________________
(૮૭) શ્રી શાંતિનાથ ભાગ-૧
૩૫ ૧
અર્થ - કપિલ તેમના પ્રત્યે ઘણો વિનય દેખાડતો હતો છતાં પિતા બ્રાહ્મણ હોવાથી તેમની રસોઈ જુદી બનાવી. આ જોઈ સત્યભામાને સંશય વધ્યો કે એમ કેમ કર્યું? તેથી તેણીએ પિતાને ઘન દઈ મનાવીને બધું પૂછી લીધું. ૬૭ળા.
એકાંતે તેણે કહ્યું : “દાસી-પુત્ર અમારો રે,
ઘન લઈ રસ્તે તે પડ્યો; સતી ગણે ભવ ખારો રે. ૬૮ અર્થ - ત્યારે એકાંતમાં બ્રાહ્મણ પિતાએ કહ્યું : આ અમારો દાસીપુત્ર છે. પછી તે તો ઘન લઈ રસ્તે પડ્યો. પણ સતી એવી સત્યભામાએ આ બધી વિગત જાણવાથી તેને મન આ સંસાર ખારો ઝેર જેવો લાગ્યો. II૬૮.
રાજાને જઈ તે કહે, કપિલને બોલાવે રે;
કહે સત્યભામા : “મને આત્મ-હિત બહુ ભાવે રે; ૬૯ અર્થ - રાજા શ્રીષેણ પાસે જઈ સત્યભામાએ કહ્યું : કપિલને બોલાવો. મને મારા આત્માનું હિત કરવું બહુ ગમે છે. ૬૯ો.
તજવા દે સંસાર તો દીક્ષા લઈને પાછું રે.”
કપિલ કહે : “તેના વિના હું ના જીવન ગાળું રે. ૭૦ અર્થ - જો મને કપિલ સંસાર તજવા દે તો હું દીક્ષા લઈ તેનું પાલન કરું. ત્યારે કપિલ કહેઃ તેના વિના હું આ જીવન ગાળી શકું નહીં. ૭૦ના
વેશ્યા-ત્યાગ કરાવવો, કહ્યો ઘર્મ, નૃપ, માનો રે,
પરણેલી સ્ત્રીનો નહીં ત્યાગ કદી કરવાનો રે. ૭૧ અર્થ - હે રાજા! વેશ્યાનો ત્યાગ કરાવવો તેને ઘર્મ કહ્યો છે. પણ પરણેલી સ્ત્રીને ત્યાગવાનું કદી કહ્યું નથી. //૭૧ાા.
સ્પષ્ટ સત્યભામા વદ : દાસી-પુત્ર ન સેવું રે,
મરીશ ડૂબી કે બળી, નીચ બની નહિ જીવું રે.” ૭૨ અર્થ - ત્યારે સ્પષ્ટપણે સત્યભામા બોલી કે હું દાસીપુત્રને સેવીશ નહીં. ભલે હું ડૂબીને કે બળીને મરી જઈશ પણ નીચ બની હવે જીવીશ નહીં. ૭૨ાા
શ્રીષેણ નૃપ કહે : “નહીં સુખ તમને સંયોગે રે,
ભલે રહે પુત્રી સમી થોડા દિન મુજ સંગે રે.’ ૭૩ અર્થ - ત્યારે શ્રીષેણ રાજા બન્નેને શાંતિ પમાડવા માટે બોલ્યા કે તમારા બન્નેના સંયોગમાં હવે સુખ નથી. માટે ભલે થોડા દિવસ સત્યભામા પુત્રીની જેમ મારી સાથે રહે. ૭૩ના
કપિલ કબૂલે તે રીતે સતી સોંપી રાણીને રે,
એક દિવસ મુનિ આવિયા, ભાવે તે જ્ઞાનીને રે- ૭૪ અર્થ - કપિલે તે વાત કબૂલ રાખી. તેથી સતી સત્યભામાને રાણીને સોંપી. એક દિવસ ત્યાં મુનિ મહાત્મા પધાર્યા. તે જ્ઞાનીને ભાવપૂર્વક બઘાએ દાન આપ્યું. [૭૪