________________
૨ ૫૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
ના જન્મ-મૃત્યુ મુક્ત ઑવને, પૂર્ણ શુદ્ધિ શાશ્વતી. સિદ્ધિ અનાદિ કાળ સમ; સાદિ, અનંત જુદી રીતિ. લોક-શિખરે સિદ્ધ જીંવ સૌ, બહુ દીપ-તેજ-સમૂહ શા,
જ્યાં એક ત્યાં જ અનંત વસતા, એમ હોય વિરોઘ ના. ૨૯ અર્થ - મોક્ષમાં વિરાજમાન મુક્ત જીવને જન્મ કે મરણ નથી. તેને શાશ્વતી પૂર્ણ આત્મશુદ્ધિ પ્રાપ્ત થયેલ છે. અનાદિકાળથી જીવો સિદ્ધિને પામતા આવ્યા છે. તેના સમાન આ જીવની પણ પૂર્ણ શુદ્ધિ થવાથી મોક્ષની સાદિ થઈ અર્થાત્ શરૂઆત થઈ, પણ હવે તેનો કોઈ કાળે અંત આવશે નહીં. એવા અનંત મોક્ષસુખને પામ્યા તે જુદી રીતિ છે અર્થાત્ તે કોઈ રીતે પણ પાછો કદી અવતાર લેશે નહીં. પણ ત્યાં જ અનંત કાળ સુધી આત્માના અનંત સુખમાં બિરાજમાન રહેશે. લોકના શિખરે એટલે લોકાંતે સર્વ સિદ્ધ જીવો જાણે ઘણા દીપકનો તેજ સમૂહ એકઠો થયો હોય તેમ બિરાજે છે. જ્યાં એક સિદ્ધ છે તે જ સ્થાને અનંત સિદ્ધો વસે છે, છતાં પરસ્પર કોઈ વિરોઘ આવતો નથી; કારણ કે તે બઘા અરૂપી છે. રિયા
આ મોક્ષતત્વે જે ઘરે શ્રદ્ધા, સુઘર્મે તે ટકે, મુમુક્ષતા તે યોગ મોટો સક્રિયા સાથી શકે; આ પાંચ પદને જે વિચારે, તે જ તૈયારી કરે,
પોતે કમર કસી મોક્ષ લેવા; પાછી પાની ના ઘરે. ૩૦ અર્થ :- આ મોક્ષ તત્ત્વમાં જે શ્રદ્ધા ઘરાવે તે જ સઘર્મમાં ટકી શકે. એવા મોક્ષપદને પામવા મુમુક્ષુતા પ્રાપ્ત કરવી તે મોટી યોગ્યતા છે; જેના વડે જીવ સક્રિયાને સાધી શકે. આ મોક્ષ સુધીના પાંચ પદને જે સમ્યક્ પ્રકારે વિચારે તે જ આત્મા મોક્ષ મેળવવા માટે તૈયારી કરી શકે. અને તે જ પોતે કમર કસી મોક્ષ લેવા મથે અને પાછી પાની કદી કરે નહીં. If૩૦ના
છઠું પદ - તે મોક્ષનો ઉપાય છે નાસ્તિક સરખા બોલતા : “ઉપાય મોક્ષ તણો નથી; સર્યું હશે તો પામશું, કોટી ઉપાય કરો મથી.” ચક્રાદિ સાઘનથી ભલા, કુંભાર જો વાસણ કરે;
તું આમ માની ઢીલ ઘમેં આદરી આળસ ઘરે. ૩૧ અર્થ :- નાસ્તિક જેવા લોકો એમ કહે છે કે આ મોક્ષ પ્રાપ્તિનો કોઈ ઉપાય નથી. ભાગ્યમાં જેવું લખ્યું હશે તેવું જ પામીશું; ભલે મથીને તમે કરોડો ઉપાય કરો. જુઓ સર્જિત હતું તો માટીમાંથી ચક્ર, દંડ અને કુંભારવડે ઘડો બની ગયો. તું આમ માનીને ઘર્મના કામમાં ઢીલ કરે કે આળસ કરે પણ તે યોગ્ય નથી. /૩૧ાા.
તૃપ્તિ હશે જો સર્જી તો, આહાર વિના પણ થશે, એવું ગણી ના બેસતો તું; કેમ ખાવાને ઘસે? કારણ વિના ના કાર્ય થાયે, એમ તુજ વર્તન કહે,
ઉદ્યમ કરે છે પાપ-કર્મો, ઘર્મ દૈવાથન લહે. ૩૨ અર્થ :- તેની સાથે તું એમ કેમ માનતો નથી કે જો મને તૃપ્તિ થવાની લખેલી હશે તો તે આહાર