________________
૨૬૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
“શાતા થોડી અશાતા ઘણેરી એવો છે સંસાર, જીવનમાં જ્યારે ઝાળ લાગેને, અંગ ઉઠે અંગાર; છાંટે ત્યારે શીતળ પાણી, એવી મારા રાજની વાણી. મંગળકારી શ્રી રાજની વાણી, જાણે અમૃતની ઘાર; ઝીલી શકે ના અંતર જેનું, એળે ગયો અવતાર;
એ તો મોક્ષચારિણી, એવી મારા રાજની વાણી.” ૪ રત્નત્રય એક સન્માર્ગ આપે કહ્યો, હો અહોરાત્ર મુજ ઉરમાં તે;
રાગ આદિ બઘા દોષ દૂર કરી, મોક્ષ પામું, સદાનંદ ત્યાં છે. આજ૦૫ અર્થ :- સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રરૂપ રત્નત્રય પ્રાપ્તિનો સન્માર્ગ આપે અમને જણાવ્યો. તે સન્માર્ગ પ્રત્યેની ભક્તિ મારા હૃદયમાં અહોરાત્ર એટલે રાતદિવસ બની રહો એ મારી આકાંક્ષા છે. રાગદ્વેષ અજ્ઞાન આદિના બઘા દોષો દૂર કરી હવે હું પણ મોક્ષને પામું કે જ્યાં સદા આનંદ જ છે. //પા
જીવ જગમાં ઘણા, માનવો યે ઘણા, પશુસમા ઇંદ્રિયો પોષતા જે;
ભાવિ જેનું હશે શુંભ, તેને થશે “કોણ હું એ જ વિચાર આજે. આજ૦૬ અર્થ :- જગતમાં જીવો અનંતા છે. તેમાં મનુષ્યો પણ ઘણા છે. પણ તે પશુની જેમ ઇન્દ્રિયોને પોષવામાં જીવન વ્યતીત કરી રહ્યા છે. પણ જેનું ભવિષ્યમાં કલ્યાણ થવાનું હશે તેને “હું કોણ છું? ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું?” એવો શુભ વિચાર ઉત્પન્ન થશે. llફા
સ્વરૃપ મારું ખરું શું હશે? આ બધું કેમ સમજાય? ફળ ભાવનું શું?
જીવ દુઃખી બઘા; દુઃખ ઉપાય શા? સર્વ સમજી હવે હિત કરવું. આજ૦૭ અર્થ :- ખરેખર મારું શું સ્વરૂપ હશે? આ સસસાધુનો બનેલો દુર્ગઘમય દેહ તે હું હોઈશ કે જાણવા દેખવાવાળો આત્મા હોઈશ? આ બધું કેમ સમજાય? ઘણા કાળના બોઘે આ વાત સમજાય એમ મહાપુરુષોએ કહ્યું છે. શુભાશુભ ભાવનું ફળ શું?
“શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાય, અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય.” એમ પરમકૃપાળુદેવે જણાવ્યું તથા શુદ્ધભાવનું ફળ મોક્ષ છે એમ કહ્યું છે. જગતના જીવો બધા દુઃખી કેમ છે? તો કે રાગદ્વેષ અથવા ત્રિવિઘ તાપાગ્નિથી બઘા દુઃખી છે. આ સર્વ દુઃખનાશનો ઉપાય શું? એ વિષે પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે “સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન છે.” આ સર્વને યથાર્થ રીતે સમજી હવે આત્માનું અવશ્ય હિત કરવું જોઈએ.
“દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઇચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના, થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને પ્રયોજનરૂપ છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુવચનનું શ્રવણવું કે સન્શાસ્ત્રનું વિચારવું એ છે.” (વ.પૃ.૩૩૧) //શા
સત્ય શિક્ષા કહી, ભવ્ય માટે ભલી : શોઘ મા કાંઈ બીજું, હિતાર્થી, એક સદગુરુને શોથ, સૌ ભાવથી ચરણ-શરણે રહે, આત્મ-અર્થી.” આજ૦૮