈએ.” -શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૨૦૦ (પૃ.૨૬૨) I/૧૮ાા
આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવવા માટે જીવે ઉન્મત્તદશાનો ત્યાગ કરવો. ઉન્મત્તતા એટલે મોહનું ગાંડપણ, મોહની ઘેલછા. તેથી જીવની દારૂ પીથા જેવી દશા થઈ જાય છે. જેને વિવેક નથી પ્રગટ્યો તે જીવ ઉન્મત્ત છે. તેને હિતાહિત કે કત્યાકયનું પણ ભાન નથી. ઉન્મત્તતાવાળો જીવ ઘર્મમાં અત્યંત બેદરકાર હોય, ઘર્મની તેને કંઈ પડી ન હોય. એવા જીવોનું મન સમપણે ન રહે, નિરંકુશ થાય. તેથી સદા અશાંત રહે. આ વિષે વિશેષ સમજણ આ પાઠમાં આપવામાં આવે છે.
(૮૬) ઉન્મત્તતા
(અરિહંત નમો, ભગવંત નમો, પરમેશ્વર શ્રી જિનરાજ નમો–એ રાગ)
જ નમો-એ રાગ)
( )
શ્રી રાજચંદ્ર ભગવંત-પદે હું કરું વંદન અગણિત અહો! - જેની ક્ષાયિક ભાવે થઈ ગઈ ઉન્મત્તતા વ્યતીત અહો! શ્રી રાજ,