________________
(૭૬) મોક્ષ-માર્ગની અવિરોઘતા
૨૫૯
અર્થ - પોતાની ઇચ્છા પ્રમાણે જો આખું જગત ચાલે તો પણ જીવ સર્વથા નિરાકુળ સુખને અનુભવી શકે નહીં. જેમકે દેવગતિમાં જીવને માંગ્યું સુખ સર્વ મળે છે તો પણ ત્યાં નવી નવી વસ્તુઓને મેળવવાની ઇચ્છા ફરી ફરી જાગૃત થવાથી કંઈ કળ વળતી નથી; અર્થાત્ મિથ્યાવૃષ્ટિ જીવ ત્યાં પણ શાંતિ પામતો નથી. IIળા
કોઈ દ્રવ્ય નહિ પર આઘીન પરિણમતું, નહિ તેથી સદા નિજ નિર્ધાર્યું કૈં બનતું; પણ ભાવ ઇચ્છાદિ ઑવ દૂર કરવા ઘારે, તો ભાવ ઉપાઘિક પુરુષાર્થે નિવારે. ૮
અર્થ - કોઈપણ દ્રવ્ય પર પદાર્થને આધીન પરિણમતું નથી. જેમકે પુદ્ગલ પરમાણુનું પરિણમન પુદગલ દ્રવ્યમાં જ હોય અને ચેતન એવા આત્માનું પરિણમન ચૈતન્ય પ્રદેશમાં જ હોય. સર્વ દ્રવ્ય સ્વતંત્રપણે પરિણમે છે. દા.
“જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ;
કોઈ કોઈ પલટે નહીં; છોડી આપ સ્વભાવ.” -શ્રીમદ્ રાજચંદ્ર તેથી પોતાનું ઘારેલું કંઈ હમેશાં બનતું નથી. જેમકે મારું શરીર સદા સ્વસ્થ રહો, મને ઇષ્ટનો વિયોગ ન થાઓ, અનિષ્ટનો સંયોગ ન થાઓ, મને કદી રોગ ન આવો, એમ ઘારવા છતાં હમેશાં તેવું બનતું નથી. તેવું બનવું શુભાશુભ કર્મના ફળ ઉપર આધારિત છે. પણ જીવ શરીરને સ્વસ્થ રાખવા વગેરેના ભાવો કે તેવી ઇચ્છાઓને દૂર કરવા ઘારે તો કરી શકે. તે તે નિમિત્તોમાં થતાં રાગદ્વેષાદિ ઔપાથિક ભાવોને પુરુષાર્થના બળે નિવારી શકે. જ્ઞાનીપુરુષો શુભાશુભ કર્મના ફળમાં રાગદ્વેષ ન કરવાથી આ સંસારમાં રહ્યા છતાં કર્મબંધનથી છૂટે છે. દા.
કહે "કાળ-લબ્ધિ વળ ભવિતવ્યતા પાળે, ને પુરુષાર્થ પણ કર્મ-શમનથી જાગે; હીન પુરુંષાર્થની વાત મુમુક્ષુ ન સુણે, કર સપુરુષાર્થ જ, ગ્રહ્યો હાથ છે કુણે? ૯
અર્થ – કોઈ એમ કહે કે કાળ-લબ્ધિ એટલે ભવસ્થિતિ પાકશે અને બીજું કારણ ભવિતવ્યતા એટલે નિયતિ અર્થાત્ હોનહાર હશે તો જ કાર્યસિદ્ધિ થશે. વળી કાર્યસિદ્ધિમાં ત્રીજું કારણ જીવનો પુરુષાર્થ છે. તો તે પણ કર્મનો ઉદય શમશે ત્યારે આપોઆપ પુરુષાર્થ ઉપડશે. એના જવાબમાં જ્ઞાની પુરુષો કહે છે કે આવા હીન પુરુષાર્થની વાત મુમુક્ષુ કદી સાંભળે નહીં. કાર્યસિદ્ધિ માટે પુરુષાર્થ જ કર. સપુરુષાર્થ કરતાં તારો હાથ કોણે પકડ્યો છે? “પૂર્વ કર્મ નથી એમ ગણી પ્રત્યેક ઘર્મ સેવ્યા જવો. તેમ છતાં પૂર્વ કર્મ નડે તો શોક કરવો નહીં.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૨૦૧)
એ ત્રણ કારણો મળે જ કાર્ય બને છે. કાળ-લબ્ધિ, ભવિતવ્ય શી ચીજ ગણે છે? જો, કાળ-લબ્ધિ-જે કાળે કાર્ય બને છે, જો, ભવિતવ્યતા–થનાર કાર્ય થયું એ. ૧૦
અર્થ - કાળ-લબ્ધિ, ભવિતવ્યતા અને પુરુષાર્થ એ ત્રણેય કારણો મળવાથી જ કાર્ય બને છે. એ વાત સાચી છે. તથા સાથે પૂર્વકૃત અને વસ્તુનો તેવો સ્વભાવ પણ જોઈએ. લોકો કાળ-લબ્ધિ અને ભવિતવ્યતાને શી ચીજ ગણે છે? કાળ-લબ્ધિ એટલે જે કાળે કાર્ય બને તે કાળ-લબ્ધિ અથવા ભવસ્થિતિ. અને ભવિતવ્યતા એટલે થનાર કાર્યનું થવું તે અથવા હોનહાર. એવું બીજું નામ નિયતિ પણ છે. જેમકે શ્રીરામમાં રાજ્ય સંભાળવાની યોગ્યતા આવવાથી રાજ્યાભિષેક થવાની કાળ-લબ્ધિ પાકી ગઈ પણ ભવિતવ્યતા એટલે હોનહાર અથવા બનવાકાળ ન હોવાથી તેમાં વિદન આવ્યું અને રાજ્યાભિષેક થવાને