________________
૨૪૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
જે જીવ જાણે સુગુરુ-બોઘે : “દેહ, આત્મા ભિન્ન છે,”
પ્રજ્ઞા અને વૈરાગ્યથી તેને જ સમ્યક જ્ઞાન છે. ૮ અર્થ:- જ્ઞાનગુણનું સ્થાન જીવ દ્રવ્ય છે. જીવ વિના જ્ઞાનગુણ બીજા કોઈ દ્રવ્યમાં હોતો નથી. માટે જીવ દ્રવ્ય વિના બીજા બધા દ્રવ્યો જડરૂપ છે. શરીરમાં પણ જીવ ન હોય તો તે મડદું છે, જડરૂપ છે. જેમ યંત્રને ચાલતા જોઈ આ જીવની ક્રિયા છે એમ કોઈ માનતું નથી, પણ જડની ક્રિયા માને છે. તેમ સગુરુના બોઘે જે જીવ આત્મતત્ત્વને જાણે છે તે દેહને અને આત્માને ભિન્ન માને છે. એમ પ્રજ્ઞારૂપી છીણીવડે અને વૈરાગ્યભાવથી આત્મા અને દેહ વચ્ચે જે ભેદ પાડે તેને જ સમ્યકજ્ઞાન કહ્યું છે. સાદા
ઈન્દ્રિય દેખે દેહને, મન માની લે હું દેહ છું, જો દેહ જાડો થાય પણ ના જ્ઞાન દેખાયે વઘુ, કૃશ દેહ થાતાં પણ ઘટે ના; જ્ઞાન માન ન દેહનું.
આત્મા જુદો છે દેહથી, એમાં ગણે સંદેહ શું? ૯ અર્થ - ચક્ષુ ઇન્દ્રિય શરીરને જુએ છે માટે મન માની લે છે કે હું દેહ છું. જો આત્મા દેહ હોય તો દેહ જાડો થાય ત્યારે આત્માનો જ્ઞાનગુણ પણ વઘવો જોઈએ, અને દેહ કુશ એટલે પાતળો થાય ત્યારે આત્માનું જ્ઞાન પણ ઘટવું જોઈએ, છતાં તેમ દેખાતું નથી. માટે જ્ઞાનગુણ એટલે જાણપણું એ દેહનું નથી પણ આત્માનું છે એમ હું માન. આ આત્મા દેહથી સાવ જુદો છે. એમાં તું શું સંદેહ રાખે છે? લો.
ઇન્દ્રિય મનને રોકતાં અસ્તિત્વ તેનું જો રહે, ઉપશમ અને વૈરાગ્ય વઘતાં, ભ્રાંતિ ટાળે તો લહે. જેના વિના શંકા ન હોય, તે જ આત્મા જાણ તું,
ભ્રાંતિ અનાદિની રહી, તે ટાળી આત્મા માન તું. ૧૦ અર્થ :- પાંચ ઇન્દ્રિયો અને મનની ક્રિયાને રોકતાં છતાં પણ આત્માનું અસ્તિત્વ સ્વસંવેદનરૂપે અર્થાત હું છું એમ આ દેહમાં રહે છે. પણ તેનું જ્ઞાન, કષાયભાવોને ટાળી ઉપશમગુણ પ્રગટાવીને તથા વિષયોની આસક્તિ ઘટાડી વૈરાગ્યભાવ વઘારીને જો આત્મભ્રાંતિને જીવ ટાળે તો આત્માના હોવાપણાને તે માને છે. જેના વિના આત્મા વગેરેની શંકા થઈ શકે નહીં, તેને જ તું આત્મા જાણ. આ આત્મભ્રાંતિ અનાદિથી છે, માટે હવે તેને ટાળી આત્માની દ્રઢ માન્યતા કર કે હું આત્મા જ છું પણ દેહ નથી. ૧૦ના
અસ્તિત્વ આત્માનું સદા આત્મા વિષે સૌ માનજો. વચનાદિ પરભાવો વિષે જો આગ્રહો, અજ્ઞાન તો;
જ્યોતિ નિરંતર જાગતી જો જ્ઞાનની સૌ જીવમાં,
“સર્વાત્મમાં સમદ્રષ્ટિ ઘો” આ વચન રાખો ભાવમાં. ૧૧ અર્થ :- આત્માનું અસ્તિત્વ એટલે હોવાપણું, તે આત્મા વિષે જ સર્વે માનજો. મનવચનકાયા આદિ તો પરભાવો છે. તેને વિષે જો આત્મા હોવાનો આગ્રહ રહ્યો તો તે અજ્ઞાન છે અર્થાત્ એ જ મિથ્યા માન્યતા છે. સર્વ જીવોમાં જ્ઞાનની જ્યોતિ નિરંતર જાગતી સ્પષ્ટ જણાય છે. માટે સર્વ આત્માઓમાં સમાન દ્રષ્ટિ રાખી, કોઈને પણ દુઃખ આપવું નહીં. આ વચનને હૃદયમાં સદા ટંકોત્કીર્ણવત્ રાખજો, જેથી મનવચનકાયાથી કોઈ જીવની હિંસા થાય નહીં. /૧૧/