________________
(૮૩) આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું?
૩૧૭
કર્મોની નિર્જરા કરવાનો યથાર્થ ક્રમ જીવ જો આરાધે તો વીતરાગનો માર્ગ મૂકી, પરધર્મ પ્રત્યે જીવને કદી આકર્ષણ થાય નહીં, અને શ્રદ્ધા મલિન થવાનો અવસર આવે નહીં. પરધર્મની આકાંક્ષા એટલે ઇચ્છા તે દર્શનમોહ અર્થાત્ મિથ્યાત્વના ઉદયને લઈને થાય છે. તેથી પ્રયોજનભૂત છપદ આદિ તત્ત્વોમાં શંકા ઊપજે છે અને મૂળમાર્ગથી પડી જવાય છે. માટે તેવી પરધર્મની આકાંક્ષા થાય તો તે સ્થાનકે કેમ વર્તવું? તેનું માર્ગદર્શન આ પાઠમાં આપવામાં આવે છે ઃ—
(૮૩)
આકાંક્ષા સ્થાનકે કેમ વર્તવું?
(સંતો દેખીએ બે, પરગટ પુદ્ગલ જાલ તમાસા—એ રાગ)
*
સદ્ગુરુ સેવીએ રે, સજ્જન, નિઃશંકિત થાવા-એ આંકણી. સદ્ગુરુ-વંદન, સદ્ગુરુ-પૂજન, સદ્ગુરુ-ભક્તિ સારી, સદ્ગુરુ-બોથે, તત્ત્વ-વિશોથે ઊઘડશે શિવ-બારી.સદ્ગુરુ॰
અર્થ :– હે સજ્જન પુરુષો! તમે આત્માદિ સત્ તત્ત્વને વિષે શંકારહિત થવા માટે હમેશાં સદ્ ગુરુની સેવા કરો અર્થાત્ તેમની કહેલી આજ્ઞાનું હમેશાં પાલન કરો.
સદ્ગુરુ ભગવંતને વંદન કરવું, તેમનું પૂજન કરવું, તેમની ભક્તિ કરવી તેજ સારી છે અર્થાત્ તે આત્માને હિતકારી છે, પરમ કલ્યાણકારી છે. સદ્ગુરુ ભગવંતના બોધવડે જો આત્માદિ તત્ત્વોનું વિશેષ શોધન કરવામાં આવે તો મોક્ષની બારી તમારા માટે ઊઘડી જશે. મનુષ્યભવમાં એજ કર્તવ્ય છે. ।।૧।। કર્મ મોહનીય છે બે ભેદે : દર્શન ચારિત્રરૂપ,
જ્ઞાની દર્શન-મોહ વર્ણવે, કાંક્ષા-મોહ સ્વરૂપ. સદ્ગુરુ॰
અર્થ :– મોહનીય કર્મના બે ભેદ છે. એક દર્શનમોહ અને બીજો ચારિત્ર મોહ. જ્ઞાનીપુરુષો દર્શનમોહને જ કાંક્ષામોહ સ્વરૂપે વર્ણવે છે. તેના કારણે પરધર્મની કાંક્ષા અર્થાત્ ઇચ્છા થાય છે. રા ભિન્ન ભિન્ન મત દેખી મુમુક્ષુ, કાંક્ષા તે તે કરતા.
સાચા અવલંબનને છોડી, મિથ્યાત્વે જઈ ઠ૨તા. સદ્ગુરુ
અર્થ :— ભિન્ન ભિન્ન પ્રકારના મતો જગતમાં વિદ્યમાન છે તેને જોઈને મુમુક્ષુ એટલે મોક્ષનો કામી તેની ઇચ્છા કરે છે અને સાચા વીતરાગ માર્ગના અવલંબનને મૂકી દઈ મિથ્યાત્વમાં જઈ પડે છે. ।।૩।। કાંક્ષા વિષે ગણધર પૂછે, દે ઉત્તર વીર સ્વામી,
ભગવર્તી સૂત્રે, બહુ વિસ્તારે; સાર કહું શિર નામી. સદ્ગુરુ
અર્થ :— કાંક્ષા વિષે ગણધર શ્રી ગૌતમ સ્વામી ભગવંત શ્રી મહાવીર સ્વામીને પૂછે છે. તેનો ઉત્તર ભગવતી સૂત્રમાં બહુ વિસ્તારથી કહેલ છે. તેનો સાર અહીં ભગવાનને શિર નમાવીને જણાવું છું. ।।૪।। મિથ્યાત્વાદિ પ્રમાદ દોષ, તેમ જ યોગ-નિમિત્તે,
બાંઘે કાંક્ષા-મોહ કર્મ જીવ, હે તે અસ્થિર ચિત્તે. સદ્ગુરુ