Book Title: Pragnav Bodh Part 02 - Pages From 209 to 416
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 175
________________ (૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨ ૩ ૬૯ તેનું પ્રતિપાલન કરીને કેવળજ્ઞાન મેળવી મોક્ષને પામ્યો. [૭૯ાા આર્યા પ્રીતિંકરા થઈ દેવગતિ તે પામી રે, શાંતિમતી ત્યાંથી થઈ;” સુણી વૃત્તિ વિરામી રે. ૮૦ અર્થ - પ્રીતિંકરા પણ સુવ્રતા નામની ગુરૂણી પાસે દીક્ષા લઈ દેવગતિને પામી. ત્યાંથી ચ્યવીને શાંતિમતી નામની તારી પુત્રી થઈ છે. આ સર્વ વૃત્તાંત સાંભળીને સર્વની વૃત્તિ વિરામ પામી ગઈ. ૮૦ના કનકશાંતિ વસંતમાં વિલસે હિમગિરિ-ઇંગે રે, બે રાણી સહ વિચરે વન, ગગને આનંદે રે. ૮૧ અર્થ - ભગવાન શાંતિનાથનો જીવ આ ભવમાં વજાયુઘ થયો. પૂર્વભવનો ભાઈ વિજય તે આ ભવમાં સહસ્ત્રાયુઘ નામનો પુત્ર થયો. તે સહસ્ત્રાયુઘનો પુત્ર કનકશાંતિ એકદા વિદ્યાના બળથી વસંત ઋતુમાં હિમાદ્રી પર્વત ઉપર પોતાની બે રાણીઓ સહિત સ્વેચ્છાએ આનંદપૂર્વક વનમાં ફરતો હતો. I૮૧ મુનિ વિમલપ્રભ દેખીને વંદી સુણે વાણી રે, વૈરાગ્ય મુનિ તે બને, તર્જીને બન્ને રાણી રે. ૮૨ અર્થ - ત્યાં વિમલપ્રભ નામના વિદ્યાઘર મુનિને જોઈ તેમના ચરણે નમન કરી બન્ને પ્રિયા સહિત બેઠો. તેમની અમૃતમય વાણી સાંભળીને વૈરાગ્ય પામી બન્ને રાણીઓને તજી મુનિવ્રત અંગીકાર કર્યું. Iટરા રાણી બે આર્યા બની, કુલવર્તી સતીને છાજે રે; કનકશાંતિ તો કેવળી બને, પિતામહ પૂજે રે. ૮૩ અર્થ - કુલવતી સતીને છાજે તેમ તેની બન્ને રાણીઓ પણ વિમલમતી નામની સાથ્વી પાસે સંયમ અંગીકાર કરીને તપ તપવા લાગી. કનકશાંતિ મુનિ તો શુક્લધ્યાનના બળે કેવળજ્ઞાન પામ્યા. તે વખતે દેવ, વિદ્યાઘર અને અસુરોએ આવી તેમનો કેવળજ્ઞાન મહોત્સવ કર્યો. ત્યારે શ્રી વજાયુઘ ચક્રવર્તી જે કનકશાંતિના પિતામહ એટલે દાદા થાય તેમણે અને બીજા મનુષ્યોએ પણ તેમની મોટી ભક્તિ કરી. ૮૩યા ક્ષેમંકર-પ્રભુની કને વજાયુથ લે દીક્ષા રે, અલ્પ કાળમાં તે થયા ગીતાર્થ ગ્રહીં શિક્ષા રે. ૮૪ અર્થ - ક્ષેમંકર તીર્થંકર પાસે આ ભવના પુત્ર અને ભવિષ્યમાં થનાર શાંતિનાથ ભગવાનના જીવ વજાયુ ચક્રવર્તીએ ચાર હજાર રાજાઓ તથા સાતસો પુત્રો સાથે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે અલ્પ કાળમાં ગીતાર્થ થઈ પૃથ્વી પર એકલા વિહાર કરવા લાગ્યા. ૮૪ સિદ્ધગિરિ પર એકલા વર્ષ-પ્રતિમાયોગે રે, ઊભા બાસુંબલી સમા અડોલ કાયોત્સર્ગે રે, ૮૫ અર્થ - એકવાર વજાયુઘ મુનિ સિદ્ધગિરી નામના શ્રેષ્ઠ પર્વત ઉપર એક વર્ષની બાહુબલીની જેમ અડોલ પ્રતિમાને ઘારણ કરી કાયોત્સર્ગ ધ્યાને ઊભા રહ્યા. ૮પા શરીર પર વેલો ચઢી, ચરણ રાફડા ઢાંકે રે, વાળ વિષે માળા કરે ચકલાં, પણ ના હાંકે રે, ૮૬ અર્થ :- તેમના શરીર ઉપર વેલો ચઢી ગઈ. ચરણ રાફડાથી ઢંકાઈ ગયા. વાળમાં ચકલાઓએ

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208