________________
૨૬૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
બદલે વનવાસ પ્રાપ્ત થયો. ૧૦ગા.
જો, કર્મતણું ઉપશમન આદિ જડ શક્તિ, કરે જીંવ-પુરુષાર્થ જ સકળ કાર્યની વ્યક્તિ; સ્વાથન જ પુરુષાર્થ ગણ સંતો ઉપદેશે, સુણી ઉદ્યમ કરતાં કાળ-લબ્ધિ ઑવ લેશે. ૧૧
અર્થ - કર્મોનું ઉપશમન એટલે ઘટવું કે વઘવું તે રૂપ જે ક્રિયા થાય, તે જડ એવા કર્મની શક્તિ વડે જડમાં જ થાય. પણ જીવનો ભાવરૂપ પુરુષાર્થ જ સર્વકાર્યની સિદ્ધિ કરવામાં કારણભૂત છે. તે પુરુષાર્થ પોતાને જ આધીન છે. એમ જાણીને મહાપુરુષો તેનો ઉપદેશ કરે છે. તે સાંભળીને જે સપુરુષાર્થ કરશે તે જીવની કાળ-લબ્ધિ એટલે ભવસ્થિતિ પરિપક્વતાને પામશે. જેમકે શ્રી ગજસુકુમારને એક હજાર ભવ જેટલા કર્મ બાકી હતા પણ પુરુષાર્થ કર્યો તો બે ઘડીમાં સર્વ કર્મ નષ્ટ કરી મુક્તિને મેળવી લીધી.
“આત્મા પુરુષાર્થ કરે તો શું ન થાય? મોટા મોટા પર્વતોના પર્વતો છેદી નાખ્યા છે, અને કેવા કેવા વિચાર કરી તેને રેલવેના કામમાં લીઘા છે! આ તો બહારનાં કામ છે છતાં જય કર્યો છે. આત્માને વિચારવો એ કાંઈ બહારની વાત નથી. અજ્ઞાન છે તે માટે તો જ્ઞાન થાય.
અનુભવી વૈદ્ય તો દવા આપે, પણ દરદી જો ગળે ઉતારે તો રોગ મટે; તેમ સગુરુ અનુભવ કરીને જ્ઞાનરૂપ દવા આપે, પણ મુમુક્ષુ ગ્રહણ કરવારૂપ ગળે ઉતારે ત્યારે મિથ્યાત્વરૂપ રોગ ટળે.”
જીવને સંસારી આલંબનો, વિટંબણાઓ મૂકવાં નથી; ને ખોટાં આલંબન લઈને કહે છે કે કર્મના દાળિયાં છે એટલે મારાથી કાંઈ બની શકતું નથી. આવા આલંબનો લઈ પુરુષાર્થ કરતો નથી. જો પુરુષાર્થ કરે, ને ભવસ્થિતિ કે કાળ નડે ત્યારે તેનો ઉપાય કરીશું; પણ પ્રથમ પુરુષાર્થ કરવો.
સાચા પુરુષની આજ્ઞા આરાઘે તે પરમાર્થરૂપ જ છે. તેમાં લાભ જ થાય. એ વેપાર લાભનો જ છે.”
“પાંચ કારણો મળે ત્યારે મુક્ત થાય. તે પાંચ કારણો પુરુષાર્થમાં રહ્યાં છે. અનંતા ચોથા આરા મળે, પણ પોતે જો પુરુષાર્થ કરે તો જ મુક્તિ પ્રાપ્ત થાય. જીવે અનંતા કાળથી પુરુષાર્થ કર્યો નથી. બઘાં ખોટા આલંબનો લઈ માર્ગ આડાં વિઘ્નો નાખ્યા છે. કલ્યાણવૃત્તિ ઊગે ત્યારે ભવસ્થિતિ પાકી જાણવી. શુરાતન હોય તો વર્ષનું કામ બે ઘડીમાં કરી શકાય.” (વ.પૃ.૭૨૪) //૧૧
પુરુષાર્થ કર્યા વણ ક્યાંથી કારણ મળશે? ના મોક્ષ-ઉપાય વિના નરભવ-ત્તક ફળશે. સુણી સદુપદેશ જ નિર્ણય સાચો કરવો; સપુરુષાર્થ ગણ્યો તે જરૂર ભ્રમ હરવો. ૧૨
અર્થ :- સપુરુષાર્થ કર્યા વિના શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા આદિ મોક્ષના કારણ ક્યાંથી મળશે? અને મોક્ષનો ઉપાય કર્યા વિના આ અમૂલ્ય મનુષ્યભવની મળેલી તક પણ કેવી રીતે ફળશે? માટે આવા સદુપદેશને સાંભળી આત્મકલ્યાણ કરવાનો પ્રથમ સાચો નિર્ણય કરવો. તેને મહાપુરુષોએ સપુરુષાર્થ ગણ્યો છે. તે કરીને અનાદિની આત્મભ્રાંતિને જરૂર દૂર કરવી.
પુરુષાર્થ કરે તો કર્મથી મુક્ત થાય. અનંતકાળનાં કર્યો હોય, અને જો યથાર્થ પુરુષાર્થ કરે તો કર્મ એમ ન કહે કે હું નહીં જાઉં. બે ઘડીમાં અનંતા કર્મો નાશ પામે છે. આત્માની ઓળખાણ થાય તો કર્મ નાશ પામે.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૭૦૯)
“તમારે કોઈ પ્રકારે ડરવા જેવું નથી; કારણ કે તમારે માથે અમારા જેવા છે; તો હવે તમારા પુરુષાર્થને આશીન છે. જો તમે પુરુષાર્થ કરશો તો મોક્ષ થવો દૂર નથી. મોક્ષ પ્રાપ્ત કર્યો તે બધા મહાત્મા પ્રથમ આપણા જેવા મનુષ્ય હતા; અને કેવળજ્ઞાન પામ્યા પછી પણ (સિદ્ધ થયા પહેલાં) દેહ તો તે ને તે જ રહે છે; તો પછી હવે તે દેહમાંથી તે મહાત્માઓએ શું કાઢી નાખ્યું તે સમજીને કાઢી નાખવાનું કરવાનું છે. તેમાં