Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 192
________________ ૩૮૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - સાંસારિક ઇન્દ્રિય સુખની લાલસા મનમાંથી ટળતાં આ કષાયો પણ કંપવા લાગે છે. તો અક્ષય એવા આત્મિક સુખને લીઘા વિના સાચો મુમુક્ષુ કેમ જંપે? ન જ જંપે. તે શાશ્વત સ્વાધીન પોતાનો આત્માનંદ મેળવવા સદા વિષય કષાયને કાઢવાનો જ પુરુષાર્થ કર્યા કરે. આ પ્રમાણે ભગવાન શાંતિનાથે સમવસરણમાં બેસી દેશના આપી. ૮રા. કુહરિ પ્રભુને નમી, પૂંછે “હું પામ્યો શાથી રે નૃપ-પદ, ઉત્તમ ભેટને ભોગવી શું ન શકાતી રે?” ૮૩ અર્થ :- આ ભવનો પ્રભુ શાંતિનાથનો પુત્ર રાજા કુરુહરિ પ્રભુને નમીને પૂછવા લાગ્યો કે પ્રભુ! આ રાજપદ હું શાથી પામ્યો? અને મને મળેલી ઉત્તમ ભેટ હું કેમ ભોગવી શકતો નથી? એનું શું કારણ છે તે કૃપા કરી જણાવો. An૮૩ાા. કહે કેવળી : “દાનથી નૃપ-પદવી આ લાથી રે, અનેક આથીન ભોગ ના ભોગવાય એકલાથી રે. ૮૪ અર્થ - ત્યારે કેવળી થયેલા ભગવાન શાંતિનાથ કહે : તેં પૂર્વભવમાં દાન કરેલ છે તેથી આ રાજપદવીને પામ્યો છું. અનેકના પુણ્યબળે મળેલા આ ભોગ તારા એકલાથી ભોગવી શકાતા નથી. II૮૪ પૂર્વભવ વિસ્તારથી કહું સુણો : શ્રીપુરે રે ઘનેશ્વર, ઘનપતિ અને સુઘન, ઘનદ એ ચારે ૨ ૮૫ અર્થ – તારો પૂર્વભવ વિસ્તારથી કહું છું તે સાંભળ. શ્રીપુરનગરમાં ધનેશ્વર, ઘનપતિ, સુધન અને ઘનદ એ ચારે વણિક રહેતા હતા. ૮પી. વણિક મિત્રો પ્રેમથી રહે સહોદર જેવા રે; દ્રોણ માઁર-માથે મૅકી ભાથું, જાય ઘન લેવા રે. ૮૬ અર્થ - આ ચારે વણિક મિત્રો પરસ્પર પ્રેમથી સહોદર એટલે ભાઈની જેમ રહેતા હતા. તે એકવાર દ્રોણ નામે મજૂરના માથે ખાવાનું ભાથું મૂકી ઘન કમાવા માટે રવાના થયા. ૮૬ાા મહા અટવીમાં મુનિને, દેખી પાયે લાગ્યા રે, ભાથું અલ્પ હતું છતાં દાનભાવ બહુ જાગ્યા રે. ૮૭ અર્થ - રસ્તે ચાલતા મહા અટવીમાં એક મુનિને દેખી તેમના ચરણ કમળમાં બઘાએ નમસ્કાર કર્યા. ખાવાનું અલ્પ ભાથું હતું છતાં મુનિને દાન દેવાના ભાવ ખૂબ જાગ્યા. ૮થા. કહે વણિકો દ્રોણને : “દાન મુનિને દે, દે રે,” શ્રદ્ધા અધિકી આણ તે મુનિને આનંદે દે રે. ૮૮ અર્થ :- ચારે વણિકો દ્રોણને કહેવા લાગ્યા કે આ મુનિને દાન દે દાન દે. ત્યારે દ્રોણે સૌથી અધિક શ્રદ્ધા આણી ભાવપૂર્વક મુનિને દાન આપી આનંદ પમાડ્યો. તેથી તેણે મહા ભોગફળકર્મ ઉપાર્જન કર્યું. દટા સ્વાતિ નક્ષત્ર ટીપું જો, છીપે પડતાં મોતી રે, તેમ સુપાત્રે દાનથી પ્રગટી પુણ્યની જ્યોતિ રે. ૮૯ અર્થ – સ્વાતિ નક્ષત્રમાં વરસાદનું ટીપું છીપમાં પડે તે મોતી બની જાય છે, તેમ સુપાત્રમાં

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208