Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 184
________________ ૩૭૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ અર્થ - તીર્થંકર પદ પ્રાપ્તિની સોળ કારણ ભાવનાઓ આ પ્રમાણે છે. પહેલી દર્શન વિશુદ્ધિ ભાવનાને ઘારણ કરે છે. જે નિશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢ દ્રષ્ટિ, ઉપગૃહન, સ્થિતિકરણ વાત્સલ્ય અને પ્રભાવના એ આઠ અંગથી સહિત છે, બીજી વિનય સંપન્નતા ભાવનાને ભાવે છે. જેના પાંચ પ્રકાર છે. દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય અને ઉપચારવિનય. IT૩રા શીલવ્રતે અતિચાર ના લાગે, મન સલ્તાત્રે રે, ‘અભીષ્ણ શ્રુતે ભાવના, વિરાગ વસ્તુમાત્ર રે, ૩૩ અર્થ - ત્રીજા શીલવ્રતમાં અતિચાર ન લાગે એવી ભાવનાને ભાવે છે. તેના માટે મનને સન્શાસ્ત્રના વિચારમાં રોકે છે. કારણ કામસેવન નામનું એકલું પાપ હિંસા આદિ સર્વ પાપોને પુષ્ટ કરે છે તથા ક્રોધાદિ કષાયોની તીવ્રતા કરાવે છે. ચોથી અભીસ્મ જ્ઞાનોપયોગ ભાવનાને ભાવે છે. અભીસ્મ એટલે નિરંતર આત્મા સંબંધી જ્ઞાનમાં ઉપયોગને રોકે છે. પાંચમી સંવેગ ભાવનાને ભાવવાથી વસ્તુમાત્ર પ્રત્યે વિરક્તભાવ રાખે છે. “મુક્ત થવા સિવાય બીજી કોઈપણ પ્રકારની ઇચ્છા નહી, અભિલાષા નહીં તે સંવેગ.” -શ્રીમદ્ રાજચંદ્ર (૩૩ાા જ્ઞાનાદિના દાનથી ત્યાગભાવના ભાવે રે, યથાશક્તિ આજ્ઞા વડે બાર તપે મન લાવે રે, ૩૪ અર્થ :- છઠ્ઠી શક્તિ પ્રમાણે ત્યાગ ભાવનાને ભાવે છે. બીજાને સમ્યકજ્ઞાન આદિનું દાન આપી સ્વયં બાહ્ય દશ પ્રકારના પરિગ્રહને અને અંતરંગ ચૌદ પ્રકારના પરિગ્રહનો યથાશક્તિ ત્યાગ કરે છે. સાતમી શક્તિ પ્રમાણે તપભાવનામાં યથાશક્તિ આજ્ઞા સહિત છ બાહ્ય અને છ અંતરંગ તપને તપે છે. તપ છે તે કર્મ નિર્જરાનું કારણ છે. [૩૪. તપ-વિધ્રોને ટાળતાં, “સાધુ-સમાધિ સાચી રે, અવદ્ય સૌ ઉપાયથી સેવા કરે અયાચી રે. ૩૫ અર્થ :- સંયમીને કોઈ કારણે વિઘ્ન આવી પડે તો વિદ્ગોને દૂર કરી વ્રત, શીલની રક્ષા કરવી તે આઠમી સાધુ-સમાધિ નામની ભાવનાને ભાવે છે. કોઈ જીવોનો વઘ ન થાય એવા અવદ્ય સર્વ ઉપાયથી મુનિવરોની પરસ્પર અયાચીપણે અર્થાત્ નિષ્કામભાવે સેવા કરવી તે નવમી વૈયાવૃત્તિ નામની ભાવનાને ભાવે છે. રૂપાા જિન, સૂરિ, વાચક, શાસ્ત્રની વિવિઘ ભાવે ભક્તિ રે ષ આવશ્યક* ના તજે, કરે યથા-વિધિ-શક્તિ રે. ૩૬ અર્થ - જિન એટલે અરિહંતભક્તિ ભાવના નામની દસમી ભાવના છે. અગ્યારમી આચાર્યભક્તિ ભાવના. બારમી વાચક એટલે ઉપાધ્યાય જેમને શ્રુતજ્ઞાનરૂપ દિવ્યનેત્ર છે એવા મહાત્માઓની ભક્તિ કરવી તે બારમી બહુશ્રુત ભક્તિભાવના. શાસ્ત્રની વિવિઘ ભાવે ભક્તિ કરવી તે તેરમી પ્રવચનભક્તિ ભાવના. ચૌદમી આવશ્યક અપરિહાણિ ભાવના ભાવવામાં તત્પર મુનિઓ સામાયિક, સ્તવન, વંદના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને કાયોત્સર્ગ એ છ આવશ્યકને કરવાનું છોડતા નથી. પણ યથાવિધિ તેમજ યથાશક્તિ પ્રમાણે તેને અવશ્ય કરે છે. ૩૬ાા

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208