________________
(૭૫) છ પદ-નિશ્ચય
૨૫૩
અર્થ - શરીરના અલંકાર, કપડાં આદિથી થતાં શૃંગાર, હસવા આદિ વિનોદના ભાવો કે પાંચ ઇન્દ્રિયોના વિષયોનો આનંદ, તે શરીર વગરના મોક્ષમાં નથી. તો એવો મોક્ષ જીવને શા કામનો? એવું ભવાભિનંદી એટલે સંસારમાં આનંદ માનનાર જીવો બોલે છે. પણ તે બાબત વિબુધ એટલે જ્ઞાની પુરુષો તો એમ વિચારે છે કે તે ઇન્દ્રિય સુખો જ દુઃખના મૂળ છે અને માત્ર ઇચ્છારૂપી રોગના ઉપચાર છે. રપા
તૃષા વિના પાણી ન ભાવે, ભૂખ તો ભોજન ભલું, તૃષ્ણારૂપી અગ્નિ બળે તેનું શમન સુખ-થીંગડું; જે ક્ષણિક, વિધ્રોથી ભર્યું, આઘાર પરનો માગતું,
સમતા હરે ઇન્દ્રિય-સુખ તે દુઃખ બુથને લાગતું. ૨૬ અર્થ - હવે ઇન્દ્રિય સુખો કેવી રીતે રોગના ઉપચાર છે તે જણાવે છે. જેમકે તરસનું દુઃખ ન ભોગવે ત્યાં સુધી પાણી ભાવે નહીં. ભૂખનું દુઃખ પહેલા ભોગવે નહીં તો ભોજન ભલું લાગે નહીં. તે પાંચ ઇન્દ્રિયોના વિષયો ભોગવ્યા પછી પણ તેને વિશેષ મેળવવાની તૃષ્ણારૂપી અગ્નિ જ્યાં સદા બળતી રહે, એવા ક્ષણિક સુખોવડે ઇચ્છાઓનું શમન કરવું તે માત્ર સુખના થીંગડા સમાન છે; પણ વાસ્તવિક સુખ નથી. ઇન્દ્રિયસુખો ક્ષણિક છે, અનેક વિદનોથી ભરપૂર છે, સુખ માટે પરવસ્તુનો આઘાર માગે છે તથા સમતા એટલે આત્મશાંતિને જે વિકલ્પો કરાવી હરી લે એવા ઇન્દ્રિયસુખો તે બુઘ એટલે જ્ઞાની પુરુષને તો માત્ર દુઃખરૂપ ભાસે છે. //રકા
ઇન્દ્રિય-વૃત્તિ જીતતાં, ઉપશમ સમાધિ-સુખ છે, તે મોક્ષ-સુખની વાનગી, અભ્યાસ પૂર્વે મોક્ષ દે; પરમાત્મપદમાં મગ્ન તેને સુખની ખામી નથી,
શૃંગાર શાને તે ચહે? શાંતિ ખરી સ્ત્રી તો કથી. ૨૭ અર્થ - ઇન્દ્રિયના વિષયોને જીતવાથી પ્રગટેલ ઉપશમસ્વરૂપ સમાધિસુખ એટલે આત્માની સ્વસ્થતા, તે મોક્ષસુખની વાનગી છે. તેના બળે સંપૂર્ણ વિષયકષાયને જીતવાનો અભ્યાસ કરવાથી જીવ મોક્ષને પામે છે. જે પરમાત્મપદમાં એટલે સ્વરૂપાનંદમાં મગ્ન છે તેને સુખની કંઈ ખામી નથી. એવા જ્ઞાની પુરુષો શરીરના બનાવટી શ્રૃંગારને કેમ ઇચ્છે? તેઓ આત્મશાંતિરૂપ ખરી સ્ત્રીને પામી ગયા. તેથી પરાધીન, ક્ષણિક, વિનોથી ભરપૂર એવા ઇન્દ્રિયસુખ પ્રત્યે તેમની ઇચ્છા નથી. //રશા
ક્લેશ ઘટતાં સુખ વઘતું દેખાય, તે ઉત્કૃષ્ટ જ્યાં, તે પૂર્ણ પદને મોક્ષ માનો, સર્વ કર્મો જાય ત્યાં; તન-મન તણાં દુઃખો ગયે, ગંભીર શાંત સમુદ્ર શો
ત્યાં ચંદ્ર-ચંદ્રિકા સમો આત્મા સહજ સુખ-શામ જો. ૨૮ અર્થ :- સંસારના કષાય ક્લેશ ઘટતાં જીવને આત્માનું સુખ વઘતું જણાય છે. તે સુખ જ્યાં ઉત્કૃષ્ટતાને પામે તે પૂર્ણ પદને મોક્ષ માનો; કે જ્યાં સર્વ કર્મોનો નાશ થાય છે. શારીરિક કે માનસિક સર્વ દુઃખોનો નાશ થવાથી આત્મા શાંત બની સમુદ્ર જેવો ગંભીર થાય છે તથા ચંદ્રમાની શીતળ ચાંદની સમાન પોતાની નિર્મળ સહજ સુખધામ અવસ્થાને સર્વકાળને માટે પામે છે. [૨૮ાા