Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 186
________________ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨ અર્થ ઃ– અચિરા રાણીની કૂખે મેઘરથ રાજાનો જીવ સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવીને ભાદરવા સુદ સાતમે આવ્યો ત્યારે માતાએ સોળ સ્વપ્નોને નિહાળ્યા. તે હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મીનો અભિષેક, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, પૂર્ણ કુંભ, સરોવર, સાગર, વિમાન, રત્નનો રાશિ, નિઘૂમ અગ્નિ, મીનયુગલ અને ધરણેન્દ્ર એ સોળ સ્વપ્નો હતા. તે હર્ષથી પોતાના ભરથાર રાજા વિશ્વસેનને જણાવ્યા. ત્યારે તેમણે કહ્યું : હે પ્રિયા! તને શુભ લક્ષણોથી સંપૂર્ણ અને સર્વ અંગે સુંદર એવો પુત્ર 421.118811 ગર્ભ-મહોત્સવ જાણીને, ઇન્દ્રાદિ સુર આવે રે, માતપિતાને પૂજૅને પ્રભુને નીરખે ભાવે રે. ૪૫ ३८० અર્થ • પ્રભુનો ગર્ભ-મહોત્સવ અથવા ચ્યવન કલ્યાણક જાણીને ઇન્દ્રાદિ દેવોનું આગમન થયું. માતાપિતાને પૂજી ભાવ ભક્તિથી પ્રભુને નીરખી સૌ આનંદ પામ્યા. ।।૪૫।। સેવા કરતી દેવીઓ માતાની સૌ વાતે રે, જેઠ માસ વદ ચૌદશે, જન્મ્યા પ્રભુ પ્રભાતે ૨. ૪૬ અર્થ :– જિનમાતાની સૌ વાતે છપ્પન દિક્કુમારી દેવીઓ સેવા કરતી હતી ત્યારે જેઠ માસની વદ ચૌદશે પ્રભાતમાં પ્રભુ જન્મ પામ્યા. ॥૪૬॥ જન્મ-મહોત્સવ કારણે દેવદેવી બહુ આવે રે, ઇન્દ્રાણી પ્રસૂતિ-ગૃહે જઈ વંદે પ્રભુ ભાવે રે. ૪૭ અર્થ :— જન્મ-મહોત્સવના કારણે દેવદેવીઓ બહુ આવી ત્યારે ઇન્દ્રાણીએ પ્રસૂતિ-ગૃહમાં જઈ પ્રભુને ભાવથી વંદન કર્યાં. ૫૪૭।। જનનીને ઊંઘાડીને, પ્રભુને પ્રેમે ઊંચકી, માયા-બાળક મૂકી રે, હર્ષભારથી ઝૂકી ૨૪૮ અર્થ :– ઇન્દ્રાણીએ પ્રભુમાતાને અવસ્વાપિની નિદ્રા આપી તથા તેમની પાસે માયામય બીજું બાળક મૂકી પ્રભુને પ્રેમપૂર્વક ઊંચકી, હર્ષભારથી ઝૂકી ઝૂકીને તે ઇન્દ્ર સમીપ આવી. ।।૪૮।। અર્પે ઇન્દ્રકરે શચી, મેરુ ઉપર લઈ જાતા રે, સ્નાત્ર કરી ઉલ્લાસથી, લાવી મૂકે જ્યાં માતા રે. ૪૯ અર્થ :– ભક્તિભાવ સહિત શચી એટલે ઇન્દ્રાણીએ પ્રભુને સૌધર્મ ઇન્દ્રના હાથમાં અર્પણ કર્યા. ત્યારે ઇન્દ્રે પોતાના પાંચ સ્વરૂપ બનાવ્યા. એક રૂપે પ્રભુને બે હાથમાં લીઘા. બીજા રૂપે પ્રભુ ઉપર છત્ર ધારણ કર્યું, ત્રીજા અને ચોથા રૂપે પ્રભુની બેય બાજુ ચામરો વીંજવા લાગ્યા અને પાંચમા રૂપે પ્રભુ આગળ વજ્ર ઉછાળતાં મેરુ પર્વતના શિખર તરફ પ્રયાણ કર્યું. ત્યાં જઈ શાશ્વતી અતિપાંડુકબલા નામની શિલાના આસન ઉપર સૌધર્મેન્દ્ર પ્રભુને પોતાના ઉત્સંગમાં બેસાડ્યા. પછી અચ્યુતેન્દ્ર વિગેરે દેવોએ સુવર્ણ, મણિ વગેરે કળશો વિકુર્તી સુગંધી તીર્થજળવડે હર્ષોલ્લાસથી પ્રભુનો જન્માભિષેક કર્યો. પછી પાછા ભક્તિપૂર્વક પ્રભુને લાવી માતા પાસે પઘરાવ્યા. ।।૪૯।। દિવ્ય વસ્ત્ર-આભૂષણે મંડિત નીરખે માતા રે નિદ્રા ઇન્દ્રે ટાળી જ્યાં; નૃત્ય કરી સુર જાતા ૨ે. ૫૦

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208