________________
૨ ૩૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અશુદ્ધ નયથી જાણવી સ્થિતિ બદ્ધ કે મુક્ત;
શુદ્ધ નયે નહિ બંઘ કે મોક્ષ-દશાથી યુક્ત. ૧૧૦ અર્થ - અશુદ્ધનય અર્થાતુ વ્યવહારનયથી, આત્માની કર્મથી બંધાયેલી કે મુક્ત સ્થિતિ જાણવી; પણ શુદ્ધ નિશ્ચયનયથી જોતાં તો આત્માને બંઘ પણ નથી અને મોક્ષ પણ નથી. ૧૧૦ના
અન્વય-વ્યતિરેકે કરી નવે તત્ત્વથી સાર
આત્માનો નિશ્ચય કહ્યો : ઉત્તમ નવસર હાર. ૧૧૧ અર્થ :- અન્વય-વ્યતિરેકે કરીને નવે તત્ત્વમાં સારરૂપ એવા આત્માનો નિશ્ચય કરવો. આત્મા જ નવસેરના હાર સમાન ઉત્તમ પદાર્થ છે. અન્વયથી એટલે એકના સદ્ભાવમાં બીજાનું અવશ્ય હોવું અર્થાત્
જ્યાં આત્મા હોય ત્યાં આત્માના જ્ઞાનદર્શનાદિ ગુણો અવશ્ય હોય અને વ્યતિરેક એટલે પરના ગુણો આત્મામાં ન હોય. જેમકે રૂપ, રસ, ગંઘ, સ્પર્શ એ પુદ્ગલના ગુણો છે તે આત્મામાં ન હોય. એમ અન્વય અને વ્યતિરેકથી આત્માનું સ્વરૂપ જાણીને તેનો નિશ્ચય કરવો એ જ નવ તત્ત્વનો સાર છે. I/૧૧૧ાા
પરમ અધ્યાત્મ, યોગ આ, પરમ અમૃતમય જ્ઞાન;
અલ્પ બુદ્ધિથી ગ્રાહ્ય નહિ, તત્ત્વ ગુહ્યતમ માન.” ૧૧૨ અર્થ:- આત્માને ઓળખવો એ પરમ અધ્યાત્મ છે તથા તેને મોક્ષ સાથે જોડવો તે પરમ યોગ છે. અને આત્મા સંબંધીનું જ્ઞાન મેળવવું તે પરમ અમૃતમય જ્ઞાન છે. તે અલ્પબુદ્ધિથી ગ્રહણ થાય તેમ નથી. આ આત્મતત્ત્વ તે ગુહ્યતમ એટલે પરમગૂઢ તત્ત્વ છે એમ હું માન; કેમકે ચૈતન્ય ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી. /૧૧૨ના
આત્મજ્ઞાની મુનિ મહાત્માના સમાગમથી, તેમના પ્રત્યે શ્રદ્ધાન થયા પછી, તે મહાત્મા આત્મસ્વરૂપની પ્રાપ્તિ અર્થે જે મંત્ર આપે તેનું તલ્લીનતાપૂર્વક જે જીવ ધ્યાન કરે, તે અનુક્રમે રાગદ્વેષનો ક્ષય કરી કેવળજ્ઞાનને પામે છે. એવા ગુરુ મંત્રના અદભુત માહાભ્ય વિષે આ પાઠમાં જણાવવામાં આવે છે :
(૭૪)
મંત્ર
(મંદાક્રાન્તા છંદ)
વંદું પ્રેમે પુનિત પદ હું શ્રી ગુરું રાજ કેરા, શોભે જેના મનહર ગુણો મોક્ષદાયી અને રા; લેશો જેણે જગત જનના સત્ય શબ્દ નિવાર્યા,
આત્મા સાચો સહજ કરતા શબ્દ તે ઉર ઘાર્યા. ૧ અર્થ - શ્રીમદ્ રાજચંદ્ર ગુરુ ભગવંતના પુનિત એટલે પવિત્ર ચરણ કમળમાં હું અત્યંત પ્રેમપૂર્વક પ્રણામ કરું છું. જેનામાં મનને હરણ કરે એવા મોક્ષને દેવાવાળા અનેરા એટલે અસાધારણ ગુણો નિત્ય