________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
અર્થ :– આ વચનોને નિગ્રંથ પુરુષોના પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી ગણું છું. એને સર્વ ધર્મોનું હૃદય રહસ્ય) સમજો કે જ્ઞાનીપુરુષના બોધનું સંક્ષેપમાં સાચું બીજ જાણો. માટે આ વાતને ફરી ફરી સંભારો તથા સમજપૂર્વક વિચારવા પ્રયત્ન કરજો. ।।૧૮।
૨૪૪
એવા યત્ને સતત મથતાં, બાધકારી પ્રકારોઆવે તેમાં અરત રહીને, વૃત્તિ એમાં જ ઘારો; જ મુમુક્ષુને અતિ છૂપી રીતે કથ્ય આ મંત્ર મારો,
જાણો એમાં નરદમ કહ્યું સત્ય તેને વિચારો. ૧૯
અર્થ :– સમજવા માટે સતત મથતા જો કોઈ બાધકારી કારણો જણાય તો તેમાં અરત એટલે ઉદાસીન રહીને આમાં જ વૃત્તિનો લય કરજો, અર્થાત્ બીજા કારણોને અવગણી જ્ઞાનીપુરુષના શરણમાં જ વૃત્તિને લીન કરજો. કેમકે કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો આ મંત્ર છે. આમાં નરદમ એટલે સંપૂર્ણ સત્ય જ કહ્યું છે. તેનો એકાગ્રચિત્તે વિચાર કરજો. ।।૧૯।।
એ શિક્ષાને ઘણી સમજવા કાળ અત્યંત ગાળો, થાક્યા હો જો ક્ષણિક સુખથી, સત્યનો માર્ગ ભાળો; આવી વાતો કર્દી કી સુણી, હર્ષ પામી ન ચૂકો, સાચી શોધે કમર કસીને, કાંઈ બાકી ન મુકો. ૨૦
અર્થ :— ઉપર કહેલ શિક્ષાને વિસ્તારથી સમજવા માટે ઘણો જ વખત ગાળો. સંસારના ક્ષણિક
=
સુખથી જો થાક્યા હો તો હવે આત્મશુદ્ધિના સત્યમાર્ગની ખોજ કરજો. આવી વાર્તાને કદી કદી સાંભળી હર્ષ પામી, તે સમયને ચૂકશો નહીં; પણ સાચા સત્પુરુષની શોધ થયા પછી કમર કસી મરણીયા થઈ કાંઈ બાકી રાખવું નહીં; અર્થાત્ તે સત્પુરુષનો દૃઢ આશ્રય કરી, તેની આશા આરાથી આત્મઠિત અવશ્ય કરવું.
“જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે, પણ દિનદિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રયભક્તિમાર્ગ સિદ્ધ થાય.” (વ.પૃ.૪૫૪) ૨૦।।
વીત્યાં વર્ષોં અબઘડી સુધી કેટલાંયે નકામાં,
તેનું સાટું જરૂર વળશે, લીન વૃત્તિ થતાં ત્યાં;
સાચા શબ્દો નથી હ્રદયમાં સ્થાન થોડાય પામ્યા, જેણે સાચી પકડ કરી તે આત્મ-સુખે વિરામ્યા. ૨૧
અર્થ :– આજની ઘડી સુઘી જીવનના કેટલાંય વર્ષો નકામા ચાલ્યા ગયા. હવે જો સત્પુરુષની આજ્ઞામાં વૃત્તિ લીન થઈ ગઈ તો તેનું બધું સાટું જરૂર વળી જશે. સત્પુરુષના કહેલ સાચા શબ્દો થોડાક પણ હજુ હૃદયમાં સ્થાન પામ્યા નથી. જેણે જ્ઞાનીપુરુષના વચનની સાચી પકડ કરી તે જીવો તો આત્મસુખમાં વિરામ પામ્યા, અર્થાત્ આત્મસુખને પામી ગયા. ।।૨૧।।
આંખો મીંચી ત્વરિત-ગતિથી જીવ દોડ્યો જ દોડ્યો, ક્યાં જાવું છે? ખબર નથી તે; વેગમાં જેમ ઘોડો; દુઃખો ભારે ચતુર-ગતિમાં ભોગવ્યાં તે વિચારી આજ્ઞા સાચા ગુરુની પકડો, તો મળી મોક્ષ-બારી. ૨૨