________________
(૭૫) છ પદ-નિશ્ચય
૨૪૯
બીજું પદ - આત્મા નિત્ય છે અવિનાશ સર્વે મૂળ તત્ત્વો, ક્યાંય કોઈ ના ભળે; સંયોગનો વિનાશ થાતાં સૌ સ્વરૂપે જય મળે. પરમાણુ-પંજ ઘડો થયો, તે ભાગી પરમાણું થશે,
પણ કોઈ રીતે તે અણુઓ વિશ્વમાંથી ના જશે. ૧૨ અર્થ :- આ વિશ્વમાં મૂળ છ તત્ત્વો એટલે પદાર્થો છે. તે ઘર્મ, અઘર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવ દ્રવ્યો છે. તે મૂળ દ્રવ્યોનો કોઈ કાળે નાશ નહીં હોવાથી તે સર્વે અવિનાશી છે. તે પદાર્થો નાશ પામીને કદી કોઈ બીજા દ્રવ્યમાં ભળી જતાં નથી. પણ સંયોગથી જે પદાર્થ બીજી અવસ્થારૂપે બન્યો હોય તે પણ સંયોગનો વિનાશ થતાં ફરીથી પોતપોતાના પદાર્થના મૂળ સ્વરૂપમાં સર્વે જઈ રહે છે. જેમકે પુદગલ પરમાણુઓનો ઢગલો ભેગો થવાથી ઘડો બન્યો, તે કાળાંતરે ભાંગી જઈ ફરીથી પરમાણુરૂપ થશે; પણ કોઈ રીતે તે પુલ પરમાણુઓ આ વિશ્વમાંથી નાશ પામશે નહીં.
“હોય તેહનો નાશ નહીં; નહીં તેહ નહીં હોય;
એક સમય તે સૌ સમય, ભેદ અવસ્થા જોય.” -શ્રીમદ્ રાજચંદ્ર /૧૨ા. આત્મા અસંયોગી મૂળે, ના નાશ તેનો સંભવે, જો નાશ પામે તેમ હો, તો હોય ના આજે હવે; પર્યાય પલટાતા છતાં ના તત્ત્વનો કદી નાશ છે,
જે દ્રવ્ય અત્યારે જણાય તે ત્રિકાળ રહી શકે. ૧૩ અર્થ - આત્મા મૂળમાં અસંયોગી દ્રવ્ય છે. તેની ઉત્પત્તિ કોઈ પણ દ્રવ્યના મિશ્રણથી થઈ શકતી નથી. માટે તેનો કોઈ કાળે નાશ થવો પણ સંભવતો નથી. જો આત્મા નાશ પામે એમ હોત તો પૂર્વ જન્મમાં જ નાશ પામી ગયો હોત. આજે તેનું અસ્તિત્વ અહીં હોત નહીં. દ્રવ્યની પર્યાય એટલે અવસ્થા પલટાતાં છતાં પણ તે મૂળ તત્ત્વો અર્થાત્ દ્રવ્યોનો કોઈ કાળે નાશ નથી. જે છ દ્રવ્યો અત્યારે જણાય છે તે ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણે કાળમાં રહેશે; તે કદી પણ નાશ પામશે નહીં. /૧૩
ક્રોથાદિ સર્પાદિ વિષે સાબિત પૂર્વ ભવો તણી, મફૅરાદિ જાતિ-વૈર ઘારે, તે ન આ ભવ-લાગણી; જાતિ સ્મૃતિ પામે ઘણા, તે પૂર્વ ભવ સાચા લહે,
પ્રત્યક્ષ અવધિ આદિ પામે તે પ્રગટ દેખી કહે. ૧૪ અર્થ - સર્પાદિ પ્રાણીઓમાં જે ક્રોધાદિ કષાયનું વિશેષપણું છે તે પૂર્વ ભવોની સાબિતી સિદ્ધ કરે છે. મોર આદિને સાપ આદિ પ્રત્યે જાતિ વેર છે. તે આ ભવનું નથી. પણ પૂર્વ ભવથી લાવેલા વૈરના સંસ્કાર સૂચવે છે. જે જાતિસ્મરણજ્ઞાન પામે તે પૂર્વ ભવ સાચા છે એમ માને છે અને જે પ્રત્યક્ષ અવધિજ્ઞાન આદિ પામે છે તે તો પૂર્વ ભવોને પ્રગટ દેખી તેની વિગત જણાવે છે. ૧૪ો.
આ સત્ય નિત્યપણાતણું જે ઉરમાં દ્રઢ ઘારશે, તે થાય નિર્ભય, અમર; તેને કોણ, ક્યારે મારશે?