________________
૩૧૪
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૨
અભાવ અનંતાનુબંઘીનો સ્વરૂપ-રમણતા આપે રે, વિપરીત દૃષ્ટિ દૂર થતાં બહુ વર્તન-મોહ ન વ્યાપે રે. ૧૦
અર્થ :- કરણ-લબ્ધિમાં કર્મોની જે નિર્જરા થાય તેથી અસંખ્યાતગુણી નિર્જરા સમ્યદૃષ્ટિ જીવને ક્ષણે ક્ષણે થાય છે. ત્યાં અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભાદિ કષાયનો અભાવ હોવાથી સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટે છે. તે જીવને સ્વરૂપ સુખમાં રમણતા કરાવે છે. સંસારમાં સુખ છે વગેરે વિપરીત વૃષ્ટિ દૂર થવાથી કે અનંતાનુબંઘી ચારિત્રમોહ જવાથી બહુ મોહનું વ્યાપકપણું ત્યાં હોતું નથી. તે સમ્યદૃષ્ટિ આત્મા સ્વરૂપસુખથી તૃપ્ત રહે છે. ૧૦ના
અપ્રત્યાખ્યાન કષાય ખસતાં, પરિણામ-વિશુદ્ધિ રે, વઘતાં પ્રકર્ણપણે, નિર્જરા અસંખ્યગુણી વઘતી રે, સમ્યગ્દષ્ટિ શ્રાવક કેરી એકાદશ ભૂમિકા રે, ક્રમે ક્રમે વધતા પરિણામે ઉન્નતિની સૂચિકા ૨ે. ૧૧
અર્થ :— પછી અપ્રત્યાખ્યાની નામના ક્રોધ માન માયા લોભ કષાય ખસતા ભાવોની બળવાન વિશુદ્ધિ થાય છે. તે ભાવો પ્રકર્ષપણે એટલે વિશેષપણે વધતાં કર્મોની નિર્જરા પણ અસંખ્યાતગુણી વધે છે. તેથી તે સમ્યદૃષ્ટિ શ્રાવક કે જેની એકાદશ ભૂમિકા એટલે અગ્યાર પ્રતિમાઓ કહેતા અવસ્થાઓ છે તેને તે પામે છે. ક્રમે ક્રમે ભાવની વિશુદ્ધિ થતાં તે અગ્યાર પ્રતિમાઓને પૂર્ણ કરે છે. તે તેની ઉન્નતિને સૂચવનાર છે. કામદેવ શ્રાવક, આનંદ શ્રાવક વગેરે શ્રાવકની પ્રતિમાઓના ઘારક પુરુષો ભગવાન મહાવીરના સમયમાં હતા. ||૧૧||
પ્રત્યાખ્યાની જાય કષાયો સર્વ-વિરતિ ય પઘારે રે, નિર્મળ પરિણામે ય નિર્જરા અસંખ્ય ગુણાકારે રે; અનંતાનુબંધી–વિયોજક અધિક શુદ્ધતાવાળો રે, અસંખ્યગુણી નિર્જરા અધિકી સમપદ સુધી ભાળો રે. ૧૨
અર્થ :– હવે શ્રાવકને જે પ્રત્યાખ્યાની કષાયનો ઉદય છે તે પણ જવાથી સર્વ-વિરતિ એટલે મુનિદશાનું આગમન થાય છે. ત્યાં ભાવોની વિશેષ નિર્મળતા હોવાથી કર્મોની નિર્જરા પણ અસંખ્યાતગુણી વૃદ્ધિ પામે છે. પ્રથમ અનંતાનુબંધી કષાયનો વિયોજક અર્થાત્ તેને છૂટા પાડનાર એવો સમ્યગ્દષ્ટિ આત્મા હવે અહીં અધિક શુદ્ધતાવાળો બને છે. તે સમયે સમયે કર્મોની અસંખ્યાતગુણી વિશેષ નિર્જરા કરતો કરતો સાતમા ગુણસ્થાનક સુધી પહોંચે છે. ।।૧૨।
દર્શનમોહ કરે ક્ષય જ્યારે સપ્તમપદ સુધીમાં રે, ભાવ-વિશુદ્ધિ અતિશય યોગે થાય અસંખ્યગુણી ત્યાં રે; કર્મનિર્જરા મુનિથી અધિકી, અવિરતિ પદ તોયે રે, ક્ષાયિક સમ્યગ્દષ્ટિ અંશે સિદ્ધદશામાં હોયે ૨. ૧૩
અર્થ :– જ્યારે આત્મા સાતમા ગુણસ્થાનક સુધી દર્શનમોહનો સંપૂર્ણ ક્ષય કરી ક્ષાયક સમ્યદૃષ્ટિ બને છે ત્યારે અતિશય ભાવ વિશુદ્ધિના યોગે તે કર્મની અસંખ્યાતગુણી નિર્જરા કરે છે. તે ક્ષાયક સમ્યષ્ટિ ભલે અવિરતિ હોય અર્થાત્ ગૃહસ્થ હોય તો પણ તેની કર્મ નિર્જરા વિરતિવંત એવા મુનિથી