Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 183
________________ (૮૯) શ્રી શાંતિનાથ ભાગ-૩ 3७७ પંકે પગ ના મૂકવો ઠીંક, ખરડી ઘોયાથી રે; મુક્તિ-માર્ગ ગમે મને, ભવ-સંકટ જોયાથી રે.” ૨૬ અર્થ :- પંક એટલે કીચડમાં પગ ખરડીને ઘોવો તેના કરતાં પગ ન મૂકવો તે વઘારે ઠીક છે. આ સંસારમાં અનેક સંકટ રહેલા હોવાથી મને તો આ મુક્તિમાર્ગ જ પ્રિય લાગે છે. પારકા મેઘસેન સુતને દઈ રાજ્ય, ઘરે તે દીક્ષા રે, સાત સહસ્ત્ર રાજા બીજા, દીક્ષા લઈ લે શિક્ષા રે. ૨૭ અર્થ :- પોતાના પુત્ર મેઘસેનને રાજ્ય દઈ મેઘરથ રાજાએ દીક્ષા ગ્રહણ કરી ત્યારે બીજા સાત હજાર રાજાઓ પણ દીક્ષા લઈ આત્મશિક્ષાને ભણવા લાગ્યા. રશા એક મોક્ષના લક્ષથી, જીવ-અર્જીવ છે જાણે રે, રત્નત્રય ઉપાસતા, નિષ્કષાયતા આણે રે. ૨૮ અર્થ :- તેઓ માત્ર મોક્ષ પ્રાપ્તિના લક્ષથી જીવ અજીવ એ બે તત્ત્વોને યથાર્થ જાણે છે. તથા સમ્યક્દર્શનશાનચારિત્રમય રત્નત્રયની ઉપાસના કરતાં નિષ્કષાયભાવને હૃદયમાં આણે છે. ૨૮ના પંચ વિષય-વિષ તે તજે, છકાય જીવો રક્ષે રે, સાતે ભય તે ટાળતા, આઠે મદ ઉપેક્ષે રે, ૨૯ અર્થ :- શબ્દ, રૂપ, રસ, ગંધ, અને સ્પર્શ એ પંચ વિષયને વિષરૂપ માની તેનો ત્યાગ કરે છે. પાંચ સ્થાવર અને ત્રસ મળી છકાય જીવની રક્ષા કરે છે. આલોકભય, પરલોકભય, મરણભય, વેદનાભય, અરક્ષાભય, અગુપ્તિભય અને અકસ્માતભય નામના સાત ભયોને ટાળે છે અને રૂપ, ઐશ્વર્ય, બળ, ઘન, તપ, જ્ઞાન, કુલ અને જાતિમદ એ આઠેય મદની ઉપેક્ષા કરે છે અર્થાત્ તેને માન આપતા નથી. રિલા બ્રહ્મચર્ય નવઘા ઘરે, યતિ-ઘર્મ દશ આવે રે, અગિયારે અંગો ભણે, બાર ભાવના ભાવે રે, ૩૦ અર્થ :- જે નવવાડ સહિત બ્રહ્મચર્ય વ્રતને પાળે છે. ઉત્તમ ક્ષમા, આર્જવ, માર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ દશ યતિઘર્મને પાળે છે. આચારાંગ, સૂયગડાંગ ઠાણાંગ, સમવયાંગ, ભગવતી વગેરે અગિયાર અંગોને જાણે છે. અને અનિત્ય, અશરણ, સંસાર વગેરે બાર ભાવનાને ભાવે છે. ૩0ા. પ્રવચન-વ્રત તેરે ચહે, ચૌદમા ગુણ-લક્ષ્ય રે, પ્રમાદ પંદર ટાળતા, સોળ ભાવના રક્ષે રે- ૩૧ અર્થ - પાંચ સમિતિ અને ત્રણ ગતિરૂપ અષ્ટ પ્રવચન માતા તથા પાંચ મહાવ્રત મળીને તેર થાય તેને તે ચહે છે. ચૌદમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરવાનો જેને લક્ષ છે. પાંચ વિષય, ચાર કષાય, ચાર વિકથા અને નિદ્રા અને સ્નેહ મળી પંદર પ્રમાદને જે ટાળે છે તથા તીર્થંકર પદ પ્રાપ્તિની સોળ કારણ ભાવનાની જે રક્ષા કરે છે અર્થાત તે ભાવનાઓને ભાવે છે. ૩૧ના તીર્થંકર-પદહેતુ તે દર્શન-વિશુદ્ધિ ઘારે રે આઠે અંગ સહિત તે, વિનય સર્વ પ્રકારે રે, ૩૨

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208