________________
૩ ૦ ૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
દયા કરી છે. મારા ભવિષ્યમાં આવનાર અનંતકાળના દુઃખોને ફેડી શાશ્વત સુખશાંતિનો માર્ગ બતાવી જે ઉપકાર કર્યો છે તેનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું.
“સમકિતદાયક ગુરુ તણો, પ્રત્યુપકાર ન થાય;
ભવ કોડાકોડી લગે, કરતા ક્રોડ ઉપાય.” ારા પુષ્પ મોગરાનાં કૂંડાં, જય કપૂર કે શશી-તેજ રે ગુણ૦
અઘિક મનોહર ગુરું-ગુણો, જય૦ એના જેવા એ જ રે ગુણ૦ ૩ અર્થ:- જેમ મોગરાનું ફૂલ સુંદર જણાય છે, કપૂર કે ચંદ્રમાનું તેજ શીતળતા આપનાર છે; તેથી વિશેષ શ્રી ગુરુના ગુણો મનોહર એટલે મનને હરણ કરનાર છે, અનુપમ છે. જેની ઉપમા કોઈ સાથે આપી શકાય એમ નથી. એના જેવા એ જ છે; બીજા કોઈ નથી. ૩
દયા, દયા, નિર્મળ દયા, જય૦ હિમગિરિ-સુતા-પ્રવાહ રે ગુણ
જગત સુખી સપુરુષથી, જય૦ ઉચ્ચરી જવાય “વાહ!” રે ગુણ૦ ૪ અર્થ:નાનામાં નાના જીવને પણ હિતકારી એવી અવિરોઘ નિર્મળ દયા સપુરુષની છે. પરમકૃપાળુદેવે જણાવ્યું કે “સર્વ પ્રકારે જિનનો બોઘ, દયા દયા નિર્મળ અવિરોઘ!” તે સત્પરુષની દયાનો પ્રવાહ હિમગિરિ એટલે હિમાલય પર્વતની દીકરી ગંગાના પ્રવાહની જેમ સદૈવ વહ્યા કરે છે. તે સત્પષના પ્રભાવે જ જગતના જીવો સદેવ સુખી છે. કારણ કે પાપ, પુણ્ય અથવા આત્માની ઓળખાણ કરાવનાર સપુરુષ છે. તેમના એવા નિષ્કારણ કરુણાશીલ સ્વભાવની સ્મૃતિ થતાં તેમના પ્રત્યે “વાહ!” એવો શબ્દ બોલી જવાય છે કે મારા વાલાએ કેવો અદ્ભુત શાશ્વત સુખશાંતિનો માર્ગ મને બતાવ્યો. ૪.
દીર્ઘ દ્રષ્ટિથી દેખીને જય, સર્વ જીવ-હિત કાજ રે ગુણ
સ્વ-પર-દયા વિસ્તારથી જય૦ વર્ણવતા જિનરાજ રે ગુણ- ૫ અર્થ :- શ્રી જિનરાજે દીર્ઘ દ્રષ્ટિથી સર્વ જીવોનું કલ્યાણ જેમાં જોયું એવી સ્વદયા કે પરદયાના સ્વરૂપનું વિસ્તારથી વર્ણન કર્યું છે. “ત્રીજી સ્વદયા–આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વથી ગ્રહાયો છે, તત્ત્વ પામતો નથી, જિનાજ્ઞા પાળી શકતો નથી, એમ ચિંતવી ઘર્મમાં પ્રવેશ કરવો તે “સ્વદયા'.
ચોથી પરદયા–છકાય જીવની રક્ષા કરવી તે “પરદયા.” ” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૪) “ભાખ્યું ભાષણમાં ભગવાન, ઘર્મ ન બીજો દયા સમાન.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૫૯) //પા
કેવળજ્ઞાન વહ્યા પછી જય૦ વિચારે કરુણા કાજ રે ગુણ
કર્મ-ઉદય ભગવંતનો જય ભવાબ્ધિમાંહિ જહાજ રે ગુણ૦ ૬ અર્થ :- શ્રી જિનરાજ કેવળજ્ઞાન પામ્યા પછી પણ પૂર્વ ભવમાં “સવિ જીવ કરું શાસન રસી’ એવી ભાવદયા ભાવેલી હોવાથી તે કર્મને ખપાવવા માટે કરુણાથી અનેક સ્થળે વિચરે છે. તે કર્મ ઉદય જિનરાજનો, ભવિજન ઘર્મ સહાય.” રૂપ થઈ પડે છે. ભગવાનની જે વાણી ઉદયાથીન ખરે છે તે મુમુક્ષુ ભવ્યાત્માઓને ભવાબ્ધિ એટલે સંસારરૂપી સમુદ્રથી તરવા માટે સફરી જહાજ સમાન બને છે. કા.
હિમગિરિ સમ શાંતિ વહે જય૦ સર્વ દિશામાં સાર રે ગુણ પૂર્ણ ચંદ્ર સમ સાગરે જય૦ ભાવ-ભરતી કરનાર રે ગુણ૦ ૭.