________________
(૮૨) નિર્જરા-ક્રમ
૩ ૧ ૧
દ્રવ્ય નિર્જરા સર્વ ગતિમાં, હસ્તિ-સ્નાન ગણાતી રે;
ધૂળ ઘોઈ નવી ધૂળ નાખતાં શુદ્ધિ તે ન મનાતી રે. ૧ અર્થ :- શ્રીમદ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં પ્રણામ કરીને મારા ભાવોમાં રાગદ્વેષ ન થાય એવી ભાવ નિર્જરાનો ક્રમ આપ સમક્ષ યાચું છું. આપના અનુપમ વચનોને પામી મારું આત્મારૂપી રત્ન મોક્ષમાં જઈ બિરાજમાન થાય અથવા પોતાના સ્વભાવમાં સ્થિર થાય એમ ઇચ્છું છું. જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મોની નિર્જરા તો સર્વ ગતિમાં અનંતીવાર થઈ; પણ તે હસ્તિ-સ્નાનવતુ ગણાય છે. જેમ હાથી જળવડે જૂની ધૂળને ઘોઈ પાછી નવી ધૂળ પોતા પર નાખે તો ખરી શુદ્ધિ થઈ એમ મનાતું નથી. તેમ જીવ જૂના કમની નિર્જરા કરતાં પાછા નવા કર્મો બાંધી લે છે. તેથી ખરી આત્મશુદ્ધિ થતી નથી, પણ સંસારનો સંસાર જ ઉદયમાં રહ્યા કરે છે અને જીવ મુક્ત થતો નથી. તેના
કર્મ-ઉદય-કાળે વર્તે જો રાગાદિક વિકારો રે, તો ફળ દઈને કર્મ જતાં, પણ નવન કર્મનો ભારો રે; આત્મા હલકો થાય નહીં, તો નહીં નિર્જરા લેખો રે,
મોક્ષમાર્ગ ના પ્રગટ કરે તો દ્રવ્ય નિર્જરા પખો રે. ૨ અર્થ :- કર્મના ઉદય સમયે જો રાગદ્વેષાદિ વિકારભાવો જીવમાં વર્તે તો જુના કર્મો ફળ દઈને ખરી જાય છે, પણ નવા કર્મનો ભાર જીવ વધારી લે છે. તેથી આત્મા કર્મભારથી હલકો થતો નથી. તે કુવાના રેંટની જેમ પાણી ભરાય અને ખાલી થાય તેમ કરે છે. માટે તેને ખરી નિર્જરાનો હજુ લેખો એટલે લક્ષ થયો નથી. જે નિર્જરાવડે મોક્ષમાર્ગ પ્રગટ થાય નહીં તેને માત્ર દ્રવ્યકર્મની નિર્જરા પેખો એટલે જાણો. તે મોક્ષ આપી શકે નહીં. રા.
આત્મવીર્યથી કર્મ-પ્રકૃતિ ઉદય થવા ના દીઘી રે, તો ના તેવી નર્વી બંઘાતી; સંવરતા ત્યાં કીથી રે; ભાવ નિર્જરા તેને ભાખી, દેવું નવું ન કીધું રે,
ઉદય-કર્મ અક્ષોભ ભાવથી અંશે ભોગવી લીધું રે. ૩ અર્થ - આત્માના વીર્યબળે, કર્મ પ્રકૃતિનો ઉદય થતાં જ્ઞાનધ્યાનથી કે તપથી રાગદ્વેષના ભાવોને રોકી લે તો નવીન કર્મપ્રકૃતિનો બંઘ થાય નહીં. તેને જ્ઞાની પુરુષોએ સંવર તત્ત્વ કહ્યું છે. અને નવું કર્મનું દેવું ન કરતાં અંશે ઉદયમાં આવેલા કર્મોને અક્ષોભભાવે એટલે સમતાભાવે ભોગવીને ખપાવી લેવા તેને ભાવ નિર્જરા કહી છે. ||૩મા
જે અંશે રાગાદિ વર્તે બંઘ-સંતતિ પોષે રે, સમ્યક જ્ઞાનાદિ જે અંશે કર્મ-મેલ તે થોશે રેમિશ્ર શુદ્ધતા એવી વર્તી રહે મોહ જ્યાં સુઘી રે,
અયોગી ગુણસ્થાને પૂરી ભાવ નિર્જરા શુદ્ધિ રે. ૪ અર્થ – જેટલા અંશે ભાવોમાં રાગદ્વેષાદિ વિકારો છે તેટલા અંશે કર્મબંઘની સંતતિને જ પોષણ મળશે. અને જેટલા અંશે સમ્યક જ્ઞાનદર્શનચારિત્રના બળે કર્મના ઉદયમાં જ્ઞાતાદ્રષ્ટાપણું રહેશે તેટલા અંશે તે કર્મ–મેલને ઘોયા કરશે. જ્યાં સુધી મોહનીય કર્મનો સદુભાવ છે ત્યાં સુધી રાગાદિ કે જ્ઞાનાદિ