Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 188
________________ ૩૮૨ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨ ચક્રરત્ન-ઉત્પત્તિથી આયુઘશાળા આયુધશાળા શોભે, છયે ખંડ સાથી લીંઘા, જ્ઞાને રહી અલોભે રે. ૫૬ અર્થ :— એકદા શાંતિનાથ રાજાની આયુધશાળામાં હજાર આરાવાળું તથા હજાર યક્ષોથી અધિષ્ઠિત ઉત્તમ ચક્રરત્ન ઉત્પન્ન થવાથી પોતે ચક્રવર્તી પદને પામ્યા. જ્ઞાનના બળે અલોભથી જેને કંઈ જોઈતું નથી એવા પ્રભુએ પણ પૂર્વ પુણ્યને ભોગવી ખેરવી લેવા અર્થે છ ખંડ સાધ્યા. II૫૬।। ચૌદ રત્ન, નવ નિધિ ને ભરત-ભૂમિની ઋદ્ધિ રે, સંન્યાસી સમ ભોગવે, ચૂકે ન આત્મ-સમૃદ્ધિ રે. ૫૭ અર્થ – પ્રભુ ચૌદ રત્ન, નવ નિધિ અને ભારતભૂમિની ઋદ્ધિના સ્વામી હોવા છતાં, ઘરમાં રહ્યાં છતાં, પણ મનથી સંન્યાસી સમાન નિર્લેપ રહી કદી આત્માની જ્ઞાન સમૃદ્ધિને ભુલતા નથી. પ્રભુ બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓના સ્વામી છે. અનેક પ્રકારની મોટી સમૃદ્ધિ સહિત ચક્રવર્તીપદને ભોગવતાં સ્વામીએ પચ્ચીસ હજાર વર્ષાં નિર્ગમન કર્યા. ૫૭॥ દર્પણ સામે એકદા ઊભા રહી જ્યાં દેખે રે, અનેક રૂપ નિહાળતાં, પૂર્વ ભવો નિજ પેખે રે, ૫૮ અર્થ :– એકદા દર્પણ સામે ઊભા રહી શરીરના અનેક રૂપ નિહાળતાં પોતાના અનેક પૂર્વ ભવોનો વિચાર જાગૃત થયો. ॥૫॥ પ્રતિબિંધ સમ મેં કર્યાં અનેક ભવ હા! આવા રે, આ ભવમાં ચૂકું નહીં,” એ વિચા૨ે આવ્યા રે. ૫૯ અર્થ :— દર્પણમાં આ શરીરના અનેક પ્રતિબિંબની જેમ મેં પૂર્વે હા! અનેક ભવો કર્યા છે. પણ હવે -- આ ભવમાં સંપૂર્ણ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવાનું હું ચૂકીશ નહીં, એવા દૃઢ વિચાર પર આવ્યા. ॥૫॥ બ્રહ્મલોકથી દેવ ત્યાં સારસ્વતાદિક આવે રે, “પ્રગટાવો પ્રભુ, તીર્થને” સંદેશો દઈ, જાવે રે. ૬૦ અર્થ :– એકઠા પાંચમા બ્રહ્મદેવલોકમાં વસનારા સારસ્વતાદિક વગેરે લોકાંતિક દેવોએ આવી ભક્તિપૂર્વક પ્રભુને વિનંતી કરી કે પ્રભુ તીર્થ પ્રવર્તાવો. એવો તેમનો નિયોગ હોવાથી પ્રભુને સંદેશો દઈ પાછા ચાલ્યા ગયા. ।।૬।। ઇન્દ્રાદિ સુર આવીને કરે મહોત્સવ મોટો રે, પ્રભુ પણ સૌ સંબંધીને, સમજાવે ભવ ખોટો રે. ૬૧ = અર્થ :– પ્રભુએ પણ જ્ઞાનથી દીક્ષાનો સમય જાણી એક વર્ષ સુધી યાચકોને વાંછિત દાન આપ્યું. ઇન્દ્રાદિ દેવોએ આવી મોટો દીક્ષા મહોત્સવ કર્યો. પ્રભુએ પણ સર્વ સંબંધીઓને સમજાવ્યા કે આ સંસાર બહુ ખોટો છે અને અંતે દુઃખને આપનાર છે. ।।૧|| કુરુરુરિ પુત્ર સ્થાપીને ગાદી ૫૨, સૌ ત્યાગે રે, દિવ્ય પાલખીમાં ગયા ‘સહઆમ્રવન’ બાગે રે. ૬૨ અર્થ:- = શ્રી શાંતિનાથે પોતાના પુત્ર કુરુહરિને રાજ્યગાદી ૫૨ સ્થાપી પોતે સર્વ પદાર્થોનો ત્યાગ

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208