________________
(૭૮) સૂક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ
૨૭૫
અર્થ:- ઉપરોક્ત કર્મબંઘ અને તેથી મુક્તિના વિચારો સૌ ગહન છે. માટે આત્માને કર્મોથી મુક્ત કરવાના વિચારો વારંવાર ક્ષણે ક્ષણે મનન કરે તો આત્મવિચાર વૃદ્ધિને પામશે. સારા
થાય અનુભવ અંશે અંશે સ્વ-સ્વરૂપનો તેથીજી,
સ્વરૂપ-અનુભવ વઘતાં જાણે અચિંત્ય દ્રવ્યની શક્તિજી. સૂક્ષ્મ અર્થ - એમ વારંવાર આત્મવિચાર કરવાથી પોતાના આત્મ સ્વરૂપનો અંશે અંશે અનુભવ થશે. તે અનુભવ આગળ વઘતાં આત્મદ્રવ્યની અચિંત્ય શક્તિનો તેને ખ્યાલ આવશે. ૨૩
સમાઘાન સૌ શંકાનું ત્યાં વગર પ્રયત્ન થાશેજી,
ના માનો તો આ પુરુષાર્થે અનુભવથી સમજાશેજી. સૂક્ષ્મ અર્થ:- આત્મ અનુભવ થવાથી સર્વે શંકાઓનું સમાઘાન વગર પ્રયત્ન થશે. કોઈ વાત માનવામાં ન આવતી હોય તો ઉપર પ્રમાણે આત્મઅનુભવ કરવાનો પુરુષાર્થ કરવો. જેથી તે અનુભવમાં આવી જીવને સમજાઈ જશે.
તેને લઈને ઉપર બતાવેલી એવી જે શંકાઓ (જેવી કે, થોડા આકાશમાં અનંત જીવનું સમાવું, અથવા અનંત પુગલ પરમાણુનું સમાવું)નું કરવાપણું રહેતું નથી; અને તે યથાર્થ છે એમ સમજાય છે. તે છતાં પણ જો માનવામાં ન આવતું હોય તો અથવા શંકા કરવાનું કારણ રહેતું હોય તો જ્ઞાની કહે છે કે ઉપર બતાવેલો પુરુષાર્થ કરવામાં આવ્યથી અનુભવસિદ્ધ થશે.” (વ.પૃ.૭૪૭) /(૨૪)
રાગ-રોષ છોડ્યાથી ખાત્રી સૌ સિદ્ધાંતની થાશેજી,
સર્વ પ્રકારે છૂટે તો જીંવ મોક્ષે પોતે જાશેજી. સૂક્ષ્મ અર્થ - રાગદ્વેષને મંદ કરી જ્ઞાનીપુરુષોએ કહેલા શાસ્ત્રો વૈરાગ્ય ઉપશમ સહિત વાંચવા વિચારવાથી છ પદ, નવ તત્ત્વ વગેરે સર્વ સિદ્ધાંતોની જીવને ખાત્રી થશે. તેથી સમ્યક્દર્શનની પ્રાપ્તિ થશે. “તત્ત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યકદર્શનમ” તત્ત્વોની શ્રદ્ધા એ સમકિત છે. સર્વ પ્રકારે રાગદ્વેષનો નાશ થાય તો જીવ સ્વયં મોક્ષપદને પામશે. 1રપા
નવ તત્ત્વો કે સાત તત્ત્વની, છ પદ, છ દ્રવ્યની વાતોજી,
જીંવ-અજીંવ બે દ્રવ્ય કે તત્ત્વ, સાર બધોય સમાતોજી. સૂક્ષ્મ અર્થ - નવ તત્ત્વ કે સાત તત્ત્વની, છ પદની કે છ દ્રવ્યની વાતોનો બઘો સાર જીવદ્રવ્ય કે અજીવદ્રવ્ય એ બે તત્ત્વોમાં સમાય છે. આત્મા જીવ દ્રવ્ય છે બાકી બધા અજીવ દ્રવ્ય છે. ૨૬ાા
સિદ્ધાંત સમજજો સદુપદેશે, એકાન્ત નહિ આરોજી,
સૂક્ષ્મ વિચારે સૂક્ષ્મ તત્ત્વ સૌ સમજ્ય સદ્ આચારોજી. સૂક્ષ્મ અર્થ - ભગવાનના કહેલા તત્ત્વ સિદ્ધાંતોને જ્ઞાની પુરુષના બોઘના આઘારે સમજજો. એકાન્ત વસ્તુ સ્વરૂપ માનવાથી સંસાર સમુદ્રનો કિનારો આવે એમ નથી. પણ ભગવાનના કહેલા છ દ્રવ્ય, સાત તત્ત્વ કે છ પદ આદિ સૂક્ષ્મ તત્ત્વોને સૂક્ષ્મ વિચારે સ્યાદ્વાદવડે સમજવાથી સઆચાર એટલે સમ્યક્રચારિત્રનો ઉદય થશે. રશા.