Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 187
________________ (૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩ ૩૮૧ અર્થ - “ઇન્દ્ર પ્રભુમાતાની અવસ્થાપિની નિદ્રા દૂર કરી ત્યારે દિવ્ય વસ્ત્ર અને આભૂષણથી મંડિત પ્રભુને નીરખીને માતા અતિ હર્ષિત થઈ. શક્રેન્દ્ર ભગવાનના અંગૂઠામાં અમૃતનો સંચાર કર્યો. તે અમૃતના આહારથી પ્રભુ રૂપ અને લાવણ્યની સંપત્તિ સહિત વૃદ્ધિ પામવા લાગ્યા. દેવતાઓએ પ્રભુ આગળ નૃત્ય કર્યું. પછી સૌઘર્મેન્દ્ર વગેરે નદીશ્વર દ્વીપે ગયા. ત્યાં બીજા સર્વ ઇન્દ્રો વગેરે મેરુ પર્વતથી પરભારા આવેલા. ત્યાં સર્વેએ જન્મોત્સવ નિમિત્તે અષ્ટાલિકા મહોત્સવ આદરી ખૂબ ભાવભક્તિ કરીને બધા પોતપોતાના સ્થાને ગયા. ૫૦ગા. “શાંતિનાથ સુંનામ દે, ઊછરે તે આનંદે રે, પૂર્વ પુણ્ય પૂરું કરે, સુર સહ રમે ઉમંગે રે. પ૧ અર્થ - રાજા વિશ્વસેને પણ આખા નગરમાં પ્રભુનો મહાન જન્મ મહોત્સવ કર્યો. બારમે દિવસે પોતાના સમગ્ર બંધુવર્ગને પોતાને ઘેર બોલાવી ઉત્તમ ભોજન કરાવી તેમની સમક્ષ પ્રભુના પિતાએ કહ્યું: હે સજ્જનો! આ પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારથી આખા નગરમાં મરકીના ઉપદ્રવની શાંતિ થઈ હતી, તેથી આ પુત્રનું નામ હું ‘શાંતિનાથ” પાડું છું. તે નામ સર્વને ઘણું રુચિકર થયું. પ્રભુ આનંદમાં દિનોદિન ઊછરવા લાગ્યા. દેવતાઓ સાથે ઉમંગથી રમતા પ્રભુ પૂર્વે બાંધેલા પુણ્યકર્મને પૂરું કરવા લાગ્યા. //પલા ત્રણ સુજ્ઞાને દીપતા, સુખશાંતિ ફેલાવે રે, કનક-કાંતિ શરીરની ઉષા રવિ બતલાવે રે. પર અર્થ - મતિ, શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાનથી દૈદિપ્યમાન પ્રભુ સર્વત્ર સુખશાંતિ ફેલાવતા હતા. પ્રભુનું આખું શરીર સુંદર સુવર્ણવાળું હતું. તેની કાંતિ એટલે પ્રભા તે ઉષાકાળ અર્થાત્ પ્રાતઃકાળમાં ઊગતા સૂર્યની કાંતિને બતાવતી હતી. /પરા દૃઢરથ-જ્જૈવ સુરતા તજી, વિશ્વસેન-સુત થાતો રે, ચક્રાયુઘના નામથી, યશવર્તી-સુત પ્રખ્યાત રે. ૫૩ અર્થ - પૂર્વભવમાં દ્રઢરથનો જીવ હવે દેવપણું તજીને વિશ્વસેન રાજાની બીજી રાણી યશવતીના કુખે આવી જન્મ પામ્યો. તેનું ચક્રાયુઘ નામ રાખવામાં આવ્યું. //પરા યૌવનવયમાં આવતાં, ચંદ્ર-રવિ સમ ભ્રાતા રે, પિતા પરણાવે હવે સુંદરીઓ, હરખાતા રે. ૫૪ અર્થ :- બેયભાઈ યૌવનવયમાં આવતાં ચંદ્રસર્યની જેમ શોભા પામવા લાગ્યા ત્યારે પિતાએ હર્ષથી અનેક રૂપવતી કુળવતી સુંદરીઓ સાથે તેમનું પાણિગ્રહણ કરાવ્યું. ૫૪મા વિશ્વસેન હિત સાથવા, શાંતિનાથને દેતા રે રાજ્યાભાર ભોગે ભર્યો, દીક્ષા પોતે લેતા રે. પપ અર્થ - વિશ્વસેન પોતાના આત્માનું હિત સાધવા માટે રાજ્યનો ભાર જે ભોગોથી ભર્યો છે તે શાંતિનાથને આપી પોતે દીક્ષા ગ્રહણ કરે છે. શાંતિનાથને પચ્ચીસ હજાર વર્ષ વ્યતીત થયા ત્યારે પિતાએ તેમને રાજ્યસન પર સ્થાપિત કર્યા. પપા.

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208